Book Title: Jain_Satyaprakash 1941 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧] મહુડીની જૈન પ્રતિમાઓ
[૧૧] ચક્ષુઓ વાળી બતાવે. બૌદ્ધોમાં ચકિત ચએવાળી મૂર્તિઓ બનતી જ નથી. આવી મૂર્તિઓ તાંબર જૈન સંઘના અનુયાયીઓ જ બનાવે છે. એટલે આ ચકચકિત ચક્ષુ વાળી દલીલ પણ જૈન મૂર્તિ–શ્વેતાંબર જૈન મૂર્તિની જ સિદ્ધિ કરે છે. - હવે આ મૂર્તિ કયા સમયની છે તે જોઈએઃ મૂર્તિના લેખમાં રહેલ-વૈરા” શબ્દ આ મૂર્તિની પ્રાચીનતાને સિદ્ધ કરે છે. કલ્પસૂત્ર સ્થવિરાવલીમાં ઉલ્લેખ છે કે આર્ય સ્વામીથી વૈરિશાખા નીકલી છે. આ વૈરીશાખા પણ વેતાંબર જૈનાચાર્યમાં જ પ્રવર્તે છે. વૈરિગણ શબ્દ સૂચવે છે કે સ્વામીની પછીના સમયની આ મૂર્તિ છે. બીજું રિગણ પછીની શાખાને ઉલ્લેખ નથી એથી બીજી શાખાઓ નીકળી તે પહેલાંની આ મૂર્તિઓ છે એમ સિદ્ધ કરે છે. અર્થાત વીરનિર્વાણ સંવત ૬૦૦ લગાગની આ મૂર્તિઓ છે. ૧ એના લેખની બ્રાહ્મીલીપી પણ એની પ્રાચીનતાનું સબલ કારણ છે.
હવે આપણે બીજી કૃતિઓનું વર્ણન જોઈ લઈએ.
બીજી ત્રણે મૂર્તિઓના ફોટા જે “ભારતીય વિદ્યામાં પ્રકાશિત થયા છે તે મૂર્તિઓ પણ જૈન મૂર્તિઓ જ છે એમ જણાય છે. શ્રીયુત શાસ્ત્રીજીએ આ મૂર્તિઓને પણ બૌદ્ધ મૂર્તિ ઠરાવા પ્રયત્ન કર્યો છે પરંતુ તેમાં તેઓ ભૂલ્યા જ છે.
(૧) ચિત્ર નં. ૫ માં આપેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ છે, જે જેનોના ત્રેવીમા તીર્થકર તરીકે પ્રસિદ્ધ છે. સુંદર સિંહાસન ઉપર નાગરાજ બેઠા છે અને બન્ને બાજુ બે દેવતા છે. ઉપર નાગફણની સુંદર–મનહર આકૃતિ છે. તેવીસમા તીર્થંકરની આવી જૈન મૂતિઓ ઘણે ઠેકાણે મળે છે. મારવાડનાં મંદિરોમાં આવી મૂર્તિઓ વિદ્યમાન છે. શાસ્ત્રીજી ડાબી તરફની મૂર્તિને બુદ્ધ ધર્માનુયાયીની દેવી મૂર્તિ માની આ આખી મૂર્તિને બૌદ્ધ દેવની કરાવવા માગે છે પણ એ તેમની ભૂલ છે. એ દેવીતિ જૈનધર્મના બાવીશમાં તીર્થકરના શાસનની અધિષ્ઠાયિકા અંબિકા દેવીની મૂર્તિ છે. શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિને આસનમાં અંબિકાનું સ્થાન જોઈ ભલે કઈ ને આશ્ચર્ય થાય, પરંતુ ચંદ્રાવતીનાં ખંડિયેરોમાં અમે જૈન મૂર્તિઓ જોઈ છે તેમાં ઘણી જૈન મૂર્તિઓ સાથે ગોમેધ યક્ષની અને અંબિકાની મૂર્તિઓ જેઈ છે. દશમી-અગિયારમી સદીની અને તેની પહેલાંની ઘણી જૈન મૂર્તિઓમાં બ્રહ્મશાન્તિ યક્ષની અને અંબિકાની મૂર્તિ જોવાય છે. એટલે આ મૂર્તિઓ જોઈ ગભરાવાની કે અન્ય દેવની મૂર્તિ માનવાની લગારે જરૂર નથી. આ મૂર્તિ પણ જૈન મૂર્તિ જ છે.
સુંદર નાગરાજની રચના અને તેનું આસન તથા પાછળના ભાગની કરણી અને ફણાની રચના આ બધું આ મૂર્તિ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે એમ જ સિદ્ધ કરે છે. બુદ્ધદેવની આવા આકારવાળી મૂર્તિ નથી બનતી તેમજ બુદ્ધ સ્મૃતિમાં વસ્ત્ર-ઉત્તરીયવસ્ત્ર આદિ જે હોય છે તેમાંનું આ મૂર્તિમાં કશું નથી માટે એ જૈન મૂર્તિ જ છે. ૨
૧ “ભારતીય વિદ્યામાં શ્રીયુત નવાબ આ મૂર્તિઓ ઉપર વેરિમણ શબ્દથી શ્રીવાસ્વામિની વિદ્યમાનતામાં આ મૂર્તિ એ બની હોવાનું જણાવે છે.
૨. એક સમય એવો હતો કે ઘણું જૈન તીર્થકરોની મૂર્તિના પરિકરમાં અંબિકા દેવીને સ્થાન અપાતું હતું. આવી જૈન મૂતિ એ ઢાંક પર્વતની ગુફાના ખડકની ભીંતમાં કતરેલી છે. મથુરાના કંકાલીટીલામાંથી નીકળેલી જૈન મૂર્તિઓ અને તાલધ્વજગિરિના જૈનમંદિરમાંની મૂતિઓમાં પણ અંબિકાદેવી દેખાય છે.
For Private And Personal Use Only