Book Title: Jain Dharm Prakash 1952 Pustak 068 Ank 09 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮૨ શ્રી જૈન ધમ પ્રકાશ [ અશાડ આજના સમાજના દરદની ચિકિત્સા આ પ્રમાણે જુદી જુદી દૃષ્ટિએ થઇ રહી છે. આ બંને દૃષ્ટિએ વ્યાજખ્ખી અને સમજવા જેવી હેાવાથી મે' આપતી પાસે રજૂ કરી છે. ધર્મ ભાવનાની તપાસ. Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેક પ્રસંગે આપણા નાયકાને મેં એ સવાલ પૂછતા સાંભળ્યા છે કે ‘ આ જમાનામાં શિક્ષિત વર્ગ ધ ઉપર આટલી બધી ઉપેક્ષાવૃત્તિ ક્રમ ધરાવે છે? ' આતે જવાબ ઉપરની બંને ષ્ટિમાં આવે છે. આ જમાનાની વિશિષ્ટતા એ છે કે સ ચીજોનાં મૂલ્યાંકને થવા લાગ્યા છે, તે પ્રમાણે ધર્મનું પણ મૂલ્યાંકન થવા પામ્યું છે; માટે આજે આપણે જ્યારે એક મંડપ નીચે એકઠા થયા છીએ ત્યારે આપણી ધમ' વિષેની ભાવના તપાસવી જોઈએ, આ ભાવના આપણુને એકત્રિત કરવામાં કારણુરૂપ છે અને તે ખરાબર સમજાય તે આપણાં આધુનિક અનેક કષ્ટો અને દુઃખા ફૅવાને આપણે સમય થશું, તેમ મારુ માનવુ છે. આજે આપણી સમક્ષ જે સમસ્યા ઉકેલ માગી રહી છે, તેવી જ સમસ્યા ભૂતકાળમાં જુદા જુદા મહાપુરુષો પાસે ખડી થયેલી હતી, અને તે ઉપર વિયાર કરીને તેમણે મહાકલ્યાણકારી ધારી રસ્તા બતાવેલા છે. પશુ તે જોવા અને સમજવા માટે આપણી પાસે આંખ અને બુદ્ધિ જોઇએ. અલબત્ત તક શૂન્ય શ્રદ્ધા સેવીએ તે દેષરૂપ નીવડે અને શ્રદ્ધાને યેાગ્ય સ્થાન ન આપીએ તો આપણું જીવન સાક કરી શકીએ નહિ. શ્રી હરિભદ્રસૂરિએ ચેથા ષાથ્રકમાં ધમ*સિદ્ધિનાં પાંચ લક્ષણા આ પ્રમાણે દર્શાવેલાં છે: ( ૧ ) ઔદાર્ય, ( ૨ ) દાક્ષિણ્ય, ( ૩ ) પાપજીગુપ્સા, ( ૪ ) નિમલ-માધ અને ( ૫ ) લેાકપ્રિયતા. આ લક્ષણાના આધાર લઇને તપાસીએ કે આપણા જીવનમાં ધર્મ કેટલા પરિણમ્યો છે. ઉપરના પાસે લક્ષણાના વિચાર કરતાં એટલુ સ્પષ્ટીકરણ કરવું જરૂરી ધારું છું કે તે દરેક લક્ષણૢ અતિ વિસ્તૃત અર્થાંમાં મચ્છુ કરવાનુ છે. ઔદાય —કૃપશુભાવતો ત્યાગ. કેવળ પૈસાની ઉદારતા જ ઉદારતા છે, તેમ સમજવાનું નથી, પણ તુપણુનો ત્યાગ કરવા, તે સાચી ઉદારતા છે. ટૂંકા વિચારે એટલે વિશાળ ષ્ટિની ખામી, હલકી દષ્ટિ એટલે દરેક વસ્તુતા દૂષણા જોવાની આદત, મારા-તારાપણાંના અતિ આગ્રહ એટલે સ્વાથ દષ્ટિ, લાભબુદ્ધિ એટલે કાઇ વસ્તુ મેળવવાની લાલસા, જડતા એટલે જે કાંઇ ગ્રહણુ કર્યુ. હેય તે ખેાટુ જણાય તા પણ ન છેડવાનું વલણ, અવિનય એટલે આપણી સમક્ષ મહાપુરુષ હાય તેના ગુણુની ખાત્રી થાય તે પણ કબૂલવા નહિં અને વિનય દર્શાવવા નહિ, આ બધી તુચ્છતા છે; અને આવી તુચ્છતા ન સેવવી તે ઔદાય છે. આવું ઔદાર્યાં આપણાં જીવનમાં ઉતાર્યુ હોય તે જે અનેક કલહે આપણે આપણી આજુબાજુ જોઇ રહ્યા છીએ, તે જોવાનો પ્રસંગ આવે ખરા ? For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28