Book Title: Jain_Satyaprakash 1941 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહુડીની જૈન પ્રતિમાઓ લેર મુનિરાજ શ્રી ન્યાયવિજયજી આજે આખા ગુજરાતના જેમાં મહુડી એક પ્રસિદ્ધ ચમત્કારી તીર્થધામ તરીકે મશહૂર છે. મહુડીને આટલી પ્રસિદ્ધિ આપવાનું માન સ્વર્ગસ્થ ગિનિષ્ઠ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીને ઘટે છે. તેમણે ગુરુ આનાથી પ્રાપ્ત શ્રીઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ સ્થાપી કે જેના ચમત્કારના લીધે ગુજરાતના જેનોમાં મહુડી પ્રસિદ્ધિ પામી ગયું. મહુડી એક પ્રાચીન શહેર હતું. અત્યારે એની મહત્તા અને ગૌરવ દેખાડતાં કેટલાંયે અઘેિર, ઘા(વાંધા)ની વચ્ચે દેખાતા મકાનના પાયા અને ઠેઠ ઊંચાણમાં પણ દેખાતી કિલ્લેબંદી મહુડીની પ્રાચીનતા સિદ્ધ કરી રહેલ છે. આ પ્રાચીન મહુડી તે વિરૂપ નારીની જેમ તેના ભયંકર ઘા (વાઘ)માં નષ્ટ ભ્રષ્ટ થઈ પડેલી છે. નવું મહુડી તે એક નાનકડા ગામડારૂપે છે. ગામની પશ્ચિમ ભાગેળે એક સુંદર જિનાલય, પાસે જ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી સ્થાપિત ઘંટાકર્ણ મહાવીરનું ચમત્કારી મંદિર છે અને પાસે જ શ્રીબુદ્ધિસાગરસૂરિજી મહારાજનું ભવ્ય સ્મારક-સમાધિમંદિર છે. વચ્ચે બગીચો છે, સામે ઉપાશ્રય છે. વર્તમાન મહુડીથી પૂર્વ દિશામાં લગભગ એક માઈલ દૂર એક કેટયાર્કનું વિશાલ મંદિર છે. એક ઊંચા ટેકરા ઉપર આ મંદિર આવેલું હોવાથી દૂર દૂરથી દેખાય છે. નીચે સાબરમતી નદી પિતાને વિશાલ દેહ-પટ–પાથરીને આળેટી રહી છે. આ નદીમાં જયારે પાણીનાં પૂર આવે છે ત્યારે જાણે જીવતો જાગતે પ્રલયકાળ આવી રહ્યો હોય તેમ લાગે છે; એ પ્રવાહ સામે શહેર કે ગામડાં, પર્વત કે ઝાડ હતાં જોતાં થઈ જાય છે. એ નદીએ કેટલાંયે ગામ અને શહેરોને પિતાના ઉદરમાં સમાધિ લેવરાવી છે અને એના લીધે જ આ પ્રાચીન મહુડી ગામ પણ નષ્ટ-ભ્રષ્ટ થયું છે અને જે ટીબા ઉપર મહુડી હતું ત્યાં મોટા મોટા કોતરે, ખાડા પાડી દીધા છે. યદ્યપિ છેલ્લાં થોડાં વર્ષોથી સાબરમતીએ પિતાનું વહેણ બદલ્યું છે, એટલે ગામવાળાઓને શાન્તિ છે, છતાં નિનr (નદી)ને વિશ્વાસ કેટલે રખાય? આ કેટયાર્ક મંદિરથી થોડે દૂર મંદિરના નિમિત્તે ખોદકામ કરતાં પ્રાચીન સ્થાપત્યો સાથે પ્રાચીનતમ ચાર જૈન મૂર્તિઓ નીકળી હતી. તેમાંથી જે સૌથી મોટી ભવ્ય અને મનહર મૂર્તિ છે તે તે કેટયાર્ડના મહંતજીએ પિતાના મંદિરની બહારના ભાગના એક ઓરડામાં એક વેદી પર સ્થાપિત કરી સીમેન્ટથી સ્થિર કરી દીધી છે. અમે જ્યારે મહુડી ગયા ત્યારે ત્યાંના શ્રાએ નમૂર્તિ નીકળ્યાનું જણાવ્યું. અમારી ત્રિપુટી એ મૂર્તિ ઓનાં દર્શન માટે નીકળી. વૈશાખની ગરમી સામે જ સવિતા નારાયણ પિતાના પ્રખર પ્રતાપે તપતા આગળ વધી રહ્યા હતા. અમે નાના મોટા ખાડા ટેકરા વટાવી ચુકી પડેલી નદીના ન્હાના વહેળાને વટાવી મોટા ટેકરા ઉપર ચડ્યા. ગરમી કહે મારું કામ ! અમે ત્યાં ગયા એટલે તરત જ એ મહંતજીના ભાઈ ત્યાં આવ્યા અને અમને જિનમૂર્તિવાળો ઓરડો બતાવ્યો. મૂર્તિ ધાતુની, ભવ્ય અને પ્રાચીન છે. મને પૂછ્યું. આ કેની મૂર્તિ છે? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44