Book Title: Jain_Satyaprakash 1941 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૮૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૬ કષ્ટોને નાશ કરે છે. [૧૩] અહીં મંદિરની લક્ષ્મી માટે શ્રેષ્ઠ, પ્રાણીઓના સમૂહને ઉપકાર કરવામાં એક વ્રતવાળા અને જેમના ચરણ કમળ દેવતાઓના સમૂહે આનંદ પૂર્વક સેવ્યા છે એવા શ્રી. મુનિસુવ્રતસ્વામી હંમેશાં તમારા કલ્યાણ માટે થાઓ [૧૪] શ્રી પ્રતિષ્ઠાન તીર્થને ક૫ સજજનપુરૂષોના કલ્યાણ માટે શ્રી. જિનપ્રભસૂરિએ રચ્યો છે[૧૫.
છે ઇતિ શ્રી. પ્રતિષ્ઠાનપત્તન ક૫ છે
[૩]
અપાપાપુરી (સંક્ષિપ્ત) કલ્પ વનપ્રદેશમાં અત્યંત પીડાથી દુઃખ પામેલા, અંતિમ જિનેશ્વર શ્રી. વીરપ્રભુના રીસાની સળીઓવાળા બે કાનના છિદ્રમાંથી સિદ્ધાર્થના કહેવાથી ખરક નામના વૈદ્ય શલ્ય કાશે છતે મેટા ચીત્કાર શબ્દ વડે કંપી ઊઠેલ પર્વતની ગુફા, જે નગરીની પાસેના ભાગમાં રહેલી આજ પણ જોવાય છે. (૧) જ્યાં ચરમ જિનેશ્વર શ્રી. મહાવીર પ્રભુએ જંભિકાવનથી મહસેન નામના વનમાં વૈશાખ સુદ અગિયારસની રાત્રિએ આવીને સારા વિદ્યાર્થીઓ એવા ગૌતમ વગેરે અગિયાર ગણધરને દીક્ષા આપી અને ત્રિપદી વડે સંસારરૂપ સમુદ્રને તરવામાં વહાણ સમાન દ્વાદશાંગીની રચના કરી. (ર) જે (પુરી)માં થી. હસ્તિપાલ નામના રાજા વડે સ્થાપન કરાયેલ શ્રી. વર્ધમાનસ્વામીએ બે દિવસ અનશન કરી છેલ્લી દેશનાવૃષ્ટિ આપીને શુકશાળામાં આ માસના સ્વાતિનક્ષત્રની અમાવસ્યાની રાત્રે અત્યંત સુખસ્વરૂપ લક્ષ્મીના ગૃહ સમાન મોક્ષસુખ પામ્યા તે, પુરીઓમાં શ્રેષ્ઠ શ્રી પાપાનગરી મનુષ્યને પાપ હિત કરે. (૩).
જેમાં આજ પણ મૂર્તિની સ્થાનવાળા પર્વતે પ્રભાવ બતાવે છે, અને જ્યાં રાત્રિએ તેલ વિનાની ને પાણીથી ભરપૂર એવી ગુફામાં ગૃહમણિઓ બળે છે, જે અત્યંત આશ્ચર્યની ભૂમિ એવી જિનેશ્વરના સ્તૂપથી સુંદર સ્વરૂપવાળી છે તે શ્રેષ્ઠ અપાપાનગરી વચ્ચે અને પહેલાં યાત્રાળુઓના કલ્યાણ માટે થાઓ. (૪)
છે ઇતિ શ્રી અપાપાક૯૫ છે
* આ પલ્પ સિંધી જૈન ગ્રંથમાલા પ્રકાશિત “વિવિધતીર્થય ને ૨૫માં પાને છપાયેલ છે.
સ્વીકાર ૧ ધાતુviાય તથા સાહિ કરા–-સંપાદક મુનિરાજ શ્રી દક્ષવિજ્યજી. પ્રકાશક-શ્રી કષભદેવજી મહારાજની પેઢી, ઝઘડીયા, મૂલ્યસદુપયોગ.
૨ પરમાત્મ સંગીત રસ જોતસ્વિની–રચયિતા-મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી, પ્રકાશક- શ્રી જૈન સાહિત્યવર્ધકસભા, જૈન ધર્મશાળા, ગોપીપુરા- રત. મૂલ્ય આઠ આના.
For Private And Personal Use Only