Book Title: Jain Dharma
Author(s): Bhadrabahuvijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 138
________________ જૈનધર્મ ૧૨૭ દીર્ધદશિતા હોવી જરૂરી છે. સત્યનો સ્વીકાર કરીને પૂરી કઢતા સાથે એ સત્યને વળગી રહેવું.... એના પ્રત્યે વફાદારી નિભાવવી. આક્ષમતા જો. ના હોય કે ઓછી હોય તો અને તમે જે સત્યને સ્વીકાર્યું એ મુજબ જીવન જીવવાની તૈયારી ના હોય. આંતર-બાહ્ય વિકાસ ના હોય તો સંસારના રસ્તે પણ સફળતા નથી સાંપડી શકતી. તો પછી પરમપંથ મોક્ષમાર્ગની આરાધના-સાધનામાં તો બધી વાતો આત્યંતિકપણે આવશ્યક-અનિવાર્ય બને છે. સમિતિ અને ગુપ્તિ આ બે શબ્દોનો કોઈ બંધારણીય કમિટિ સાથે કે ગુપ્તિ નામના કોઈ શસ્ત્ર સાથે મુદ્દલ સંબંધ નથી. જિનેશ્વર ભગવંતોએ આ બેનું નિરૂપણ કરીને માણસે કેમ ચાલવું કેમ બોલવું, કેમ ખાવું ચીજ-વસ્તુઓ કેવી રીતે લેવી-મૂકવી વગેરે રોજિંદા વ્યવહારનું સમુચિત શિક્ષણ આપ્યું સમિતિ એટલે જીવન જીવવા માટેની અનિવાર્ય અને આવશ્યક પ્રવૃત્તિઓને સંયમમય અને સંયમપૂર્વક રાખવી. આવી સમિતિ પાંચ છે: ૧. ઇર્ષા સમિતિ : એવી રીતે ચાલવું, હરવું-ફરવું બેસવું-ઊઠવું, સૂવું કે જેથી કોઈપણ જીવને દુઃખ ન પહોંચે, તેમની હત્યા ન થઈ જાય. ટૂંકમાં કાળજીપૂર્વક સંભાળીને આ બધી ક્રિયાઓ કરવી. ૨. ભાષા સમિતિ : એવી રીતે બોલવું કે જેનાથી કોઈનું અહિત ન થાય, કોઈનું પણ દિલ ન દુભાય, કોઈનું પણ અપમાન કે અવહેલના ન થાય. મતલબ કે હિતકારી અને પ્રિય બોલવું. ૩. એષણા સમિતિ : બેંતાળીસ પ્રકારના દોષોથી બચીને અન્ન, વસ્ત્ર, પત્ર આદિ લેવાં. અર્થાત્ નિર્દોષ અને વિધિપૂર્વક ભિક્ષા લેવી. [ખાસ કરીને મુનિઓએ. ૪. આદાન-નિક્ષેપણ સમિતિ : રોજબરોજના વપરાશની ચીજ-વસ્તુઓ કાળજીપૂર્વક લેવી અને મૂકવી કે જેથી કોઈ જીવને દુઃખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164