Book Title: Jain Dharma
Author(s): Bhadrabahuvijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 142
________________ ૧૩૧ જૈનધર્મ ભાવીને મોક્ષે ગયો હતો. ૮. સંવર ભાવના: મન, વચન અને કાયાને અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિમાંથી વાળીને તેને શુભ વૃત્તિ અને પ્રવૃત્તિમાં રત રાખવાથી જ કર્મ-બંધ થતો અટકે છે, એમ વિચારી-માની તે માટે પ્રવૃત્ત થવું તે “સંવર ભાવના છે. આ ભાવનાનું સચોટ ઉદાહરણ હરિકેશ મુનિ છે. ૯. નિર્જરા ભાવના: “તપ કરવાથી જ કર્મોનો ક્ષય થાય છે, એમ માનીને તપ કરવું, તે નિર્જરા ભાવના છે. અનમાળીએ આ ભાવના ભાવીને પોતાનો ભવાન્સ કર્યો હતો. ૧૦. લોક-સ્વભાવ ભાવના : ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના સ્વભાવવાળા ૧૪ રાજલોકના સ્વરૂપનું વારંવાર ચિંતન-મનન કરવું તે લોક-સ્વભાવ ભાવના છે. આ ભાવના ભાવતાં ભાવતાં શિવરાજર્ષિ સિદ્ધિગતિ પામ્યા હતા. ૧૧. બોધિદુર્લભ ભાવના : મનુષ્યજન્મ, ઊંચું કૂળ, નિરોગી કાયા, ધર્મશ્રવણ આદિ મળવા હજી સરળ છે પરંતુ સદ્દધર્મ પર શ્રદ્ધા થવી અતિ દુર્લભ છે, આમ ચિંતવવું તે બોધિદુર્લભ ભાવના છે. શ્રદ્ધાના ભાવને સુદઢ બનાવવો... એ માટેના ઉપાયો ચિંતવવા જોઈએ ભગવાનશ્રી ઋષભદેવના ૯૮ પુત્રોએ આ ભાવના ભાવીને પોતાનો ભવોદ્ધાર કર્યો હતો. ૧૨. ધર્મ ભાવના : માનવજન્મનું ચરમ અને પરમ લક્ષ્ય મોક્ષ જ છે. માનવભવ સિવાય મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી અને ધર્મની સાધના વિના માનવભવ મળતો નથી. આમ વિચારવું તે ધર્મધ્યાન” છે. ધર્મના ભાવાત્મક અને ક્રિયાત્મક બંને સ્વરૂપને ઓળખવા. ધર્મનું મૂળ દયા છે. ધર્મરૂચિ અણગારે આ દયામૂલક ધર્મભાવના' ભાવી હતી. ૧૩. મૈત્રી ભાવના : સકલ સૃષ્ટિના નાનાં-મોટાં તમામ જીવો પ્રત્યે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો. કોઈની પણ સાથે વૈરવૃત્તિ કે વૈરભાવ રાખવા નહિ. કેટલું નાનું અમથું જીવન ? શા માટે કોઇની સાથે દુશમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164