Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual Centre View full book textPage 8
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો એક સોંય મારવામાં આવી તો લીલી શેવાળ ઉપર બાહરથી સૂરજનું એક કિરણ અંદર ગયું. કાચબો તેજ જોઈને અંજાઈ ગયો કે આ શું ? આટલો તેજ પ્રકાશ ! આટલી દિવ્યતા મેં ક્યારેય જોઈ નથી. કાચબો ધીમેધીમે તે કિરણ સુધી પહોંચે છે અને જેવો ઉપર જાય છે એટલે શું થાય ? આજ સુધી તેને એમ હતું કે ઉપર દીવાલ છે પણ જેવું મોટું બહાર કાઢ્યું એટલે ઉપર પ્રકાશ... પ્રકાશ અને પ્રકાશ ! હવે તે કાચબો પ્રકાશમાં રહેશે કે ઘોર અંધકારમાં? પ્રકાશમાં, બરાબર ! આખો સંસાર અમારી દૃષ્ટિએ સરોવર જેવો છે અને તેની પર મોહનીય કર્મ - ક્રોધ, માન, માયા અને લોભની શેવાળ જામેલી છે. એક કલાકના ક્રોધના પચ્ચખાણ એટલે સોયથી એક કાણું પાડી દીધું. અનંતકાળથી ચાલતા ક્રોધ, માન, માયા, લોભના કર્મો પર એક કાણું પાડી દીધું. એક કલાકના પચ્ચખાણ કરનારી વ્યક્તિ અનંતકાળની વીતરાગી બની શકે છે. એક કલાક માટે કષાયના પચ્ચખાણ કરનારી વ્યક્તિ અનંતકાળ માટે વીતરાગભાવની પ્રાપ્તિ કરી શકે છે. કારણ કે આજે એક અંશ છે, આજે જરાક છે તો આવતીકાલે બધું જ છે. જેણે એક કિરણને જોયું નથી તે સૂરજને ક્યારેય જોઈ શકતો નથી. જે વ્યક્તિ વીતરાગી બની છે, તેની પર ભયંકર કક્ષાનું દુઃખ આવે, તો તેમાં પણ તે તટસ્થ રહે છે અને અતિસુખ આવે તો તેમાં પણ તે તટસ્થ રહે છે. તેવી વ્યક્તિ કોણ હતી ? તે હતા પરમાત્મા મહાવીર ! -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો કૂતરું કરડતું હોય તેવા અનાર્ય દેશમાં પણ મહાવીરને શાંતિ છે અને સોનાનો ગઢ અને રત્નના કાંગરા, રત્નોનો ગઢ અને મણિરત્નના કાંગરા જેવો વૈભવ હોવા છતાં મહાવીર સ્વામીને અહમ્ નથી. બન્ને પરિસ્થિતિમાં સમભાવ છે. તે વીતરાગદશા આવે ત્યારે સાધકદશા સાર્થક થઈ કહેવાય. સાધકનો માપદંડ શો ? કેટલી વીતરાગતા આવી તેના ઉપરથી સાધકનું માપદંડ નીકળે છે. મારે મારા આત્માને એક કલાક માટે વીતરાગી બનાવવો છે, આત્માની વીતરાગ દશા લાવવી છે, એક કલાક માટે કોઈના ઉપર ક્રોધ, અહમ્, કપટ, લોભ કરવો નથી. ક્યાંય રાગદ્વેષના ભાવ કરવા નથી. કોઈ ગમે તે કરે, મારે જોયા કરવું છે – માત્ર વીતરાગભાવમાં રહેવું છે. કોઈ કંઈ બોલે, સંભળાવે, અપમાન કરે, તિરસ્કાર કરે, મારે શાંત રહેવું છે. આમ નક્કી કરવા છતાં કોઈનો ફોન આવે અને એકાદી વાત સંભળાય, એકાદ સગાવહાલાં સાથે વાતચીત થાય, એટલે ખલાસ ! શા માટે આપણે અશાંત થઈ ગયા ? આપણે વીતરાગદશાને પ્રાપ્ત કરવી છે તેવો દેઢ સંકલ્પ હજી કર્યો નથી. કોઈ કંઈ બોલે, કોઈ કંઈ કહે, કોઈ કંઈ સંભળાવે, મારે એક જ કામ કરવું છે – મારે વીતરાગભાવની અંદર રહેવું છે. समसुह दुक्ख्ने भवड़ સુખ કે દુઃખ બેમાંથી શું સારું? જે વ્યક્તિ વીતરાગભાવની પ્રાપ્તિ કરાવે તેના માટે સુખ અને દુઃખ ૧૨ ૧૩Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 145