Book Title: Jain_Satyaprakash 1941 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ બનાવ્યા તથા હિન્દી ભાષામાં પણ પ્રભુભક્તિનાં પદ વગેરે રૂપ અનેક પ્ર બનાવ્યા. એ ગ્રન્થ ઉત્તમ ભાવાર્થવાળા અને ગંભીર અર્થવાળા છે. એવા મહાન ગ્રન્થના રચનાર શ્રી યશોવિજયજી વાચકને હું વંદના કરું છું. (૫) શ્રતજ્ઞાનને ધારણ કરનાર એવા, ઉપાધ્યાય-વાચકરૂપી ગગન મંડલને દીપાવવામાં સૂર્ય સરખા, અને જગતમાં વર્તતા કુમતના ધર્મને માનનારા અને રાણી પી એવા દેવગુરુને માનનારાના દુર્મતને સ્યાદ્વાદશૈલીથી નાશ કરનારા, ધૈર્યગુણવાળા અને આચારાંગ વગેરે સ્વદર્શનના (જૈન દર્શનના) સિદ્ધાન્તોને તેમજ અતિએ આદિ પરદશનના સિદ્ધાનને જાણુનારા એવા શ્રીયશોવિજયજી વાચકવરને હું સર્વદા વંદના કરું છું. (૬) ધમાં જન સમુદાયથી પ્રશંસાપાત્ર થયેલા ગુજરાત દેશમાં વડાદરા પ્રા-તમાં કલોલ ગામ અને પાટણની વચમાં આવેલા કનેડા નામના ગામમાં જેમનો જન્મ થયો હતે તે શ્રીયશોવિજયજી ઉપાધ્યાયને વંદન કરું છું. (અહીં શ્રીઉપાધ્યાયજી મહારાજની જન્મભૂમિ તરીકે-કનેડા ગામ જણાવ્યું તે સુજવેલી ભાસ’ વગેરે ગ્રંથોના આધારે કહ્યું છે.) (૭) તેમના પિતાનું નામ નારાયણદાસ અને માતાનું નામ સૌભાગ્ય દેવી હતું આ માતાપિતાના એ મોટા પુત્ર હતા. તેમના નાના ભાઈનું નામ પદ્મસિંહ અને તેમનું પિતનું નામ જાવંત હતું. (૮) તે સમયમાં પવિત્ર ચારિવાળા પરમ પૂજ્ય પંડિત શ્રી નવિજયજી મહારાજ એ જીલ્લામાં વિહરતા હતા. તેઓ વિ. સં. ૧૬૮૭માં પાટણની નજીકમાં આવેલા કુણધર નામના ગામમાં ચોમાસું રહ્યા હતા. ત્યાં ચોમાસુ પૂર્ણ કરીને ગામેગામ વિહાર કરતા અને ભવ્ય જીવોને ધર્મદેશના દેવામાં નિરન્નર ઉદ્યમવાળા તે શ્રી નવિજયજી મહારાજ વિ. સં. ૧૬૪૮માં કન્નડા ગામે પધાર્યા. (૯) પિતાના ગામમાં ગુરમહારાજ પધારેલા જાણી સૌભાગદેવી નિત્ય પિતાના જશવંત ને પદમણી નામના બન્ને પુત્રી સહિત વ્યાખ્યાન સાંભળવા જતી હતી. ત્યાં શ્રી નવિજયજી ગુરુમહારાજની સંસારની અસારતા દર્શાવનારી વાણી સાંભળીને બણેને વૈરાગ્યભાવના જાગવાથી માતા અને બંને પુજા-એમ ત્રણે જણાએ નથવિજય) મહારાજના વરદ હસતે અણહિલપુર પાટણમાં વિ. સં: ૧૬ ૮૮માં દીક્ષા અંગીકાર કરી. (૧૦) ગુરુમહારાજે માતુશ્રી સૌભાગ્યદેવીના જશવંત નામે મોટા પુત્રનું મુનિ જશવિજય નામ સ્થાપ્યું, અને ન્હાના પુત્ર પદમણી મુનિ પદ્મવિજ્ય નામ સ્થાપ્યું. એમાં મુનિ જશવિજ્યજી એ જ જાણવા કે જેમનું આ રતન જીવનચરિ દર્શાવાય છે (દીક્ષા આપ્યા પછી માતાનું શું નામ રાખ્યું તે સંબંધી હકીકત જણાવી નથી) તે જ સાલમાં (૧૯૮૮માં) આચાર્ય શ્રી વિજયદેવરિજી મહારાજે બંનેને વડી દીટા આપી. ૧-કડુ; કહે, આવાં નામ પણ અન્યત્ર જણાવ્યાં છે, ૨-૫યસિંહ શ્રી યશોવિજયજી મહારાજના સહોદર ભાઇ હતા. નાના ભાઈ ઉપર માટી ભાઈ. પૂર્ણ લાગણી ધરાવતા હતા , એમ “શ્રી ગુરૂવવિનિશ્ચય ” આદિનો અંતિમ ભાગ વગેરે જોતાં નિર્ણય થાય છે જુએ છે પણ ર સ વિષયો કાત્ત : : : // તથા હિસાવિજ્ઞાનદિન પંહિતifધાર આ દીક્ષા સમયે બંનેની દસ કે બાર વર્ષથી મોટી ઉમર નહિ હેય, એમ એતિહસિક ગ્રંથના અવકનથી જણાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44