Book Title: Jain_Satyaprakash 1941 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭ ] મહાપાધ્યાય શ્રી યશોવિજ્યજી [ ૨૯૫] (૧૧) શ્રી ગુરુમહારાજની કૃપાથી મુનિ શ્રી જશવિજ્યજીએ ? એટલે શ્રી યશોવિજયજી ઉપાધ્યાય મહારાજે) પિતાની અગાધ બુદ્ધિના બળથી સ્વ અને ૫ર એમ બને સિદ્ધાન્તોના એટલે કે આચારાંગ આદિ સિદ્ધાન્તના અને યુતિ આદિ પરદર્શનના સિદ્ધાંતના પણ અમુક અંશે વિશાળ જ્ઞાનવાળા થયા. આ રીતે દીક્ષા લીધા બાદ અલ્પ સમયમાં અનેક શાસ્ત્રીના ક્રમસર અભ્યાસદારા તપરિચય મેળવવા સતત પ્રયત્નશીલ બન્યા હતાં. (૧૨) અનુક્રમે uિ. સં. ૧૬૯ માં શ્રી. જશવિજ્યજી આદિ શિખ સહિત ગુરુ મહારાજ શ્રી. નયવિજય, શામાનુગ્રામ વિહાર કરતા અને માર્ગમાં અનેક જીવોને પ્રતિબંધ પમાડતા રાજનગરમાં એટલે જૈનપુરી અમદાવાદ નગરીમાં પધાર્યા. (૧૩) અહીં (અમદાવાદ)માં વિ. સં. ૧૬૯૯માં અનેક સભાજનેની સમક્ષ શ્રી. જરા' જયજી મુનીશ્વરે આડ અવધાન કયાં, કે જેમાં તેમણે આ સભામાંના દરેકની આઠ આઠ વસ્તુઓ-કાઈનું ગણિત, કેઈનું કાવ્ય. એમ ૬૪ વસ્તુઓને બરાબર યાદ રાખીને અનુક્રમે તે વસ્તુઓના જવાબ કહી દેખાડયા – પિતાની સ્મરણશક્તિને પરિચય કરાવ્યો. શ્રી જશે જ્યનું બુદ્ધિબળ જઈને અમદાવાદનિવાસી શ્રાવક ધનજી સૂરા બહુ જ રાજી થયા. (૧૪) આ પરથી શ્રી ધનજી શેઠ શ્રી નવિજયજી મહારાજને વિજ્ઞપ્તિ કરી કે હે ગુરૂવય ! આપશ્રીના શિષ્ય શ્રી જશવિજયજી મહારાજ ઘણું સુલક્ષણ છે, ઘણું વૈરાગ્યવાળા છે અને ઘણું બુદ્ધિવાળા છે. માટે આવા બુદ્ધિમાન શિષ્યને છએ દર્શનના મોટા મોટા ગ્રન્થો ભણાવવા યોગ્ય છે, કારણકે આપના આ શિષ્ય એ દર્શનનાં શાસ્ત્રોમાં નિપુણ થઈને શ્રી જૈનશાસનના પ્રભાવને કરી શકે એવા છે. આ પ્રમાણે ધનજી શેઠે ગુરુ મહારાજને કહ્યું. (૧૫) ધનજી શેઠે જ્યારે શ્રી યશોવિજયજીને ભણાવવા માટે નવિજ્યજીને આગ્રહભરી વિનંતિ કરી ત્યારે ગુરુ મહારાજે પોતાનો અભિપ્રાય દશ કે--હે ધનજી શેઠ ! શ્રી જશવિજ્યજી ખરેખર સુલક્ષણ અને ઘણું જ બુદ્ધિશાળી શિષ્ય છે. જે એ દર્શનનાં શાસ્ત્રોમાં નિપુણ થાય તો અવશ્ય એ શાસન પ્રભાવના કરી જેનશાસનને દીપાવે તેવા છે. મારા શિષ્યની બુદ્ધિની પરીક્ષા તમેએ કરી તે યથાર્થ કરી છે. પરંતુ શિષ્યને ભણાવવાની બાબતમાં મોટી મુશ્કેલી એ છે કે છએ દર્શનના શાસ્ત્રોનું અતિવિશાળ જ્ઞાન પ્રાપ્ત કરવાનું મુખ્ય સ્થાન તે કાશી-વાણારસી નગરી છે કારણકે ત્યાં જ સુક્ષ્મ બુદ્ધિવાળા મહાન ન્યાય શાસ્ત્રીઓ, સાહિત્ય શાસ્ત્રીઓ, વેદાન્ત શાસ્ત્રીઓ ને દર્શન શાસ્ત્રીઓ વસે છે અને ગુજરાત વગેરે દેશોમાં વિશાળ, જ્ઞાન પ્રાપ્ત કરવાનું કે એવું પ્રસિદ્ધ સ્થાન નથી. વળી તે કાશીના શાસ્ત્રીઓ ત્યાં શિયાદિકને છએ દર્શનના જે મહાન ગ્રન્થ ભણાવે છે તે ધન વિના ભણાવી શકે નહીં. તેમજ અહીંથી કાશી સુધી જવું તે પણ મોટી મુશીબત છે. માટે એ બાબત બહુ વિચારણવ છે. () આ પ્રમાણે શિષ્યને કાશી લઈ જઈને ભણાવવા સંબંધમાં ગુરુ મહારાજે અધ્યાપકના પગારની મુશીબત બતાવી ત્યારે તે સાંભળીને ધનજી શેઠે કહ્યું કે-હે ગુરુરાજ ! આપે જે પગારની મુશીબત કહી તે સાચી છે. પરંતુ આવા મહાન બુદ્ધિશાળી અને શાસનપ્રભાવી શિષ્યને માટે અભ્યાસની સગવડ કરાવી દેવી એ અમારૂં કર્તવ્ય છે. માટે આ બાબતમાં હું રૂપાનાણુના ૨ ૦ ૦ ૦ (બે હજાર) દીનાર (મહોર) ખર્ચ કરવા તૈયાર છું. માટે આપ કાંઈ પણ સંકોચ રાખ્યા વગર શિષ્યને લઈ કાશી પધારો! આ પ્રમાણે ધનજી શેઠનાં વચન સંભાળી પિતાના શિષ્યને ભણાવવા માટે સારા મુદ' કાશી તરફ વિહાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44