Book Title: Jain Dharma
Author(s): Bhadrabahuvijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
View full book text
________________
જૈનધર્મ
૧૩૮
પ્રતિનિધિ જૈન ગ્રંથઃ શ્રી તત્વાર્થ સૂત્ર વિક્રમની પહેલી કે પાંચમી-છઠ્ઠી સદીમાં શ્રી ઉમાસ્વાતિએ “શ્રી તત્વાર્થ સૂત્ર” કે “તત્ત્વાર્થાધિગમ' નામના ગ્રંથની રચના કરી. આજના બિહારના રાજયની રાજધાની પટણામાં તેનું સર્જન થયું. આજનું પટણા ત્યારે કુસુમપુર હતું.
આ ગ્રંથ માટે સાહિત્યિક ભાષા અને શૈલીમાં નિશંક કહી શકાય કે “શ્રી તત્ત્વાર્થ સૂત્ર' જૈનોની ગીતા છે. જૈનોનું બાઇબલ' છે. જૈનોનું કુરાન છે. જૈનોના તમામ સંપ્રદાય અને ફિરકાઓનો આ પ્રતિનિધિ ગ્રંથ છે. સંપૂર્ણ જૈન આલમનો માન્ય આ ગ્રંથ છે.
શ્રમણ ભગવાન મહાવીરની આગમઅંક્તિ તત્ત્વજ્ઞાન મીમાંસાનું સંપૂર્ણ અને સુરેખ, સચોટ અને સ્પષ્ટ સંકલન આ ગ્રંથમાં સંસ્કૃત ભાષામાં સૂત્રાત્મક શૈલીમાં કરવામાં આવ્યું છે. જૈન આગમોમાં સમાવિષ્ટ તમામ વિષયોનો નીચોડ તેમાં ઉપલબ્ધ છે.
શ્રી ઉમાસ્વાતીએ આ ગ્રંથમાં દસ અધ્યાય પ્રિકરણ માં કુલ ૩૪૫ સૂત્રો આપીને સમગ્ર જૈન તત્ત્વજ્ઞાનનું સફળ નિરૂપણ કર્યું છે. વિષયની દ્રષ્ટિએ કહીએ તો પ્રથમ અધ્યાયમાં જ્ઞાનની, બીજાથી પાંચમા સુધીના ચાર અધ્યાયોમાં ય જાણવા યોગ્ય તત્ત્વોની અને છઠ્ઠથી દસમા સુધીના પાંચ અધ્યાયોમાં ચારિત્રની વિચારણા કરી છે.
પહેલાં અધ્યાયમાં જ્ઞાન સંબંધિત મતિ આદિ પાંચ જ્ઞાન, તેની ઉત્પત્તિ, તેના વિવિધ પ્રકાર તેમજ નયના ભેદ-પ્રભેદોનું સંકલન છે. ૩૫ સૂત્રો દ્વારા તેનું નિરૂપણ કરાયું છે.
જૈન દર્શનમાં નવ તત્ત્વોનું વિશિષ્ટ મહત્ત્વ છે. તે દરેકનું ચિંતન મૌલિક અને વૈજ્ઞાનિક છે. જીવ-અજીવ આદિ નવ તત્ત્વો છે, આ તત્ત્વો દરેકે જાણવા યોગ્ય (ય) છે. બેથી પાંચમાં અધ્યાય સુધી આ નવ તત્ત્વોનું સંકલન છે.
બીજા અધ્યાયમાં પર સૂત્રો દ્વારા જીવ અને તત્સંબંધી તત્ત્વોની, ૩જા અધ્યાયમાં ૧૮ સૂત્રો દ્વારા નરકના જીવો અને તેમની વિવિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164