Book Title: Jain_Satyaprakash 1941 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૦] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૬ મનુષ્યમાં પ્રાયઃ સુખદુઃખ સમાન હોય છે. જ્યારે દેવોમાં વિશેષ સુખ ને અ૫ દુઃખ હોય છે. પરંતુ તે સર્વમાં શાશ્વત સુખ મેળવવાનો અધિકાર મનુષ્યને જ છે. ૫. આત્માને સંકોચ વિકાસ સ્વયં નથી થતો પણ કર્મના યોગે થાય છે એટલે આત્મા જ્યારે મુક્ત થાય છે જે શરીરને સદાને માટે ત્યાગ કરે છે ત્યારે તે જે શરીરમાં હોય છે તેમાંથી ભાગ કમ થઈને ૩ ભાગ પ્રમાણ રહે છે. હું ભાગ કમ થવામાં કારણ તે જ છે કે શરીરમાં ભાગ પિલાણ છે. પિલાણવાળા ભાગમાં આત્મપ્રદેશ રહેતા નથી. જ્યારે આત્મા કર્મ વિમુક્ત થાય છે ત્યારે તે પિલાણ પુરાઈ જાય છે અને ઘનરૂપે આત્મા ૩ ભાગને રહે છે. ૬. આત્માના વિભાગ કરવામાં આવે અર્થાત આત્મામાંથી નાનામાં નાના અણુઓ જેટલી છૂટા પડે તેટલા ટા પાડવામાં આવે છે તેવા અણુએ અસંખ્યાતા નીકળે. જો કે તે અણુઓ ટા પડી શકતા નથી. તે દરેક અણુને પ્રદેશ કહે છે ને તેથી આત્મા અસં. ખ્યાત પ્રદેશવાળા કહેવાય છે, તે સર્વ પ્રદેશથી સ પૂર્ણ આત્મા એ જ આત્મા છે. પણ આત્માને એક પ્રદેશ કે એક પ્રદેશથી ન્યૂન સર્વ પ્રદેશો આત્મા એવા વ્યવહારને પામતા નથી. ૭. આત્મા એક પરિણમી દ્રવ્ય છે. તેથી કઈ વખત સુખી તે કોઈ વખત દુઃખી, કેઈસમય જ્ઞાની તે કોઈ સમય અજ્ઞાની, કેઈ સમય પુરુષ તે કઈ સમય સ્ત્રી, ને કોઈ સમય નપુંસક, એ પ્રમાણે અનેકવિધ પરિણામને પામે છે. આથી કઈ એમ માનતું હોય કે એક વખત મુખ તે ભૂખ જ, દુઃખી તે દુઃખી જ, પુરુષ તે પુરુષ જ ને સ્ત્રી તે સ્ત્રી જ હંમેશને માટે રહે છે ને તેમાં ફેરફાર થતો નથી તે તે અસત્ય છે-મિથ્યા છે. ૮. જગતમાં રહેલ આત્માઓમાં કેટલાએક આત્માઓ ભવ્ય સ્વભાવના છે. કેટલાએક આત્માઓ અભવ્ય સ્વભાવના છે ને કેટલાએક આત્માઓ દુર્ભવ્ય સ્વભાવના છે. ભવ્ય એટલે મુક્તિ મેળવવાની યોગ્યતા ધરાવનાર, અભવ્ય એટલે મુકિતને માટે અયોગ્ય ને દુર્ભવ્ય એટલે કોઈ પણ સમયે જેને ધર્મ સામગ્રી જ મળવાની નથી તેવા જીવ. આ સર્વ આત્માઓનું સામાન્ય લક્ષણ આ છે: यः कर्ता कर्मभेदानां, भोक्ता कर्मफलस्य च ॥ संसर्ता परिनिर्वाता, स ह्यात्मा नान्यलक्षणः ॥ જે કર્મ ભેદોને કરે છે, કર્મના ફલને ભોગવે છે. સંસારમાં ભમે છે ને શાંત કરે છે તે જ આત્મા છે. અન્ય કોઈ રવરૂપવાળો નથી. તિષ્પગુણની મૂંઝવણ અને નિર્ણય ભગવાન મહાવીર સ્વામીને કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી ૧૬ વર્ષ બાદ આ પ્રસંગ છે: રાજગૃહ નગરમાં ગુણૌલ નામના ચૈત્યમાં અનેક મુનિઓથી પરિવરેલા વસુ નામના આચાર્ય મહારાજ વિરાજતા હતા. તેમને ચૌદ પૂર્વનું જ્ઞાન હતું, તેઓ સુતકેવળી તરીકે વિખ્યાત હતા. તેઓ શિષ્યને સારી રીતે ભણાવતા હતા. તેમના ભણનાર સર્વ શિષ્યોમાં ૧ પદાર્થમાંથી છૂટે ન પડી શકે તેવા નાનામાં નાના ભાગને પ્રદેશ કહે છે, અને છ પડી શકે તેવા નાનામાં નાના ભાગને પરમાણુ કહે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44