Book Title: Jain Satyaprakash 1939 05 SrNo 46 47
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ [ ૫૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ તટસ્થ અને નિષ્પક્ષ છે. તેમની માન્યતા મુજબ શ્રી વાદિવસૂરિજી અને તેમના શિષ્યના હાથ તીર્થ સ્થાપના થઈ છે. વિવિધતીર્થ કલ્પના કતો જેઓ ખરતરગચ્છને જ છે, તેમના મતે શ્રી ધર્મઘોષસૂરિજી મ. ના હાથથી ચૈત્ય શિખરની ૧૧૮૧ પછી પ્રતિષ્ઠા થઈ છે. પદેશતરંગિણી, ઉપદે સપ્તતિ અને પટ્ટાવલી સંગ્રહમાં પણ શ્રી વાદિ દેવસૂરિજીના હાથથી તીર્થસ્થાપનાને ઉલ્લેખ મળે છે. - વાદ શ્રી દેવસૂરિજી મારવાડનાં ખૂબ વિચાર્યા છે. નાગોર અને મેડતા તરફ તેમને વધુ ઉપકાર છે. તેઓશ્રી નાગરમાં બિરાજમાન હતા ત્યારે સિદ્ધરાજ જયસિંહ ચઢાઈ લઈને નાગોર જીતવા આવ્યો હતો, પરંતુ વાદિ શ્રી દેવસૂરિજી ત્યાં બિરાજમાને છે એમ જાણી રાજા ચઢાઈ કર્યા સિવાય પાછો ચાલ્યા ગયે. નાગોરી તપાગચ્છ એમના નામથી ત્યાંથી નીકળ્યો છે. તેમની પરંપરાના યતિઓ-મહાત્માઓ આ જ પણ વિવામાન છે, એટલે આ બધું જોતાં શ્રી નાગચ્છીય આચાર્યનું લખાણ વધુ પ્રામાણિક છે એમ નિસ્સદેહ સિદ્ધ થાય છે, છતાંય ઈતિહાસમાં પક્ષાપક્ષી કે મમત્વને સ્થાન ન આપતાં સત્ય રવીકારવું એ જ હિતવાહ છે; એમાં જ ઈતિહાસની સાચી ગષણ અને સાચી સેવા છે. મારી માન્યતા મુજબ પુરાતન પ્રબંધ સંગ્રહકારનું કથન વધુ પ્રામાણિક અને સાચું છે તેનાં કારણે નીચે મુજબ છે – ૧ તેઓ સંવત, વાર અને તિથિ બરોબર ચોક્કસ આપે છે. વિવિધ તીર્થ કલ્પમાં તેવું સ્પષ્ટ નથી. અને નાહટાજીએ રજુ કરેલ ૧૨૩૪ના વિધિચૈત્યની સ્થાપના ૧૯લેખમાં પણું તિથિ અને વારને ઉલ્લેખ જ નથી. ૨ વિવિધ તીર્થ કલ્પકાર ફલેધીનું વિસ્તારથી વર્ણન આપે છે. ત્યાંના જિન બિંબના ભંગને અને એ ખંડિત બિંબ અદ્યાવધિ પૂન્મવાનો ઉલ્લેખ આપે છે, કિન્તુ વિધિચંત્યની સ્થાપનાનો કે તેના અસ્તિત્વને ઈશારો સર ય નથી કરતા. ૩ પુરાતન પ્રબંધ સંગ્રહના કથનને ઉપદેશતરંગિણી, ઉપદેશસતિ અને પટ્ટાવલીઓને પૂરેપૂરો ટેકે છે, જ્યારે ૧૨૩૪માં વિચિત્યની સ્થાપનાને ખાસ ખરતરગછીય કઈ પણ પદાવલીમાં સમર્થન કર્યાનું હજી સુધી વાંચવામાં આવ્યું નથી. ૪ પુરાતન પ્રબંધ સંગ્રહકાર જાણે જે વસ્તુ જેવી રીતે બની હોય તેનું જ સૂચન માત્ર કરે છે, વાદિ શ્રી દેવસૂરિજી અને તેમના શિષ્યોએ શું કર્યું તેનું સ્પષ્ટ શબ્દોમાં વર્ણન આપે છે, એટલે આ પ્રમાણ વધારે માનવા યુગ્ય છે એમ મને લાગે છે. બીજા ગ્રંમાં આટલું સરલ અને સ્પષ્ટ સૂચન નથી જ એ તે વાચકો સ્વયં સમજી શકશે. ઉપદેશ તરંગિણી અને ઉપદેશસપ્તતિ આદિ તે પુરાતન પ્રબંધ સંગ્રહને અનુસરતા છે એટલે ખરું મહત્ત્વ પુરાતન પ્રબંધ સંગ્રહકારનું જ છે. (સમાપ્ત). www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education International

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44