Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 62
________________ ૫૩ જ્ઞાન ભણનારા બાળકો માટે ખાવા પીવાને બંદે બસ્ત કરી આપ, તેમને પુસ્તક અપાવવાં વિદ્યાથીને અભ્યાસ સ્થા કરી આપવાં, એ પણ જ્ઞાન વૃદ્ધિ કરી પૂણ્ય-ઉપાર્જન કરવાને સ્તુતિપાત્ર માર્ગ છે. મહાભાગ્યવાન મુનિ મહારાજાઓને માટે મુનિરાજ મહાપાઠશાળા શ્રાવકેએ સ્થાપવી. તેમને જ્ઞાન લેવાનાં સાધનો કરી આપવાં એનાં જેવાં મહા પુણ્ય બીજા ભાગ્યેજ હોઈ શકે. પોતે પણ કલાક બે કલાકને આખી ઉમ્રભર ભણવાને આ ભ્યાસ રાખવો જોઈએ કે જેથી જ્ઞાનનું આવરણ તૂટી, ઝાય પ્રકાશ પ્રાપ્ત થાય. યાદ રાખવું કે ત્રણે લોકના નાથ શ્રી અરિહંત પરમાત્માને આપણે તો શું પણ શ્રી ઈદ્ર મહારાજ વગેરે સર્વે દેવ વંદન-નમન કરે છે, પુજન-દર્શન કરે છે તે શા માટે ? પ્રભુનાં ઉત્તમ જ્ઞાન માટે-પ્રભુને થયેલ કેવળ જ્ઞાનને માટેમાટે જ્ઞાનને જ માન આપવું, એ પરંપરાએ કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાનાં હાલ બીજ વાવવા જેવું છે. વળી યોગ્યકાળે, વિનય સહિત, સન્માન પૂર્વક, ઉપધા નવહી, ગુરૂનાં નામ સાથે, અક્ષરના શુદ્ધ ઉચારે, શુદ્ધ અર્થે અને છેલ્લે અક્ષર અને અર્થ બનેને સાચવી જ્ઞાન ભણવું, તેને જ જૈન શાસ્ત્રમાં જ્ઞાનના આઠ આચાર કહે છે. સારા પુંઠા સારા રૂમાલ રાખવા, મજબુત કબાટ વગેરે પંડાં પર સોનેરી અક્ષર કરાવતાં ઈડાની સફેદી વપરાય છે માટે એમ કરવાથી ઉલટી જ્ઞાનની આશાતના થાય છે, એ લક્ષમાં લેવું જોઇએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108