________________
મુંબઈના શ્રી ગેડીજીના દેરાસરના કેટલાક અપ્રસિદ્ધ
પ્રાતિમાલેખો સંગ્રાહક અને સંપાદક-મુનિરાજ શ્રી કાંતિસાગરજી ભારતીય ઈતિહાસનું આલેખન કરવામાં તામ્રપ, દાન, પ્રાચીન સીકકાઓ, પ્રાચીન રાસાઓ, પ્રાચીન પટ્ટાવાલીઓ, તીર્થમાલાઓ, હસ્તલિખિત પ્રતની પુષ્પિકાઓ, પ્રાચીન
ઐતિહાસિક પ્રબંધ, પ્રાચીન શિલાલેખો, રાજવંશાવલીઓ અને ધાતુની પ્રતિમાઓ પાછળ કોતરેલા લેખો, તથા પાષાણુની પ્રતિમાના પાછળના ભાગમાં ઉરકીર્ણ લેખે વગેરે મુખ્ય માધને ગણવામાં આવે છે. અત્યાર સુધી જેટલાં ઈતિહાસનાં પુસ્તક લખાય છે તેમાં ઉક્ત સાધનેને સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યું છે.
ભારત વર્ષના ઇતિહાસ-ક્ષેત્રમાં જૈન સાહિત્યનું એક વિશિષ્ટ સ્થાન છે એમાં કોઈ ના કહી શકે તેમ નથી, એટલું જ નહિં પણ આપણે કોઈ પણ ઇતિહાસનું પુસ્તક જોશું તે તેમાં જન સાહિત્યને એકાદ પુરો તે હશે જ, પછી ભલે તે પુસ્તક ભારતીય વિદ્વાને લખ્યું હોય કે પાશ્ચાત્ય વિદ્વાને આલેખ્યું હોય. એનું કારણ એક જ છે કે પ્રાચીન સમયમાં જૈનાચાર્યોને રા –રાજાઓ સાથે ઘનિષ્ટ સંબંધ હતું એટલે જેટલો ઈતિહાસ રાજ્ય સંબંધી જૈન સાહિત્યમાં જોવામાં આવે છે તેટલો બીજા કોઈ પણ સાહિત્યમાં ભાગ્યે જ મળતું હશે.
સાહિત્યના ઇતિહાસ વિભાગમાં નજર કરીએ તે “કથાવલી૧ [નિર્માતા ભદેશ્વરસૂરિજી, આ કથાનકોને સમય આશરે બારમે સેક મનાય છે કે, પ્રભાવક ચરિત્ર
૧ આ કથાવલીની એક પ્રત તાડપત્ર પર લખેલી પાટણમાં સંઘવી પાડાના જ્ઞાન ભંડારમાં વિદ્યમાન છે. તેની પ્રશસ્તિ નીચે પ્રમાણે છે –
8 TE: સર્વે नमिऊण नाइ (हि) जाणिय देवं सरस्सइ-गुरुण माहप्पा । विरपमि चरियसारं कहावलीमबुहसुहलोह ॥ १॥ धम्मत्थ-काम-मोक्खा पुरिसत्था ते अ सुत्तिआ जेहिं ।
पढममिह बेमि ते चिय रिसहेसर-भरहचकित्ति ॥ २ ॥ ग्रंथायं १२६०० संवत् १४९७ वर्षे वैशाख वदि १२ बुधे अघेह श्रीस्तंभतीर्थे महं मालासुत सांगा लिखितं ॥
આ પુસ્તક પ્રાકૃત ભાષાનું છે અને તદ્દન અપ્રસિદ્ધ છે. બહાર પડવાથી ઐતિહાસિક બાબતપર ઘણો પ્રકાશ પાડશે
૨ આ ઐતિહાસિક ગ્રંથ “પ્રભાવિક ચરિત્ર” વિ. સંવત ૧૩૩૦ ના ચૈત્ર શુદિ સાતમે પ્રભાચંદ્રસૂરિજીએ નિર્માણ કર્યું, તેમાં અનેક આચાર્યોના પ્રબધાને ખૂબ વિસ્તાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org