Book Title: Jain Satyaprakash 1939 07 SrNo 48
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ ક ૧૨] શ્રી નમસ્કાર મહામંચ-મહાભ્ય [પાછળ] ૪. ‘આ’–એટલે ઇષ-કાંઈક-અપરિપૂર્ણ અને “ચાર' એટલે હેરિક-દૂત, એ બે ભેગા થાય એટલે આચાર શબ્દ થાય. તેને અર્થ ચાર જેવા એમ કરી શકાય એટલે યુક્તાયુક્ત વિભાગનું નિરૂપણ કરવામાં જે ચતુર શિષ્યો તે શિષ્યોમાં યથાર્થ શાસ્ત્રને ઉપદેશ કરવામાં જેઓ સાધુ (નિપુણ) તે આચાર્ય કહેવાય.' આ પ્રમાણે જુદી જુદી રીતે આચાર્ય શબ્દના અર્થ કરવામાં આવે છે. ૨ એ આચાર્ય ભગવાન પાંચ આચારને અનુષ્ઠાનરૂપે પોતે આચરે છે, વ્યાખ્યાનદ્વારા તેનો ઉપદેશ આપે છે, અને પડિલેહણ આદિ ક્રિયા દ્વારા એ આચાર દર્શાવે છે, તેથી મુમુક્ષુઓથી તેમની સેવા કરાય છે. આચાર્ય ભગવાન સૂત્ર અને અર્થ બન્નેના જાણકાર હેય, ઉત્તમ લક્ષણવાળા હોય, ગછના મેઘીભૂત એટલે આધારભૂત સ્થંભ-નાયક હાય, ગણુની ચિંતા પ્રર્વતક આદિને સેપેલી હોવાથી તેનાથી મુક્ત થયેલા હમેશાં પંચાચાર પાળવામાં ઉધમવંત હોય અને બીજાઓની પાસ પળાવવામાં ઉપદેશથી અને ક્રિયાથી સાવધાન હોય, તપ, નિયમ અને જ્ઞાનરૂ૫ રક્ષપર આરૂઢ થયેલા અનન્ત જ્ઞાનવાળા તીર્થકર ભગવાન ભવ્ય જનોને બોધ કરવા માટે તે વૃક્ષ પરથી જ્ઞાનરૂપ પુષ્પની વૃષ્ટિ કરી ગયેલા છે અને તે પુષ્પને બુદ્ધિરૂપી પટમાં ગણધર મહારાજાએ ઝીલી લઈ સૂર બૂચી રાખ્યાં છે તે સૂત્રો અને તેના અર્થનું જ્ઞાન પોતે મેળવેલું હોય છે અને તે જ્ઞાન તેઓ શિષ્યોને આપવા માટે હંમેશાં તત્પર હોય છે, અનેક પ્રકારે શામાં ગણવેલા, છત્રીશ ગુણેએ કરીને જેઓ યુક્ત છે, તથા આચાર સંપત, ચુત સંપત, શરીર સંપત, વચન સપત વાચન સંપત, પ્રગતિ સંપત અને સંગ્રહપરિજ્ઞા સંપત એ આઠ પ્રકારની સંપત્ અથવા વિભૂતિવાળા, તેમજ આચારવિનય, મુતવિનય, વિક્ષેપણ વિનય, અને દોષપરિધાત વિનયએ ચાર પ્રકારના વિનય યુક્ત હેવાથી જેઓ પરમ ઉપકાર કરી રહ્યા છે એવા સ્વપર હિતકારી આચાર્ય ભગવાન સર્વદા પૂજ્ય છે. એમને કરે નમસ્કાર પણ અરિહંત અન સિદ્ધ ભગવાનને કરેલા નમસ્કારની માફક હજારો ભવથી મુકાવે છે, બેધિબીજની પ્રાપ્તિ કરાવે છે, અપધ્યાન દૂર કરે છે અને પરમ મંગળરૂપ છે. આવા પરમ હિત કરનાર શ્રી આચાર્ય ભગવાનના ગુણગ્રામનું સ્મરણ કરવા પૂર્વક આપણે વંદન કરીએ. જે આચાર્ય ભગવાન પાંચ પ્રકારના આચારને પોતે આચરે છે અને કોના અનુપ્રહ માટે સદા પ્રકટ કરે છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. १ आ इषत् अपरिपूर्णा इत्यर्थः। चारा हेरिका ये ते आचाराः चारकल्पा: इत्यर्थः। युक्तायुक्तविभागनिरूपणनिपुणा विनेया:, असस्तेषु साधवो यथाबग्छास्त्रार्थोपदेशकतया इति आचार्या । ૨ જુએ વિ. આ. મા. ૩૦ • જો આ. મા. ૧૦૯૪-૯૫ જ જુએ મ. સા. ગા. ૫૪૧ થી ૫૪ પૃ. ૨૮-૨૯ ૫ એ આવશ્વા સૂત્ર, . ૪૪૮ ૧ જ સિરિષાવહા ગા. ૨૩૬ થી ૧૨૪૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40