Book Title: Jain Dharma
Author(s): Bhadrabahuvijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 147
________________ જૈનધર્મ ૧૩૬ દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય કર્મોનો સર્વથા ક્ષય થઈ જાય છે. આત્મા અહી સર્વજ્ઞ અને સર્વદર્શી બને છે. ૧૪. અયોગી-કેવળી ગુણસ્થાનક : આત્માની ઉપલબ્ધિનું અંતિમ ચરણ અયોગ અવસ્થા છે. અહી આત્માના મૂળગુણો અને સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. બાકીના બધાં જ કર્મોનો ક્ષય થાય છે. આત્મા વિમળ અને વિશુદ્ધ બને છે અને તમામ કર્મોનો સર્વથા ક્ષય થતાં તે પરમાત્મા બને છે. તે જીવનમુકત બને છે. ક જૈન સાહિત્ય જેન સાહિત્યનું ક્વક વિશાળ અને અગાધ છે. સમગ્ર જૈન સાહિત્યનો પરિચય આપવા માટે ગ્રંથોના ગ્રંથ લખવા પડે. જૈન સાહિત્ય વૈવિધ્યપૂર્ણ છે, જીવનના તમામ ક્ષેત્રે સર્જકોએ પોતાની યશસ્વી કલમ ચલાવી છે. સંક્ષેપમાં વિચારીએ તો જૈન સાહિત્ય આગમ અને આગેમતર એમ મુખ્ય બે વિભાગમાં વિભકત છે. જૈન સાહિત્યમાં આગમ પ્રાચીનતમ છે. શ્રી તીર્થંકર પરમાત્માએ ચતુર્વિધ સંઘ-તીર્થની સ્થાપના કરી હતી. તેમની સમક્ષ તેમણે સત્યનું નિરૂપણ કર્યું કર્મ, આત્મા અને મોક્ષનું સ્વરૂપ સમજાવ્યું. વીતરાગ ભગવંતની આ વાણી “આગમ' બની ગઈ. શ્રમણ ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમસ્વામી આદિ ૧૧ ગણધર ભગવંતોએ ભગવાનની આ વાણીને સૂત્રબદ્ધ કરી. તેમાં મુખ્ય બાર ભાગ થયા. આથી તેનું નામ દ્વાદશાંગી' પડયું. જૈનાગમોની સંખ્યા મુખ્યત્વે ૪પ છે. તેની ભાષા અર્ધમાગધી છે. ભગવાન મહાવીરના સમયમાં લેખનની પરંપરા ન હતી. આ પરંપરા વીરનિર્વાણના ૯૦૦ થી વધુ વર્ષ બાદ શરુ થઈ. એ અગાઉ સમગ્ર જૈન વાંગ્મય સ્મૃતિ પર આધારિત હતું. આ આગમ-સાહિત્ય ચાર અનુયોગમાં પથરાયેલું છે. અનુયોગ એટલે સૂત્ર અને અર્થનો યથોચિત સંબંધ. આર્ય શ્રી વજસ્વામીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164