________________
વાળા પ્રભુનું આપણે હૃદયમાં દર્શન કરીએ છીએ અને શાસ્ત્ર માં પણ તેમજ લખે છે કે:--
“જિન પ્રતિમા જિન સારખી કહી સુત્ર મુઝાર”
વળી એવા જિનેશ્વરની દ્રવ્યભાવે પુજા કરવાથી આપણા શુદ્ધ ચૈતન્યની પણ પૂજા થાય છે, કારણકે શાસ્ત્રમાં એમ પણ કહયું છે કે
જિનજીની પુજારે તે નિજ પુજનારે-ભાવ પ્રશસ્ત ને શુદ્ધ”
શ્રી જિનપુજાના અધિકારી સર્વ મનુષ્યો અને સર્વ દેવો પણ છે. દેવે પણ સ્નાન કરી પવિત્ર થઈ ભાવસહિત પુજા કરે છે, અને આપણે પણ તેમજ કરવું જોઈએ.
ચકખી જગામાં, અપ પણ ચકખું પાછું લઈ શરીર પર મેલ ન રહે તેવી રીતે નહાવું. અને તે સુગંધી અને સ્વચ્છ ટુવાલથી શરીરને લુછી, પવિત્ર વસ્ત્ર પહેરી; શ્રીજિનમંદિરમાં જઈ ચ દનથી આપણે કપાળે ચાંલ્લો કરી, શાંત ચિતે પ્રભુની નવે અંગ પુજા કરવી, પુજામાં જે પદાર્થો લાવવા તે ઘણું જ ઉંચા લાવવા ચંદન-કેસર-કર-કુલ-અત્તર-અગર વગેરે સુગંધી ને સ્વચ્છ તેમજ ઉંચા પદાર્થો વડે ભાવ સહિત પુજા કરવામાં આવે તે ઘણાં સારાં ફળ થાય છે.
આજે મેં ભાવ સહિત ત્રણે લોકના નાથ, શ્રી ઈદ્રને પણ પુજનીક એવા શ્રી અરિહંત પ્રભુને ભાવ સહિત પુજ્યા છે.
૧ શ્રી સાધુ મહારાજને પણ ભાવપૂજાનો અધિકાર છે અને દર્શન તો હમેશ સર્વને કરવાનાં છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org