Book Title: Jain_Satyaprakash 1941 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭ ] મહોપાધ્યાય શ્રી યશોવિજયજી [ ર૯૯ ] (૨૯-૩૦) ત્યારબાદ શ્રી યશોવિજ્યજી મહારાજે વીસસ્થાનકનો ઉત્તમ તપ આરંભ્યો અને તેવા ઉત્તમ તપની આરાધનાવાળા શ્રી યશોવિજયજી મહારાજને પિતાના ગુરુ શ્રી વિજયદેવસૂરિની આજ્ઞાથી આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજે શ્રી સંધના બહુ ઉલ્લાસ પૂર્વક અને અષ્ટાક્ષિક વગેરે મોટા ઉત્સવ વગેરેના વિધાનપૂર્વક વિ. સં. ૧૭૧૮ માં (મહિને તથા તિથિ જણાવ્યાં નથી) શુભવાર શુભતિથિ શુભ નક્ષત્ર શુભાગ શુભલગ્ન સહિત શુભમુદતમાં અત્યંત આનંદથી ઉપાધ્યાય પદવી આપી. ત્યારથી શ્રી યશોવિજ્યજી મહારાજ ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી થયા. અને પ્રથમ કાશીનગરમાં કાશીને વિદ્વાનોએ ન્યાયવિશારદ પદવી આપી હતી અને ન્યાયના ૧૦૦ ગંથો બનાવવાથી “ન્યાયાચાર્યપદ પણું આપ્યું હતું. તેથી શ્રી યશવિજ્યજી મહારાજ હવે ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહેપાધ્યાય શ્રીમદ્દ યશોવિજ્યજી એવા વિશિષ્ટ નામને ધારણ કરનારા થયા. (૩૧) પિતાના બનાવેલા અધ્યાત્મમત પરીક્ષા વગેરે ગ્રન્થમાં અધ્યાત્મનો વિષય; ન્યાયખડ ખાદ્યવૃત્તિ વગેરે ગ્રન્થમાં ન્યાયને વિષય અને યોગવિશિકાગૃતિ તથા પાતાંજલોગની શાસ્ત્રચતુર્થપાદની વૃત્તિ વગેરેમાં વેગનો વિષય એ પ્રમાણે અધ્યાત્મ, ન્યાય અને યોગના વિષયો જેમણે પોતાના બનાવેલા ગ્રન્થમાં ચર્ચેલા છે, અને તે ઉપરાન્ત કર્મપ્રકૃતિની વૃત્તિ આદિમાં કર્મ વગેરે વિષય અને બીજા પણ બનાવેલા અનેક ગ્રંથમાં ધર્મ વગેરે વિષયે ઘણું ચર્ચા છે, તેવા ઉત્તમોત્તમ ગ્રન્થોના રચનાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનું જે પુરુષો નિત્ય રમણ કરે છે તેવા ભાગ્યશાળી પુરુષને ધન્ય છે. (૩૨) ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજ ગ્રામાનુગ્રામ વિચરતા અનુક્રમે ગુણ યુગ હય ઇન્દુ વર્ષે એટલે ૧૭૪૩ને વિક્રમ સંવત્સરમાં દર્ભાવતી નગરીમાં પધાર્યા. આ દર્ભવતી એટલે વડોદરા પ્રાન્તમાં આવેલ અત્યારનું ડભાઈ નામનું ગામ સમજવું કે જે વડોદરાથી લગભગ બારેક ગાઉ દૂર છે, જ્યાંને મનહર કારીગરીવાળા હીરા કડીઆને ચણેલા કિલ્લા હજી પણ પ્રસિદ્ધ છે, અને જે પ્રથમ વીરધવલ રાજાની રાજધાનીનું નગર હતું. આ ડભેઈમાં વિ. સ. ૧૭૪૩માં મહા સુદ પાંચમે (વસંત પંચમીએ) ઉપાધ્યાયજી મહારાજ અનશન વિધિ સહિત ઉત્તમ મરણસમાધિ પૂર્વક સ્વર્ગ પદ પામ્યા એટલે કાળધર્મ પામ્યા. વર્તમાન સમયે ડભોઇ નગરની બહાર તેમનો તૂય (દેરી) વિધમાન છે. અહી વિ. સં. ૧૭૪૫ની મૌન એકાદશીએ શ્રો ન્યાયાચાર્યની પાદુકા પધરાવી છે. નેમિસાગર રાસ (૬) શ્રી. દેવાદાસ્પૃદય કાવ્ય (માધસમસ્યાપૂર્તિ તેના કર્તા શ્રી વિજય ઉપાધ્યાય રચના સં.-૭૨૭) () દિવિજય મહાકાવ્ય વગેરે ગ્રંથોમાં શ્રી. વિજયદેવસૂરિમહારાજનું જીવન ચરિત્ર વિસ્તારથી વર્ણવ્યું છે. ૬. શ્રી વિજદેવસૂરિજી મહારાજની હયાતીમાં (૧૧ માં પટ્ટધર) શ્રી વિજયસિંહસૂરિજી મહારાજ (જન્મ–મેડતામાં ૧૬૪૪ માં, દીક્ષા--૧૬૫૪, વાચક પદ-૧૧૭૨, સૂરિપદ-૧૬૮૨, સ્વગ-૧૭૧ભાં) ૬૬ વર્ષની ઉંમરે કાલધર્મ પામ્યા, તેથી શ્રી વિજયદેવસૂરિજીએ પોતાની પાટે વિજયપ્રભસૂરિને સ્થાપ્યા. શ્રી ઉપાધ્યાયજી મહારાજ પણ ૧૧ માં પટ્ટધર તરીકે શ્રી વિજયપ્રભસૂરિને વકૃત ગ્રંથની પ્રશસ્તિમાં જણાવે છે. તેમની બીના સંકમાં આ પ્રમાણે જાણવી-જનમ-કચ્છમાં, દીક્ષા-વિ. સં. ૧૬૮૬ માં પંન્યાસપદ-૧૭ માં, રસૂરિપદ-ગંધારનગરમાં ૧૭૫૦ માં, સ્વર્ગવાસ ૧૭૪૯ માં.. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44