Book Title: Jain Satyaprakash 1939 05 SrNo 46 47 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ અકે ૧૦-૧૧) શ્રી નમસ્કાર મહામંત્ર-સાહાન્ય [૫૯] આવા પરમ ઉપકારી ઉપાધ્યાય ભગવાનને કરેલા નમસ્કાર હજારો ભવથી મુક્ત કરાવે છે, બધી બીજની પ્રાપ્તિ કરાવે છે, અપધ્યાને દૂર કરે છે, અને પરમ મંગળરૂપ છે. એ ઉપાધ્યાય ભગવાનને મારે વારંવાર નમસ્કાર છે. હવે પાંચમા સાધુ મહારાજ વિષે વ્યાખ્યા વિચારીએ સાધુ” શબ્દના અર્થ પણ વિવિધ રીતિએ કરવામાં આવે છે, (૧) જ્ઞાનાદિ શકિતઓ વડે મોક્ષને જે સાધે છે તે સાધુ કહેવાય. સામાન્ય રીતે ઇચ્છિત અને જે સાધે તે “સાધુ” એમ સમજાય. પણ અહિં આપણે તે ભાવ સાધુ સંબંધી જ વ્યાખ્યા વિચારવાની છે, અને તેઓને ઈચ્છિત અર્થે મોક્ષ સિવાય બીજો હેઈ શકે જ નહિ, અને તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ શકિતઓથી જ પ્રાપ્ત થાય તેમ છે, તેથી સાધુ' શબ્દને અર્થ અહિં તે મુજબ કરવામાં આવે છે. (૨) એકાક્ષરી નિર્યુક્તિથી પણ એને અર્થ એ જ પ્રમાણે આવી શકે છે. તે “સાધુ” શબ્દમાં જે બે અક્ષરો રહેલા છે તેને અર્થ કરતાં જણાવવામાં આવે છે કે “સા' અક્ષરથી નિર્વાણ સાધક થાગોને (એટલે સમ્યગ દર્શનાદિ ઉત્તમ વ્યાપારોને) જે સાધે, અથવા સંયમ કરનારને સહાય આપે છે, એમ સમજવું; અને “ધ” અક્ષરથી સર્વ પ્રાણી માત્રમાં જે સમભાવનું સમપણાનું ધ્યાન કરે છે, એમ સમજવું. એટલે ભાવાર્થ એ નીકળે કે સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્રના વ્યાપારમાં સદા કાળ જેઓ મચી રહેલા છે અને પ્રાણી માત્રને સમભાવથી ખાઈ રહેલા છે એટલે કોઈના ઉપર રાગ કે દેશની પરિણતિ જેઓને થતી નથી તેઓ “સાધુ” કહેવાય. આવા સાધુ ભગવંતે વિષય સુખથી પાછા હઠી ગયેલા છે. વિશુદ્ધ ચારિત્રરૂપી નિય મથી યુક્ત છે, અને વાસ્તવિક ગુણોને સાધનારા હેઈ સદા આત્મકાર્યમાં ઉજમાળ હેયા છે, એટલું જ નહિ પણું તેઓ પરમાર્થ સાધનની પ્રવૃત્તિમાં મચેલા અને સંયમ પાળના અન્ય સાધુઓને અસહાયપણામાં સહાય આપવામાં સદા તત્પર હોય છે, તેથી તેઓ નમસ્કાર કરવાને ગ્ય છે. આ પાંચમાં પદમાં પ્રથમના ચાર પદે કરતા આપણે કોઈ વિશેષ શબ્દો જોઈએ છીએ. એ પદમાં “નમો સ્ત્રોઇ નવ સ” એ શબ્દો હોવાથી બીજા પદેના કરતાં “લોએ અને “સબ્ધ” એ બે શબ્દો વધારે આપણું જોવામાં આવે છે. એ શબદો આ પદમાં વધારે મૂકવાનું કારણ પણ આપણે સમજી લેવું જોઈએ. સાધુ અનેક પ્રકારના હોય છે જેમકે (A) સર્વવિરતિ પ્રમત્તાદિ, પુલાકાદિક, જિન ત્મિક. પ્રતિમાકલ્પિક, યથાલંદલ્પિક, પરિહારવિશુદ્ધિકલ્પિક, સ્થવિરકલ્પિક, સ્થિતકલ્પિક, સ્થિતપસ્થિતકલ્પિક, તથા કપાતીત; ૪) પ્રત્યેક બુદ્ધિ, સ્વયંબુદ્ધિ, બુધિત આવા અનેક ભેદ હોય છે. ક્ષેત્રથી ભારતાદિ બેઠવાળા હેય, કાળથી સુષમ, દુધમાદિકાળ ભેટવાળા હોય, તે સર્વ ગુણવાની અવિષે નખનીયતા પ્રતિપાદન કરવા માટે “સર્વ' શબ્દ જોડે છે. અરિહંતાદિ પદમાં એ શબ્દ નથી વપરાય છતાં પણ ઉપલક્ષણથી ત્યાં પણ એ સમજી લેવાનો છે. અથવા “સલ્વ' શબ્દનો અર્થ બીજી રીતે પણ થઈ શકે છે. “સબૂ’ શબ્દનું સંસ્કૃતમાં જુઓ આ ગા ૧૦૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44