Book Title: Jain Dharma
Author(s): Bhadrabahuvijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 153
________________ ૧૪૨ જૈનધર્મ સાધના માટે નગ્નત્વ અનિવાર્ય છે. તેઓ સ્ત્રી મોક્ષ મેળવી શકતી નથી.કેવળજ્ઞાની આહાર-પાણી ગ્રહણ કરતા નથી. શ્વેતામ્બર સંમત ૪૫ આગમોનો તેઓ અસ્વીકાર કરે છે. શ્રી કુંદકુંદાચાર્ય રચિત ગ્રંથોને તેઓ પરમાગમ માને છે. તેમના સાધુઓ નગ્ન રહીને આત્મસાધના કરે છે. તેઓ હાથમાં લાકડાનું કમંડળું અને મોરપીછ રાખે છે. હાથના ખોબામાં જ આહાર લે છે. મંદિર અને મૂર્તિમાં તેઓ શ્રદ્ધા ધરાવે છે, પરંતુ મૂર્તિની વિવિધ દ્રવ્યોથી પૂજા-આંગી કરતા નથી. થોડાક વિચાર અને આચાર ભેદથી આ સંપ્રદાય પણ તારણપંથી, તેરાપંથી, વીસપંથી જેવા ઉપ-સંપ્રદાયોમાં વિસ્તરીત છે. વ્યાવહારિક, વૈચારિક અને આચાર વિષયક પાયાના મતભેદો હોવા છતાંય આ બધાંજ જૈન સંપ્રદયો સત્ય, અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અનેકાન્તવાદ, આત્મવાદ, કર્મવાદ તેમજ વિશ્વવ્યવસ્થા વગેરે મૂળભૂત સિદ્ધાંતોમાં એકમત છે. જે માહિતી પ્રસ્તુત પુસ્તકમાં જૈન ધર્મના આચાર, વિચાર અને વ્યવહારની તેમજ તેની સંઘવ્યવસ્થા અને તેના ઇતિહાસની માત્ર આછેરી સમજ આપવામાં આવી છે. જિજ્ઞાસુઓને તે દરેકના વિશદ્ અધ્યયન માટેના નિમ્નાંકિત ગ્રંથો ઉપયોગી બનશે. ક તત્ત્વજ્ઞાન ૧. નવતત્વ માટે જીવવિચાર, નવતત્ત્વ, તત્ત્વાર્થસૂત્ર, પ્રશમરતિ વગેરે. ૨. કર્મવાદ માટે કર્મગ્રંથ, કમ્મપયડી, પંચસંગ્રહ, તત્ત્વાર્થસૂત્ર વગેરે. ૩. લેણ્યા માટે ભગવતીસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, વેશ્યા કોષ વગેરે. ૪. જ્ઞાન માટે નંદીસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર વગેરે. ૫. સમ્યકત્વ માટે સમ્યકત્વ સપ્તતિકા, ભગવતીસૂત્ર, તત્ત્વાર્થસૂત્ર વગેરે. ૬. પુનર્જન્મ માટે વિશેષાવશ્યકભાષ્ય વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164