________________
ડૉ. જિતેન્દ્ર શાહ જેવા જૈનવિદ્યાના પંડિત અને સનિષ્ઠ વિદ્વાન પણ જો આમાં જોડાય તો પ્રારંભિક તબક્કે જૈનધર્મ વિશેનાં પુસ્તકો અને લેખોનું સંકલન વિચાર્યું અને એક નવો ને જુદો જ અભિગમ મળે. અનેકવિધ પ્રવૃત્તિઓ અને જવાબદારી હોવા છતાં ડૉ. ક્લેિન્દ્રભાઈ શાહે આ કાર્ય સ્વીકાર્યું અને એમણે સંપાદિત મૂળ સામગ્રી તથા બાકી રહી જતી સામગ્રીનું પણ વાચન-મનન કરીને જૈન ધર્મદર્શન અને જૈન આચારદર્શન એવા બે તર્કબદ્ધ અને ઉપયોગી ભેદ કર્યા. આમ, અહીં આપના હાથમાં છે તે જૈન ધર્મ દર્શનનું પુસ્તક છે અને ડૉ. જિતેન્દ્રભાઈ શાહે જે સંપાદિત કર્યો છે તે જૈન-આચાર વિષયક લેખોના સંચયનો ગ્રંથ છે.
ધર્મનું પાયાનું તત્ત્વજ્ઞાન, એનું આધ્યાત્મિક પાસું છે અને તે આ પ્રથમ ભાગમાં છે. આગળ સ્પષ્ટ કર્યું છે તેમ ધર્મતત્ત્વ અને એનું પાયાનું તત્ત્વજ્ઞાન અધ્યાત્મવિદ્યાનો ગૂઢ વિષય છે. માત્ર વાંચવાથી, વિવરણ અને સ્પષ્ટીકરણથી એ ન સમજાય. ડૉ. રમણલાલ શાહે જનસામાન્યને દૃષ્ટિમાં રાખીને એમની તાત્ત્વિક વિદ્યાનિષ્ઠ પ્રવૃત્તિ અને સરળતા તથા સ્પષ્ટતાથી ધર્મતત્ત્વ સ્પષ્ટ કર્યું છે. અધ્યાત્મવિદ્યાના સૂત્રબદ્ધ ને લાઘવથી જ અભિવ્યક્ત થતા જ્ઞાનને જનસામાન્ય સુધી પહોંચાડવાનું કાર્ય સહેલું નથી. એ માટે પાંડિત્ય ઉપરાંત શિક્ષકધર્મ અને એની જાગૃતિ પણ જોઈએ. આ બંને ડૉ. રમણલાલ શાહને સ્વયંસિદ્ધ છે એથી એ ધર્મના ગૂઢ તત્ત્વને પણ સરળતાથી અને સ્પષ્ટતાથી સમજાવી શક્યા છે, તે સાથે જ મૂળના હાર્દ અને ગાંભીર્યને પણ જાળવી શક્યા છે. આ માટે એમની બહુશ્રુત વિદ્વત્તા અને શિક્ષણનાં દૃષ્ટિ-શક્તિ બંને કામ લાગ્યાં છે. કોઈ પણ સૂત્ર ગાગરમાં સાગર સમાવીને આવે છે. કેવળ સૂત્રથી ક્યારેક એના મૂળ તાત્પર્ય સુધી પહોંચવાનું શક્ય નથી. આથી જ બધાં જ શાસ્ત્રોના માટે, ભારતીય ધર્મમાં વિવરણકાર કે વાર્તિકકાર મૂળ ગ્રંથકર્તા જેટલો જ મહત્ત્વનો અને અનિવાર્ય મનાયો છે. ડો. રમણલાલ શાહ આવા વાર્તિકકાર છે, જે સૂત્રની સૂક્ષ્માતિસૂક્ષ્મ વાતને અનેક દૃષ્ટિબિંદુઓ ધરાવતાં દખંતથી સમજાવે છે. આ દૃષ્ટિએ, ડો. રમણલાલ ચી. શાહ જે જૈનધર્મના દર્શનના, સમગ્રદર્શી એના સિદ્ધાંતના માત્ર ભાષાંતરકાર નથી પરંતુ ભાષ્યકાર કે વાર્તિકકાર છે, વિવરણ કાર છે. આ વાત અહીં પાંચમા વિભાગના જિનવચન'માં જોઈ શકાય છે. તા. રજી માર્ચ ૨૦૦૬
- હસુ યાજ્ઞિક ૩, શીતલ પ્લાઝા, લાડ સોસા. પાસે, “સંદેશ” પ્રેસ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૫૪ ફોન : (૦૭૯) ૨૬ ૫૮૫૩૬ ૨૪
२४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org