Book Title: Jain_Satyaprakash 1941 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬. તેડવા બિજલે એક વિષ્ણમન્દિર બંધાવ્યું અને પ્રજાને ત્યાં આવવા જણાવ્યું એટલે વસવે વિરોધ કર્યો કે સંડુલબાચ આ મન્દિરમાં દર્શનાર્થ નહીં આવે. આ માટે તેના પર દબાણ કરશે નહીં, અન્યથા અનર્થ થશે. એમ કહી શિવમાહામ્ય સંભળાવ્યું (૩૫). શંકર વિષ્ણુની સરખામણું કરી (૩૬). એક દિવસ બ્રાહ્મણોએ વિજલ પાસે ફરિયાદ કરી કે વસવ શિવનાગ નામના ચાંડાલને પિતાની પાસે રાખી પૂજે છે, તેણે કલ્યાણ અપવિત્ર કરી છે. આથી વિજલરાયે વસવ અને શિવનાગને સભામાં બોલાવી વસવને ઠપકો આપ્યો. એટલે વસવે કહ્યું કે શિવને નહીં માનનારા બ્રાહ્મણ કરતાં ચાંડાલ શ્રેષ્ઠ છે (૩૭). પછી અનેક ચાંડાલ શિવભકતોનાં દૃષ્ટાંત આપ્યાં અને કહ્યું કે શિવનાગ તે લકત્તર પુરુષ છે. તેના શરીરમાં લેહીના સ્થાને દૂધ છે. આમ કહીને વસવે શિવનાગના હાથ કાપ્યા. હાથમાંથી દૂધની ધારા છૂટી. આથી લેકે બહુ ચમત્કાર પામ્યા અને રાજા અને બીજા બ્રાહ્મણોએ વિનાગને નમસ્કાર કર્યા. વસવે શિવનાગને પિતાને ત્યાં રાખ્યો (૩૮). વસવને ત્યાં એકારામ વગેરે સેંકડો ભકતો રહેતા હતા. એક દિવસ વસવે તે બધાને ઈરાદા પૂર્વક વિષ ભેળવેલ પ્રસાદ આપો, પણ શિવકૃપાથી તે અમૃતરૂપ થઈ ગયો. આ પ્રસંગથી નાગરિકને લિંગ ઉપર શ્રદ્ધા પ્રકટી (૩૯). વસવની ભક્તમંડળી માત્ર લિંગધારીનું જ ભજન લેતી. આ માટે અનેક ઉપકથાઓ પ્રચલિત કરવામાં આવી હતી. જગદેવ મંત્રીએ આ નિયમમાં ભૂલ કરેલી તેના પ્રાયશ્ચિત્તરૂપે જગદેવને ભક્તોના કહેવા મુજબ વર્તન કરવાની શરત સ્વીકારેવી પડી અને ભક્તોને જમાડવા પડયા (૪૦). - એક વાર વિજજલરાયે પ્રજાના પિકારથી શિવભકત મધુપ અને આલ્લમની આંખે કઢાવી લીધી. આની ખબર ભકતમંડળીને પડી એટલે વસવે જગદેવને કહ્યું: “હે જગદેવ, તેં કબુલ કરેલ શરત પાળવાનો વખત આવી પહોંચ્યો છે. જે તું એનું પાલન નહીં કરે તો તારે નરકાવાસ સેવા પડશે. તારે શિવદ્રોહી વિજજલરાયને મારી નાખવાનું છે. આમ કરવાથી તારા પૂર્વ પાપનું પ્રાયશ્ચિત થઈ જશે. વળી વિજલના ગયા પછી કલ્યાણી રહેવાની નથી.” જગદેવે એ કાર્ય પિતાના માથે લીધું એટલે ભક્તમંડળી કલ્યાણી છોડીને સ્વસ્વસ્થાને પ્રયાણ કરી ગઈ. વસવ પણ સંગમેશ્વરના દર્શનને બહાને ત્યાંથી સહકુટુંબ પ્રયાણ કરી ગયે. આ તરફ માતાએ જગદેવને કહ્યું: “ભાઈ, તું રાજાને મારતું નથી અને જીવતા રહે છે એ પ્રતિમાર્ગથી વિરુદ્ધ છે. ભકતોએ આ મહાન કાર્ય તને સોંપ્યું છે. વળી વસવ જે બધાને સહાયક છે તે પણ ક્યાં જતો રહો તે સમજી શકાતું નથી. પણ તારે તો તારું વચન પાળવું જોઈએ.” આથી જગદેવે રાત્રે પોતાના મિત્રો સાથે રાજમહેલમાં જઈ “શિવ નિંદકને આ જ દંડ હેય'', એમ કહી સૂતેલ વિજલને મારી નાખ્યો. પછી પિતાની માની પાસે આવી પ્રતિજ્ઞા પૂર્ણ કર્યાની વાત કહી સંભળાવી. પછી પરરાષ્ટ્ર એ રાજ્ય પિતાને હાથ કર્યું અને વિજલન વંશ નામશેષ થઈ ગયે. જગદેવ તે જ રીતે શિવનિંદકને મારવામાં થયેલ ઢીલના પ્રાયશ્ચિતરૂપે પિતાનું માથું કાપવા તૈયાર થયો એટલે શંકરે તેને વિમાનમાં લઈ લીધો. બસવને પણ શંકરે પિતાની સાથે લીધો એટલે નંદીકેશને વસવાવતાર પૂર્ણ થયે (૪૬). વસવનું ભવિષ્ય અને ગ્રંથની પૂર્ણાહુતિ શક ૧૮૩૯ વિજયાદશમી ગુરુવાર (૪૨-૪૩). (ચાલુ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44