Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 9
________________ -જૈન કથાનકોમાં સમ્બોધના સ્પંદનો સમાન બની જાય છે, પણ આપણે વીતરાગ નથી તો આપણા માટે સુખ સારું કે દુઃખ સારું? જે બંનેને એકસરખાં માને તેના માટે સુખ કરતાં દુ:ખ વધારે સારું. આત્મા માટે, સાધકઆત્મા માટે સુખ કરતાં દુઃખ વધુ સારું, પણ આપણી મોહદશાના કારણે આપણને દુ:ખ ગમતું નથી. તમને અચાનક પાછળથી મંકોડો ચટકો ભરે અને બટકું ભરી જાય તો તમે શું કરો ? વાંચણી લખો કે મંકોડાને જુઓ? પરમાત્મા એમ કહે છે કે તારી પાસે આવતું પ્રત્યેક નાનું દુ:ખ તારા માટે મોટા સુખનું સર્જન કરવા માટે આવે છે, પણ જેને દુઃખ દુ:ખ ન લાગે અને જેને દુઃખ સુખ લાગે તે જ સુખનું સર્જન કરે છે. આપણી પાસે દુઃખ આવે ત્યારે આપણે તેને બે પ્રકારમાં અલગ કરવાનું. સહન કરી શકાય તેવા અને સહન ન કરી શકાય તેવા દુઃખને અલગ પાડી દો. સહન કરી શકાય એવું નથી તો એનો ઉપાય કરો, પણ સહન થઈ શકે એવું હોય તો એક નિયમ બનાવો. તે દુઃખ વખતે આપણું ધ્યાન તેમાં જવું ન જોઈએ. કારણ કે પ્રત્યેક સહન કરી શકાય એવા દુ:ખનું ધ્યાન બીજી તરફ લઈ જઈએ તો તે દુ:ખ આપણા માટે દુ:ખ રહેતું નથી. આપણા અનંતા કર્મો ખપી જાય છે અને આપણા માટે તે સુખનું કારણ બની જાય છે. પણ બને છે એવું કે દુઃખ નાનું હોય કે મોટું, તે આવે એટલે આપણે દુ:ખી દુ:ખી થયા વગર રહેતા નથી. -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનોLocal Train અને Express Train વચ્ચે ફરક શો? દરેક સ્ટેશને ઊભી રહે તેને Local Train કહેવાય અને લેવા જેવા સ્ટેશન લે તેને Express Train કહેવાય. સાધક અને સંસારી વચ્ચે શો ફરક? વાંચણીમાં આવવાવાળા અને ન આવવાવાળા વચ્ચે શો ફરક? એક જ ફરક – નાના નાના સ્ટેશન ઉપર ક્યારેય એની ગાડી ઊભી રહેવી જોઈએ નહીં. નાની નાની વાતમાં, નાની નાની ઘટનામાં, નાની નાની પીડામાં, નાના નાના દુઃખમાં એ દુઃખી થવો ન જોઈએ, હેરાન થવો ન જોઈએ, કે ત્રસ્ત થવો ન જોઈએ. નાના દુ:ખમાં તો તે મસ્ત જ હોવો જોઈએ. તમે Local Train છો કે Express છો? દુઃખના સ્ટેશન આવે ત્યારે તે સ્ટેશન ઉપર ગાડીને ઊભી રાખવા જેવી છે કે નહીં ? તે આપણા મનના Driver ને પૂછી લેવાનું. આપણને ગાડી ચલાવતાં આવડે તો નાના નાના સ્ટેશન ઉપર કોઈ દિવસ ગાડી ઊભી રાખવી નહીં. ઘણા લોકોને બધાં જ સુખો હોય, બધી જ સમૃદ્ધિ હોય, છતાં એક નાનકડું દુઃખ આવતા જ દુઃખી દુઃખી થઈ જાય અને મોઢામાંથી નીકળી પડે - મારે તો હવે જીવવું જ નથી, મને જીવવું આકરું લાગે છે, મને એમ થાય છે કે જલદી હું પાટા નીચે જઈ અને હું ... !! આવો વિચાર શા માટે આવે? કેમકે તેની ગાડી નાના સ્ટેશન ઉપર પણ ઊભી રહેતી હોય છે. જેને નાનું સ્ટેશન મોટું લાગે છે તેની ગાડી ત્યાં વધારે વાર ઊભી રહે છે. નાના સ્ટેશનમાં ગાડી એક સેકન્ડ ઊભી રહે અને ફટ કરીને આગળ નીકળે. - ૧૫ —

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 145