Book Title: Jain Satyaprakash 1939 07 SrNo 48
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ અંક ૧૨] પ્રતિમા–લેખે [ ૫૯૫ ] પ્રબંધ ચિન્તામણિ, તીર્થકલ્પ–વવિધ તીર્થક૯૫, અને ચતુર્વિશતિ પ્રબંધ -પ્રબંધકેશ વગેરે ગ્રન્થરનો દષ્ટિગોચર થાય છે કે જે ગ્રંથો જૈન સાહિત્યના ઇતિહાસમાં પ્રમાણભૂત મનાય છે. ઈતિહાસ એ એવી મહત્વની વસ્તુ છે કે આપણે એને કોઈ પણ પ્રકારથી તેજી શકતા નથી. એનું કારણ એક જ છે કે ઈતિહાસથી જ દેશનું અસ્તિતત્વ, ગૌવ, આચાર, વિચાર, પ્રકૃતિ, ધર્મ આદિ બાબતનું જ્ઞાન થાય છે, એટલું જ નહિ પણ ઇતિહાસ જોઇને રાજાએ પોતાની પ્રજાને પાળવામાં સમ્પ પ્રકારે સમર્થ થાય છે. ઈતિહાસ બુદ્ધિમાન રાજાઓને સારા માર્ગમાં પ્રવૃત્તિ કરાવવામાં સદગુરૂ સમાન છે. ઈતિહાસ રાજનીતિ વિશા રદોનું જીવન છે, અને પુરાતત્ત્વવેત્તાઓનું સર્વસ્વ છે. કવિઓની ચતુરતાને આધારરૂ પી તંભ છે, સારા નરેન્ડેની કીર્તિ ચંદ્રિકાને ચંદ્રમાં છે. ઇતિહાસ એક અણિત પ્રભાવ - - પૂર્વક સમાવેશ કરવામાં આવ્યું છે અને તે ગ્રન્થ મૂળ ઘણું સમય પહેલાં નિર્ણયસાગર પેસે છપાવ્યો હતો પણ તે અશુદ્ધ હતો માટે તેનું ભાષાંતર આત્માનંદ સભાએ કરવી ફરી પ્રકાશિત કર્યો. તેમાંની મુનિ શ્રી કલ્યાણવિજયજીની પલોચના છતહાસકારોને માટે બહુ ઉપયોગી થઈ પડશે એમ મારે ધારવું છે. અત્યારે એ મૂળ સંસ્કૃત ગ્રંથનું સંપાદન પુરતત્ત્વવિદ્ બી જિનવિજયજી કરી રહ્યા છે અને થોડા જ સમયમાં બહાર પડશે. ૩ આ ગ્રન્ય શ્રીમાન મેરૂતુંગાચાર્યે વિ. સ. ૧૩૬૧ માં વર્ધમાન પુર (વઢવાણ) માં ફાગણ સુદ પૂર્ણિમાએ સમાપ્ત કર્યો. આ ગ્રંથમાં ચાવડા અને સોલંકીઓને ઇતિહાસ ખૂબ વિસ્તાર પૂર્વક આપવામાં આવે છે. તે ગ્રન્ય પહેલાં રામચંદ્ર દીનાનાથે છપાવ્યું હતું, પણ આધુનિક દષ્ટિએ એ બરાબર કામ આપે તે રહ્યો નહતો. તેનું ગુજરાતી ભાષાંતર પણ ફાર્બસ સભાએ પ્રકાશિત કર્યું છે અને સંસ્કૃતમાં શ્રી જિનવિયજઇએ બહાર પાડે છે. ૪ આ ગ્રન્ય સંવત ૧૩૮ ૫ થી માંડીને સં. ૧૩૮૯ માં ભાદ્રપદ વ. ૧૦ ને દિવસે ગિનીપતન” (દિહી) માં સમાપ્ત થયો એમ ગ્રખ્યાતે સૂચવવામાં આવ્યું છે. એ ગ્રન્થના કર્તા ખરતરગચ્છીય શ્રી જિનસિંહસૂરિજીના શિષ્ય આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી છે. આ ગ્રન્થમાં અનેક જૈન તીર્થોને ઇતિહાસ આપવામાં આવેલ છે, એટલું જ નહિ પણ ક્યા કયા રાજાના સમયમાં કોણે કોણે તીર્થોદ્ધાર કરાવ્યા વગેરે બાબતનું જ્ઞાન કરાવવામાં આ એક જ ગ્રન્ય સાધનરૂપ છે એમ કહી શકાય. આ ગ્રન્ય ઉપરથી જ ઘણાખરાં પ્રાચીન ગામોની શેખેળ ગવર્નમેન્ટ કરી છે અને ભૌગોલિક દષ્ટિએ આ ગ્રન્થ અત્યુત્તમ હેવાથી તેને અમુક ભાગ બંગાળ એશિયાટિક સોસાયટીએ ઘણું સમય પૂર્વે છપાવ્યું હતું અને અત્યારે સંપૂર્ણ શ્રી જિનવિજયજીએ છપાવ્યું છે. ૫ આ ગ્રન્ય સંવત્ ૧૦૫ જેઠ સુદ પાંચમેં મલધારી શ્રી અભયદેવસૂર સંતાનીય શ્રી રાજશેખરસૂરિજીએ દિલ્હીમાં સમાપ્ત કર્યો. એ ગ્રન્થમાંના ૨૪ પ્રબંધનું ઐતિહાસિક દષ્ટિએ વિલેણ થવાની આવશ્યકતા છે. તેનું મૂળ અનુવાદ સાથે ફાર્બસ સભાએ Jain Educatioળપ્રાશ્ચિત કર્યું છે, તથા શ્રી જિનવિજયજીએ પાગુ બહાર પાડયું છે. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40