Book Title: Jain_Satyaprakash 1941 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ અમે કહ્યું: જૈન મૂર્તિ છે. તેમણે કહ્યું આ બૌદ્ધ મૂર્તિ છે એમ કહેવાય છે. અમે બરાબર બારીકીથી નિરીક્ષણ કર્યું. અમે પૂર્વ દેશના વિહાર દરમ્યાન રાજગૃહી, પટણા, બનારસ, ક્ષત્રીયકુંડ આદિ સ્થાનમાં તથા મથુરાના કંકાલીટીલામાંથી નીકળેલી અને લખનૌ મ્યુઝીયમમાં રહેલી, તેમ જ સેટહેટ કીલ્લામાંથી ઉપલબ્ધ થયેલી જૈનમુતિઓનાં દર્શન કર્યા હતાં, એટલે આ મૂર્તિ જોતાં જ બૌદ્ધ અને જૈન મૂર્તિને ભેદ જોઈ લીધે; અમને એમ બરાબર લાગ્યું કે આ જૈન મૂર્તિ જ છે. આવી જેન મૂર્તિઓ પણ અમે ઉપર્યુક્ત સ્થામાં જોઈ છે. એટલે આ કેટયાર્ડમાં નીકળેલી અને ત્યાં રહેલી મૂર્તિ જૈન મૂર્તિ જ છે એમાં અમને લગારે સંદેહ ન લાગ્યો. અલબત્ત, જિનમૃતિ ઉપર રહેલે શિખાને – વાળના ગુંચળાંને –ભાગ તથા શરીર ઉપરને ભાગ, તથા વ્યાઘાસનાદિ જેઈકોઈ અજાણ્યા ભાઈ એને બૌદ્ધ મૂતિ કહેવા લલચાય એ સંભવિત છે, પરંતુ જૈન મુર્તિઓની રચના, તેનું શિલ્પ અને કલાના અભ્યાસી તથા પ્રાચીન જૈન મૂર્તિને અભ્યાસી કોઈ પણ મહાનુભાવ આ મૂર્તિને જરૂર જૈન મૂર્તિ કહેશે એમાં અમને લગારે સં દેહ નથી. હવે આપણે આ મૂર્તિનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી લઈએ. એક સરસ વ્યાવ્રાસન બનેલું છે. બન્ને છેડામાં વાઘની સુંદર આકૃતિ આપેલી છે. વચમાં ધર્મચક્ર અને તેની પાસે બને બાજુ બે હરણ આપેલાં છે. આ મૂર્તિ ઘણી પ્રાચીન હોવા છતાં યે મૂર્તિમાં રેખાંકન બહુ જ સ્પષ્ટ અને સાફ છે. આકૃતિ સુંદર ઊઠેલી છે. વ્યાધ્રાસનના ઉપરના ભાગમાં વસ્ત્રની રચના છે. અધેિ ભાગ ઉપર અને થોડા નીચે લટકતો દેખાડે છે પરંતુ એવી સૂક્ષ્મ કેરણી આપી છે કે ત્યાં બરાબર ધ્યાન ન આપીએ તે આ વસ્તુ સમજાય તેવી નથી. છેડે વસ્ત્રની કોર જણાય છે. ઉપર કમલાસન છે. સુંદર કમલની કારણ દેખાય છે, આ કમલાસન ઉપર પદ્માસનસ્થ શ્રીવીતરાગદેવની મૂર્તિ છે. છાતીમાં મધ્ય ભાગે બારીક શ્રીવત્સનું ચિહ્ન દેખાય છેરહેજ ઊંચાણમાં છાતીને ભાગ ઉપસેલે અને ડીંટડી સાફ દેખાય છે. ગળામાં સુંદર ત્રિવલી દેખાય છે, છાતીને ભાગ પહેળો અને ડોક સરસ ઊંચી છે. બુદ્ધ મૂર્તિના શરીરમાં જ્યારે વસ્ત્ર, વસ્ત્રની રેખાઓ સાફ દેખાય છે જ્યારે અહીં શરીર ઉપર ક્યાંયે વસ્ત્ર દેખાતું નથી. દૂરથી જોનારને ભલે એક ક્ષણ બ્રમણ થાય, પરંતુ વાસ્તવિક રીતે વસ્ત્રનું નામ નિશાન પણ નથી, છાતીને ભાગ સાફ દેખાય છે. પ્રતિમાની મુખાકૃતિ ભવ્ય અને મનહર છે. પ્રાચીન સમયમાં જૈન મૂર્તિઓ કેવી ભવ્ય અને કલામય બનતી તે આજે બરાબર ધ્યાનમાં રાખવા યોગ્ય છે. મુખમાં જે આંખને ભાગ છે તે પણ બહુ જ દર્શનીય છે. અર્ધ મુકુલિત આંખમાં અંદર ચાંદીની સફેદાઈ છે અને વચમાં કીકીને આકાર છે, જે આ મૂર્તિઓ વેતાંબરીય છે તે સાફ સાફ બતાવી આપે છે. બૌદ્ધ મૂર્તિ આવી નથી હોતી. વિશાલ અને ઊંચું લલાટ છે. માથા ઉપર કેશનું બનાવેલું ઊંચું શિખામંડલ છે. પાછળના ભાગમાં મનહર ભામંડલ છે. એક લાંબી પાટ જેવું બનાવી બે ભાગ તેમાં જેડી ૧. આવી વસ્ત્રની ઘેડવાળા આસન ઉપર બિરાજમાન કરેલી મૂર્તિઓ મથુરાના કંકાલીટીલામાંથી નીકળેલી લખનૌના મ્યુઝીયમમાં છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44