Book Title: Jain Dharma
Author(s): Bhadrabahuvijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 146
________________ ૧૩૫ જૈનધર્મ ૭. અપ્રમત્ત-સંયતિ ગુણસ્થાનક : જે સાધુ મોક્ષના ધ્યેયને પ્રતિપળ નજર સમક્ષ રાખીને વિશુદ્ધ સંયમનું પાલન કરે છે, કોઈપણ પ્રકારની પાપપ્રવૃત્તિ કરતો નથી તે અપ્રમત્ત-સંયતિ છે. આ અવસ્થાએ પહોંચેલ જીવાત્મા મદ, વિષય, કષાય, નિદ્ધ અને વિકથા આ પાંચ પ્રમાદથી તમામ પ્રયત્નોથી દૂર રહીને સાધુની આચારસંહિતાનું કડક ને કઠોર પાલન કરે છે. આ સ્થાને આવેલો જીવાત્મા ઓછામાં ઓછા તે જ ભવે મોક્ષે જાય છે. અથવા વધુમાં વધુ ત્રીજા ભવે મોક્ષે જાય છે. ૮. નિવૃત્તિ-બાદર ગુણસ્થાનક: આ સ્થાનને “અપૂર્વકરણ પણ કહે છે. આ અવસ્થામાં જીવાત્મા સ્થૂળ કષાયથી નિવૃત્ત થાય છે. તેના આત્માની વિશુદ્ધિ વિપુલ માત્રામાં થાય છે. રસ, દ્વેષ અને મોહને તે વધુને વધુ ઉપશાંત કરે છે. આ અવસ્થા પ્રાપ્ત જીવાત્મા તે જ ભવે અથવા ત્રીજા ભવે મોક્ષે જાય છે. ૯. અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક : આ અવસ્થામાં જીવાત્માના કષાય ખૂબ જ મોળા અને પાતળા પડી જાય છે. આ ઊંચાઈએ આવતા જીવાત્મા કષાયની પ્રવૃત્તિઓથી નિવૃત્ત બની જાય છે. આ અવસ્થાપ્રાપ્ત જીવાત્મા તે જ ભવે અથવા ત્રીજે ભવે મોક્ષ પામે છે. ૧૦. સૂમસંહરાય ગુણસ્થાનક : આ અવસ્થાએ પદારોપણ કરતા જીવાત્મામાં માત્ર લોભ કષાય સિવાયના બાકીના બધા જ કષાય ઉપશાંત થઈ જાય છે. લોભ-કષાયના સૂક્ષ્મ અંશો જ તેનામાં હોય છે. આવો જીવાત્મા તે જ ભવે કે ત્રીજે ભવે મોક્ષે જાય છે. ૧૧. ઉપશાન્ત-મોહ ગુણસ્થાનક જેનો મોહ અત્તર મુહૂર્ત સુધી ઉપશાંત થયો છે તે વ્યવસ્થાને ઉપશાન્ત-મોહ ગુણસ્થાનક કહે છે. આ અવસ્થા પ્રાપ્ત જીવાત્મા તેજ ભાવે અથવા ત્રીજે ભવે મોક્ષે જાય છે. ૧૨. ક્ષીણ-મોહ ગુણસ્થાનક જેનો મોહ સર્વથા ક્ષીણ થાય છે, તે અવસ્થાને ક્ષીણમોહ- ગુણ -સ્થાનક કહે છે. આ અવસ્થાએ પહોંચતા જીવાત્મા નિર્મોહી અને વીતરાગ થઈ જાય છે. તે જ ભવે મોક્ષે જાય છે. ૧૩. સયોગી-કેવળી ગુણસ્થાનક : આ અવસ્થાએ આત્મા સર્વથા ઘાતી કર્મોથી અનાવૃત્ત થઈ જાય છે. જ્ઞાનાવરણીય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164