Book Title: Jain Satyaprakash 1939 05 SrNo 46 47 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ [ ૧૩૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : “સાર્વ” રૂપ પણ થાય. અને સાર્વ” એટલે (૧) સર્વ જીવના હિતકરનાર, અથવા (૨) સર્વના–અરિહંતના-(બુદ્ધાદિ-અન્ય દેવના નહિ). આથી ‘સવ્વસાહૂણું એટલે સર્વ જીને હિત કરનાર સાધુઓ, અથવા અરિહંત દેવના સાધુઓ એવો અર્થ સમજાય. વળી સર્વને સાથે તે સવ્વસાહૂ એમ પણ અર્થ કરાય, એટલે સર્વ શુભ યોગોને સાધનાર; અથવા સાર્વને એટલે અરિહંતની આજ્ઞા પ્રમાણે વતીને આરાધન કરે તે “સવ્વસાહૂ’ કહેવાય; અથવા દુર્નોનું નિરાકરણ કરીને અ ને પ્રતિષ્ઠાપે તે “સવ્યસાદૂ કહેવાય. વળી “સબૈ’નું “શ્રવ્ય” અથવા “સભ્ય એવું રૂપ પણ થઈ શકે છે. એ રૂપ લઈએ ત્યારે શ્રવ્ય એટલે શ્રવણ કરવા યોગ્ય વાક્યમાં નિપુણ, અથવા સવ્ય એટલે અનુકૂળ કાર્યો કરવામાં નિપુર્ણ એમ અર્થ થાય. એ” શબ્દ વાપરવાનું કારણ એ છે કે “સર્વ ' શબ્દ દેશ સર્વતાને વાચક પણ છે તેથી અપરિશેષ સર્વત બતાવવા માટે “એ” શબ્દ વાપર્યો છે. એ એટલે મનુષ્ય લોકમાં. આ પ્રમાણે જુદા જુદા આ પદના અર્થો આપણે જોયા. સાધુ મહારાજને શા કારણથી નમસ્કાર કરવામાં આવે છે તે પણ તેમાં કેટલેક અંશે જોયું. એવા સાધુ મહારાજની કાંઈક વિશેષ સ્તવના કરીએ. જેઓ દર્શન, જ્ઞાન અને ચારિત્રાપ એકીભાવ પામેલા ત્રણ રત્નથી મેક્ષ માર્ગને સાધી રહ્યા છે તે સર્વ સાધુ મહારાજાઓને હું વન્દન કરૂં છું. જેઓની પાસેથી આર્ત અને રૌદ્ર એ બે દુષ્ટ ધ્યાને જતાં રહેલાં છે, જેઓ ધર્મ અને શુકલ એ બે ધ્યાને ધ્યાયી રહ્યા છે, અને જેઓ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા એ પ્રકારની શિક્ષા શીખી રહ્યા છે તે સર્વ સાધુ મહાત્માઓને હું નમસ્કાર કરું છું. જે મને પ્તિ, વચનગુપ્તિ અને કાલગુપ્તિ એ ત્રણ ગુપ્તિયુક્ત છે, માયાશલ્ય, મિથાત્વશલ્ય અને નિયાણુશલ્ય એ ત્રણ શલ્યથી રહિત છે, રસગારવ, રિદ્ધિગારવું, અને શીતાગારવ એ ત્રણ પ્રકારના ગારવ-અભિમાનથી વિમુકત થયેલા છે, અને જેઓ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ ત્રિપદીને પાળે છે તે સર્વસાધુ મહારાજને હું વાંદું છું. જેઓ રાજકથા, દેશકથા, ભક્તકથા અને સ્ત્રીકથા એ ચાર વિકયાથી દૂર રહેલા છે, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એ ચાર ભેદેવાળા ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયે જેમણે છોડેલા છે, અને જેઓ દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારનો ધર્મ પ્રરૂપી રહેલા છે, તે સર્વ સાધુઓને વંદન કરું છું. મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદે જેમણે ત્યજી દીધા છે, પાંચે ઈદ્રિયો જેઓએ જીતી લીધી છે, અને પાંચ સમિતિનું જેઓ પાલન કરી રહ્યા છે, એવા સર્વ સાધુ મહારાજેને હું નમસ્કાર કરું છું જેઓ પૃથ્વી આદિ કાયના જીવોનું રક્ષણ કરવામાં નિપુણ છે, હાસ્યાદિ છ જેઓએ ત્યજી દીધેલા છે, અને પાંચ મહાવ્રત અને છ રાત્રિભેજનવિરમણ વ્રત એ છ પ્રકારના વ્રત જેઓ ધારણ કરે છે, તે સર્વ સાધુ મહાત્માઓને હું નમસ્કાર કરૂં છું. ૧ જુએ સિરિવાલ કહા ગા. ૧૨૫૪ થી ૧૨૧ર. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44