Book Title: Jain Dharma
Author(s): Bhadrabahuvijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 152
________________ જૈનધર્મ ૧૪૧ શક સ્થાનક્વાસી મૂર્તિપૂજાના વિરોધમાં આ સંપ્રદાયનો જન્મ થયો. વિક્રમની ૧૬મી સદીમાં લોકાશાહ નામના સજજને મૂર્તિપૂજાનો વિરોધ કર્યો અને કડક અને કઠોર આચાર સંહિતાની હિમાયત કરી. આ સંપ્રદાયના અનુયાયીઓ મંદિર અને મૂર્તિમાં માનતા નથી. તેઓ ૪૫ ના બદલે માત્ર ૩ર આગમોને જ સ્વીકારે છે. ઈ.સ. ૧૯૩૬માં શ્રી લવજી ઋષિએ સાધુ-સાધ્વીને મુખ પર મુહપત્તિ બાંધવાની સફળ હિમાયત કરી. આ સંપ્રદાયના સાધુ-સાધ્વીઓ આજે પણ મોં પર મુહપત્તિ બાંધે છે. ‘આનાથી તેઓ સ્વેતામ્બરના સાધુ-સાધ્વીઓથી અલગ તરી આવે છે. જ તેમપંથ સ્થાનકવાસી સંપ્રદાયના આચાર્ય શ્રી. રૂઘનાથજીના શિષ્ય સંત ભિખણજી [આચાર્ય ભિક્ષુ એ વિ.સં. ૧૮૧૭માં તેરાપંથનો પ્રાંરભ કર્યો. તેમણે આચારશુદ્ધિ અને સંગઠન પર જોર આપ્યું. આ સંપ્રદાય એક આચાર્ય, એક આચાર અને એક વિચાર માટે જાણીતો છે. દાન-દયાની ધાર્મિક માન્યતાઓનો તેમજ તેની આધ્યાત્મિકતાનો આ સંપ્રદાયે સપ્ત ઈન્કાર કર્યો. સ્થાનકવાસી અને તેરાપંથ બંને મૂર્તિપૂજાનો અસ્વીકાર કરે છે. આમ છતાંય પોતાના સંઘનાયકોની તસવીરો છાપવી, તેમના સિકકા બનાવવાની પ્રથા આજે પ્રચલિત બની છે. જ દિગમ્બર વિક્રમની બીજી સદીમાં સવસ્ત્ર અને નિર્વસ્ત્ર-સાધનાના પ્રશ્ન પ્રચંડ વિવાદ થયો અને આજ સુધીની ચાલી આવતી જૈન એકતામાં ઊભી તિરાડ પડી. વીર નિર્વાણ સં. ૬૦૯માં આ વિવાદનું નિર્ણાયાત્મક પરિણામ આવ્યું. જૈન ધર્મ બે સંપ્રદાયમાં વિભકત બન્યો. બીજો સંપ્રદાય તે દિગમ્બર સંપ્રદાય બન્યો. આર્ય શિવભૂતિએ તેને વ્યવહારિક રૂપ આપ્યું. આ સંપ્રદાયની કેટલીક માન્યતાઓ આ પ્રમાણે છે : મુકિતની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164