Book Title: Jain Dharma
Author(s): Bhadrabahuvijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 141
________________ જૈનધર્મ તેનાં ફળ પણ જીવાત્મા એક્લો જ ભોગવે છે. ભરચકક ભીડમાં પણ જીવાત્મા એકલો અને અટૂલો છે. કારવાં અને કાફલાંમાં જીવતો માણસ પણ એકાકી છે... આમ મનન કરવું તે ‘એકત્વ ભાવના' છે. સુગ્રીવનગરના મૃગાપુત્રનું દ્રષ્ટાંત આ ભાવનાનું પોષક અને સંવર્ધક છે. ૫. અન્યત્વ ભાવના : જયારે શારીરિક પીડા કે માનસિક પીડાથી વલવલવું પડે ત્યારે વિચારવું. શરીર અને આત્મા અલગ છે. દેહ તો જડ છે, મારો આત્મા ચૈતન્યમય છે, આત્મા અવિનાશી છે.... એનો નાશ નથી. દેહ તો એક દિવસે બળીને રાખ થઇ જ જશે ! પીડા શરીરને થાય છે... આત્મા તો અળગો છે. અલિપ્ત છે. શરીર મારૂં નથી. હું કાંઇ આ શરીર નથી... આમ વારંવાર વિચાર્યા કરવું. આ માટે નમિરાજનું દ્રષ્ટાંત માર્ગદર્શક છે. ૬. અશુચિ ભાવના : જયારે પણ અન્ય શરીરનું આકર્ષણ જાગે કે... વાસનાનો જુવાળ મનને ભરડો લે અથવા તો પોતાની ખુબસૂરતી માટે અભિમાન હૂંફાડા મારે ત્યારે વિચારવું કે લાખ પ્રયત્ન કરવા છતાં શરીર સર્વથા અને સંપૂર્ણ શુદ્ધ થતું નથી. કારણ શરીર સ્વયં આખું અનેક ગંદા તત્ત્વોનું બનેલું છે અને શરીરમાં લોહી છે, માંસ છે, શ્લેષ્મ છે, થૂંક છે, મળ-મૂત્ર છે. ઉપર ઉપર કાળી, ગોરી કે ગુલાબી ચામડીનું આવરણ છે. આવા ગંદા ને ગંધાતા શરીરમાં શું મોહવું ? તેની શી માયા-મમતા રાખવી.- આવું વિચારવું તે ‘અશુચિત્વ ભાવના’ છે. સનતકુમાર ચક્વર્તીનું દ્રષ્ટાંત આ ભાવના માટે પ્રેરક અને બોક છે. ૭. આશ્રવ ભાવના : વિચારવું કે હે જીવ! તું અનંત સંસારમાં× અનંતી વાર ભટકયો એ બધાનું મૂળભૂત કારણ આશ્રવ છે. કર્મોને આવતાં રોકયા નહિ, આથી તું હજી પણ ભવભવમાં ભટકી રહ્યો છે. આ જાણી-સમજીને હે જીવ! તું આશ્રવને છોડ. યથાશકય તપ-ત્યાગ અને વ્રત કર. ચંપાનગરીનો શ્રાવકપુત્ર સમુદ્રપાળ આ ભાવના ઉત્કટપણે Jain Education International ૧૩૦ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164