Book Title: Jain_Satyaprakash 1941 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭]. સમિતિને સહાયતા કાર્યાલય ચાલુ રાખવા અંગે જે ખર્ચ થાય તેની વ્યવસ્થા કરવાની વિચારણા કરવામાં આવી હતી. અને આ વિચારણાના અંતે દર વર્ષે જે કંઈ ખર્ચ થાય તેને પહોંચી વળવા માટે અમુક અમુક સગૃહસ્થ તરકથી વાર્ષિક અમુક રકમની મદદ મળતી રહે એવાં વચને મેળવવામાં આવ્યાં હતાં. આ વચને પાંચ વર્ષ માટેની મદદનાં હતાં. આ રીતે મુનિસમેલનને ઉપલે ડરાવ દયાનમાં રાખીને જુદાજુદા પૂજ્ય મુનિ મહારાજેએ સમિતિને આર્થિક સહાયતા કરવાને ઉપદેશ આપવાની તેમજ માસિક માટે લેખો વગેરે મોકલવાની કૃપા કરીને અમને જે સહકાર આપે છે તેની અમે સહર્ષ નેંધ લઈએ છીએ. પૂજ્ય મુનિસમુદાયના ઉપદેશથી પાંચ વર્ષની મદદમાં જે વચન મળ્યાં હતાં તે પ્રમાણે પાંચ વર્ષ સુધી સમિતિ તેમજ માસિકનું કામ ચાલતું રહ્યું. સં. ૧૯૬ના શ્રાવણ માસમાં માસિકનાં પાંચ વર્ષ પૂરાં થવાની સાથે સાથે આ મદદનાં વચને પણ પૂરા થતાં હતાં, એટલે આગળ કામ ચાલુ રાખવા માટે ખર્ચની શી વ્યવસ્થા કરવી એ પ્રશ્ન આવી ઊભો રહ્યો. કેમકે “શ્રી જન સત્ય પ્રકાશના માત્ર બે રૂપિયા જેટલા વાર્ષિક લવાજમમાંથી સમિતિ તેમજ માસિકના ખર્ચને પહોંચી વળવું કઈ રીતે શકય ન હતું, આગળ કામ ચાલુ રાખવું હોય તે અમારે બીજી મદદ મેળવવી જરૂરી હતી. એટલે હવે પછીના સમય માટે જૈન ગૃહસ્થ તથા સંસ્થાઓ નીચે જણાવેલા માર્ગમાંથી ગમે તે માગે સમિતિને મદદ કરી શકે એ નિર્ણય કરવામાં આવ્યું છે:– [૧] પાંચ વર્ષ સુધી દર વધે ૧૦૦, ૨૦૦ કે ૪૦૦ જેવી મોટી રકમની મદદ આપીને સમિતિના સંરક્ષક તરીકે નામ નૈધાવીને. (જૈમના તરફથી ઓછામાં ઓછી પાંચ રૂપિયાની મદદ મળશે તેમને સંરક્ષક ગણવામાં આવશે.) [૨] એકી સાથે ૧૦૦, ર૦૦ જેવી મોટી રકમની મદદ આપીને સમિતિના દાતા તરીકે નામ નોંધાવીને. (જેમના તરફથી ઓછામાં ઓછી એક રૂપિયાની વાદદ મળશે તેમને દાતા ગણવામાં આવશે.) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44