Book Title: Jain Satyaprakash 1939 07 SrNo 48 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ [૫૭] શ્રી જૈન સત્ય પ્રકાશ તુંબડાની માફક કર્મમલ દૂર થવાથી નિઃસંગપણથી, કર્મરૂપ બંધનનો છેદ થવાથી એરંડાના ફળની જેમ બંધન છેદથી, તથા ધૂમાડાની માફક સ્વભાવથી જેઓની ગતિ ઊ હોય છે તે સિદ્ધ ભગવાને મને સિદ્ધિ આપે. ઇતિહાગૃભાર એટલે સિદ્ધશિલાના ઉપર વિશે એક જોજનમાં લોકાન્ત છે ત્યાં જેમનું અવસ્થામાં પ્રસિદ્ધ છે તે સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપે. જેઓ અનન્ત છે, જેમને ફરી જન્મ લેવાનું નથી, જેઓને શરીર હેતું નથી, જેઓને કોઈ પ્રકારની પીડા હોતી નથી, અને જેઓને જ્ઞાન પગ અને દર્શને પગ સમયાન્તરે હમેશાં ચાલુ છે તે સિદ્ધ ભગવતે મને સિદ્ધિ આપે. જેઓમાં જ્ઞાનાદિ અનંત ગુણે વિદ્યમાન છે, જેમાંથી વદિ ગુણે જતા રહેતા હેવાથી જેઓ વિગુણપણ કહેવાય છે, જેમાં સંસ્થાન વદિ પ્રતિષેધરૂપ એકત્રિશ ગુણ રહેલા છે, અથવા અષ્ટ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા આઠ ગુણે જેમાં જણાય છે, અને જેઓને અનન્ત ચતુષ્ક (જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય) નિષ્પન્ન થયેલું છે તે સિદ્ધ ભગવતે મને સિદ્ધિ આપે. જેમ કોઈ જંગલને રહેનાર નગરના મોટા મહેલોમાં નિવાસ, મધુર રસવાળા ભજન વગેરે ગુણોને જાણતા છતે બીજા જંગલના રહેવાશીઓને તે જણાવવા અસમર્થ હોય છે તેમ જ્ઞાનીપણું જે સિહોના ગુણો જાણતાં છતાં બીજાને કહી બતાવવા સમર્થ નથી તે સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપે. જેને કોઈ કાળે અન્ન આવે તેમ નથી એવું અનન્ત, જેનાથી ઉત્કૃષ્ટ બીજું કોઈ હોઈ શકે નહિ એવું અનુત્તર, અને જેને જણાવવાનું કોઈ ઉપમા આપી શકાય તેવું નથી એવું અનુપમ, અને જેમાં સદાકાળ આનંદ રહેલું છે એવું સદાનન્દ સિદ્ધ સુખ જેઓએ સંપ્રાપ્ત કર્યું છે તે સિદ્ધ ભગવાને મને સિદ્ધિ આપે. આચાર્ય ભગવાનનું સ્વરૂપ હવે આપણે ત્રીજા પરમેષ્ઠી આચાર્ય ભગવાન વિષે વિચારણા કરીશું. પ્રથમ આપણે આચાર્ય' શબ્દના અર્થ સંબંધી વિચાર કરીએ, ૧. આચાર્ય—આ શબ્દ બે શબ્દ ભેગા થઈને થયેલ છે. આ અને “ચાર્ય ‘આ’ એટલે મર્યાદા પૂર્વક, અને “ચાર્ય એટલે સેવાય, “ચર ધાતુ ઉપરથી આ શબ્દ બને છે એ બે શબ્દ ભેગા થાય એટલે જે મર્યાદાપૂર્વક સેવા–સેવા કરાય તે એ અર્થ થઈ શકે, અર્થાત જિનશાસનના અર્થના ઉપદેશક હોવાથી તેની (જિન શાસનના અર્થની આકાંક્ષા રાખનારાઓથી જેઓ વિનયરૂપ મર્યાદાપૂર્વક સેવાય તે. ૨. જ્ઞાનાચાર, દર્શન ચાર, ચારિત્રાચાર, તમાચાર અને વીર્યાચાર–એ પાંચ પ્રકારના આચારમાં શ્રેષ્ઠ હોય તે આચાર્ય કહેવાય. ૩. ‘આ’–એટલે મર્યાદાપૂર્વક ચાર એટલે વિહાર; જેઓ મર્યાદાપૂર્વક વિહારમાં Jain શ્રેષ્ઠ છે તે આચાર્ય કહેવાય. www.jainelibrary.org For Private & Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40