Book Title: Jain_Satyaprakash 1941 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૬ ચાય વિચરતા વિચરતા આવ્યા અને ઉપદેશથી અનેક ભવ્યાત્માઓનાં ચિત્તને આર્જિત કરવા લાગ્યા. શ્રાવક મિત્રશ્રી પણ વ્યાખ્યાન શ્રવણ માટે તેમની પાસે જતા હતા. તેમની વિપરીત પ્રરૂપણાથો આ શ્રાવકને હૃદયમાં દુ:ખ થતું હતું. તેમને સત્ય માર્ગે લાવવાની તીવ્ર નમન્ના તેના મનમાં જાગી હતી. પરંતુ શાસ્ત્રાર્થ કરીને હરાવવાની શક્તિ તે ધરાવતા ન હતા, તેથી તે આવા શક્તિસમ્પન્ન આચાર્યને ઠેકાણે લાવવા અનેક યુક્તિ પ્રયુક્તિએ વિચારી રહ્યો હતા. એકદા તેને એક યુક્તિ સ્ફુરી આવી. પ્રથમ તે તે આ આચાર્યના અંગત ભક્ત બન્યા. સેવા સુષામાં ભાગ લેવા લાગ્યા તે એક દિવસ પ્રસ’ગ પામી સર્વ સાધુઓ સહિત આ આચ`શ્રીને નિમંત્રણુ કરી પેાતાને ઘેર લાભ લેવા માટે ખેલાવી ગયા. તેની પૂર્ણ ભક્તિ જોઇ સ્માચાર્યશ્રી અકલ સાધુએ સાથે તેને ધરે પધાર્યા. ખાજો પર આચાર્યશ્રી આદિને બેસારી ગુઢુલી કાઢી. વાષક્ષેપ પ્રમુખથી તેમની પૂન્ન કરી વંદન કરી ને પછી તેમને વહેારાવવા માટે આહાર પાણી વમ પાત્ર વગેરે લાવ્યા. મહારાજે વડારવા માટે પાત્ર તૈયાર કર્યું. એટલે શ્રાવકે આહારમાંથીદરેક મિષ્ટાન્ન વગેરેમાંથી છેલ્લા એક એક કણુ લઇ વહેારાવ્યા, પાણીનુ એક બિંદુ વહેારાવ્યું ને વસ્ત્રમાંથી પણ એક તાંતણા જ વહેારાવ્યા. ભક્ત શ્રાવકના આવા વિચિત્ર વર્તનથી તિગુપ્તાચાર્ય આશ્રય પામતા તેને કહેવા લાગ્યા કે શ્રાવક ! શું આવા આડંબર પૂર્વક અમને અહી આમત્રી અમારી મશ્કરી કરે છે. પ્રસ'ગ પામી મિત્રશ્રીએ કહ્યું કે— ગુરુ મહારાજ ! પદાર્થોં માત્રને અન્તિમ અવયવ એ જ અવયવી છે એ આપશ્રીને સિદ્ધાન્ત છે. જો તે સિદ્ધાન્ત યથાથ હોય તે। મે' આપની મશ્કરી શી કરી? ને જો એમ ન હાય તો કહેા કે આ સિદ્ધાન્ત અસત્ય છે, અન્તિમ અવયવ આખા અવયવીનું કાય જો ન કરતા હાય તે તેથી તમને આ અન્ન-પાન-વજ્રપાત્ર વગેરેના છેલ્લા અવયવ સંતેાષ ન પમાડતા હાય તા તેવા અવ્યવહારૂ (છેલ્લા અવયવમાં અવયવી માનવા રૂપ) વિચારમાં તમને મિથ્યા આગ્રહ શાથી થયા? ઘટ પટનું કાર્ય કરતા નથી. તેમ પટના એક તંતુ પશુ કેંડીથી, લગ્નથી રક્ષણ કરવા વગેરે કાને કરતા નથી. વળી એક અવયવમાં પૂ અવયવી માનવા માટે નથી કાઇ ઉદાહરણ કે નથી કાઇ પ્રમાણ; નથી આપ્ત વચન કે નથી કાઈ યુતિ. માટે આપ આવા મિથ્યા વિચારને તિલાંજલી આપે! ને પ્રભુ શ્રીમહાવીરસ્વામીનું શાસન પામી તેમાં સ્થિર થાએ ! દુષ્કર્મ ખલાસ થવાથી; સદ્ભાગ્યને કાઇ ઉદય જાગવાને હાવાથી શ્રાવક મિત્રશ્રીના આ વચનાની તિગુપ્તાચાર્યને સવળી અસર થઇ, તેમને સત્ય સમજાયુ ને શ્રાવકને તેમણે ખમાવ્યો. પેાતાના જૂ′ વિચારને દૂર કરી સર્વ સમક્ષ સત્ય માના પુનઃ અનુયાયી થયા. પછી શ્રાવકે વિધિપૂર્વક અન્ન વસ્ત્ર પાત્ર વગેરે વહેારાવ્યાં. પછી તિષ્મગુપ્તાચાર્ય શિષ્યા સાથે ગુરૂ મહારાજ પાસે આવ્યા તે પેાતાના પાપનું પાયશ્ચિત્ત કર્યું, સન્મામાં સ્થિર થયા અને અનેક જીવોને પ્રતિખાધ કરી અન્તિમ આરાધના કરી અન્તિમ અવસ્થામાં આત્માને સુધારી સદ્ગતિના ભાજન થયા. इति निहूनवषादे द्वितीयो निह्नवः समाप्तः (ચાલુ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44