Book Title: Jain_Satyaprakash 1941 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૮] - શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૬ ખંડની લંબાઇ ૨૧ ફૂટ અને પહોળાઈ ૨૫ ફૂટ છે. છત્તને ચાર સ્થભોને ટેકે છે, મધ્યસ્થ ચારસાઈમાંનું કમળ ઘણું જ સુંદર છે. કમળને એક જ મધ્ય બિંદુવાળી ચાર પાંખડીઓની હાર છે, જેમાંની અંદર અને બહારની સાદી છે, જ્યારે બહારથી ગણતાં બીજી વારમાં સેળે પાંખડીઓ ઉપર મનુષ્ય આકૃતિઓ કરવામાં આવેલી છે. એ આકૃતિઓમાંની ઘણખરી સ્ત્રીઓની છે. આ બધી આકૃતિઓ કાં તે નૃત્ય કરે છે, અથવા તે કઈ સંગીતનું વાદ વગાડે છે. ત્રીજી વારમાં ચોવીસ પાંખડીઓ છે, તેમાં દરેક ઉપર કોઈ દેવી સહચારી સાથે કે સહચારી વિના કોતરવામાં આવેલ છે. એ દેવીઓ તેમનાં વાહને ઉપર બિરાજમાન જવામાં આવે છે. એક અષ્ટદેણ કેરમાં આખું કમળ આવેલું છે, તેની બહાર એક ખુણામાં એક આકૃતિ છે, ને એક પગે ઊભી છે. બીજા દરેક ખુણામાં ત્રણ ત્રણ આકૃતિઓ છે, જેમાં મહેટી આકૃતિ મધ્યમાં નાચતી કે રમતી જણાય છે. તેને બે પરિવાર છે. પાછળની દિવાલ ઉપર દરેક બાજુએ જિન ભગવાનની મૂર્તિ નગ્ન રૂપમાં છે. એ મૂર્તિનું કદ જીવનકાળના (Life size) કદ જેટલું જ છે. ડાબી બાજુએ એક તીર્થ". કરની મૂર્તિ છે, જે શાતિનાથની હોવી જોઈએ. એનું કારણ એ છે કે એ મૂર્તિ નીચા આસને સ્થિત થએલી છે, અને તેના દરેક છેડે એક ભક્ત કોતરવામાં આવ્યા છે. પછી એક સિંહ અને એક હાથી કોતરવામાં આવેલ છે. દરેક બાજુએ ધર્મચક્ર છે. ચકની નીચે સેલમાં તીર્થકરના લાંછન રૂપ મૃગ જેવામાં આવે છે. મૃગની દરેક બાજુએ એક ભક્તની આકૃતિ નજરે પડે છે. જિન ભગવાનની મૂર્તિને છાતીના મધ્ય ભાગમાં હીરાના આકારનું ચિહ્ન દેખાય છે. મોખરાના ભાગના શિલ્પ કામમાં દરેક બાજુએ પાર્શ્વનાથની મૂર્તિ છેજેનું દૃશ્ય મધ્યસ્થ આકૃતિ જેવું છે. આ આકૃતિનું કદ મહેટી મૂર્તિ કરતાં ત્રીજા ભાગ જેટલું છે. આ મૂર્તિ પંચશેષ ફણાને લીધે ઓળખાઈ આવે છે. શાંતિનાથના મસ્તકની સપાટી આવે એવા દરેક ગોખલામાં જિન તીર્થકરની એક એક મૂર્તિ બિરાજમાન છે. તીર્થકર શાંતિનાથના ખભાના ઉપરના ભાગમાં નાના વિદ્યાધરે જોવામાં આવે છે. આ વિદ્યાધર ઉપર બે હાથીઓ જોઈ શકાય છે, જેમની સુંઢે બેઠેલી એક નાની આકૃતિની તરફ વળેલી છે. આ આકૃતિની દરેક બાજુએ તેમજ હાથીઓ ઉપર ચાર પુરુષ અને સ્ત્રીઓ છે, તેઓ ભક્તિ માટે જોઈતી વસ્તુઓ લાવતાં જણાય છે. તેમના ઉપર અંદર કીતિમુખ અને છ વર્તુલે સાથે એક તેરણ છે. એ તોરણ ઉપર પણ ખંડની સાથી ઊંચી કમાનની નીચે સાત નાની આકૃતિઓ જોવામાં આવે છે. આવું બધું હાલના જૈન મંદિરમાં પણ માલુમ પડે છે, તેથી આ બધી વસ્તુઓ પુરાતન હોઈ શકે નહીં, તેમને સમયકાળ ઘણું કરીને બરામાં કે તેરમા સૈકાન હોવું જોઈએ. પાર્શ્વનાથની મૂર્તિ બીજી બાજુએ છે. એ મૂર્તિ આંગળીઓના ટેરવાથી બે ભકતોના માથાને સ્પર્શ કરતી જણાય છે, ડાબી બાજુએ એક સ્ત્રી છે. જમણી બાજુએ એક બેઠેલી આકૃતિ છે. પાર્શ્વનાથના મસ્તક ઉપરની સપફણ પર એક લગભગ અર્ધ ગોળાકાર વસ્તુ છે, જેનો ઉપયોગ છત્ર તરીકે થતો હશે. તેના ઉપર હાથ જોડેલી એક મૂર્તિ જોવામાં આવે છે. વળી બંને બાજુએ બીજી બે મૂતિઓ છે તેમના હાથમાં કંઈ લંબચોરસ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44