________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધમ પ્રકાશ
૨૨
[ અશાડ
પાડે છે. આ પ્રજ્ઞાવોાધ મેક્ષમાળા ખરેખર પ્રજ્ઞાને જાગૃત કરી મેાક્ષની સન્મુખ બનાવે તેવી છે. ક્રાઉન સેાળ પેજી આશરે ૪૦૦ પૃષ્ઠો પાછી કપડાંની સીલાઇ છતાં મૂલ્ય માત્ર રૂા. ૨-૮-૦ અમારી સભામાંથી મળી શકશે.
૫. પાંચ પુષ્પા ( પુષ્પ નં. ૬ થી ૧૦ ) ધમ માધ-ગ્રંથમાળાને આ બીજો ગુચ્છક છે, જેમાં સુવતું સ્વરૂપ, સમ્યગ્દ્નાનનું સ્વરૂપ, સમ્યક્ચારિત્રનું સ્વરૂપ, સમ્યગ્દર્શનનું સ્વરૂપ અને દાનધમંનું સ્વરૂપ આધુનિક રોચક શૈલીએ અને સૈા કાઇ સમજી શકે તેવી હળવી ભાષામાં દર્શાવવામાં આવ્યું છે, ખાસ કરીને પાઠશાળાના શિક્ષકાએ પાઠશાળાના બાળા વચ્ચે વાંચવાં જેવી આ પુસ્તિકાઓ છે. વચ્ચે વચ્ચે પ્રાસ ંગિક કથા આપી દરેક વિષયને રસ જળવાઇ રહે તેવા પ્રયાસ કરવામાં આવ્યે છે. આ ગ્રંથમાળાના પ્રેરક પૂ. મુનિરાજશ્રી યશેવિજયજીને આ દિશાના પ્રયાસ સ્તુતિપાત્ર છે. મૂલ્ય દરેક પુસ્તિકના દસ શ્માના.
૬. સામાયિક યાગ——સંપાદક-મુનિરાજશ્રી કુંદકુંદવિજયજી મહારાજ, સામાયિકને લગતી વિધિ, સામાયિકના રહસ્યા, સામાયિકના આઠ પર્યાયવાચક નામેા અને તે દરેક ઉપરની કથા ઉપરાંત સજ્ઝાય, ચાર્ શરણાં વિગેરે ઉપયેગી સંચતુ છે. સંપાદકશ્રીને પ્રયાસ સારા છે. પૃષ્ઠ આશરે દાઢસે, પ્રકાશક શાહ દેવજી જેઠાભાઇ, જકરીયા બીલ્ડીંગ, મુંબઇ. ન. ૨૮ તરફથી ખપીજીવને ભેટ મેાકલવામાં આવે છે.
૭. જૈન બાળ ગ્રંથાવલી ( શ્રેણી ત્રીજી ) સૌંપાદક—શ્રી જયભિખ્ખુ, પ્રકાશકગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય-અમદાવાદ, પ્રથમની બે શ્રેણીની માફક આ ત્રીજી શ્રેણી પણ લોકપ્રિય નીવડી છે. ભગવાન શાંતિનાય, શ્રી ભદ્રબાહુસ્વામી, મહામુનિ હરિકેશી, ખેમા દેદરાણી, મહામત્રી ઉદયન, ધન્ય અહિ'સા, સત્યના જય, વિગેરે રાચક ૧૬ કથાની પુસ્તિકાના આ સંગ્રહ છે. મૂલ્ય રૂા. ત્રણ.
૮. યોગશાસ્ત્ર-સંપાદક શ્રી ગાપાલદાસ જીવાભાઇ પટેલ, પ્રકાશક-ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ. શ્રી પૂંજાભાઇ ગ્રંથમાળાને આ પંદરમે મા છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્ર ઉપર વિશદ્ દૃષ્ટિથી વિવેચન કરવામાં આવ્યું છે. દશ પ્રકરણેામાં ચેોગ, ધ્યાન, દિનચર્ચા, અતિચાર, આત્મજ્ઞાનનાં સાધન વિગેરે વિષયો પર તલસ્પર્શી વિવે ચન કરવામાં આવ્યું છે. ટિપ્પણેા અને પૂતિ આપી ગ્રંથને સમૃદ્ધ બનાવ્યેા છે. મૂલ્ય રૂપિયા અઢી, આવૃત્તિ બીજી.
૯. સન્મતિ પ્રકરણ—સ ંપાદકે પડિત સુખલાલજી સંધવી તથા પંડિત બેચરદાસ દેશી. પ્રકાશક ગૂજરાત વિદ્યાપીઠ-અમદાવાદ. મહાતાર્કિક આચાર્ય શ્રી સિધ્ધસેન દિવાકરકૃત આ તત્ત્વજ્ઞાનના પ્રકરણુને સુખેાધ અને સરલ રીતે અનુવાદ કરવામાં આવેલ છે. પ્રસ ંગાપાત્ત વિવેચન દ્વારા આ કઠિન વિષયને સમજાવવાના પ્રયાસ પણુ કરવામાં આવ્યે છે, સંપાદકશ્રીના પ્રયાસ પ્રશંસાપાત્ર છે. આવૃત્તિ બીજી, મૂલ્ય રૂપિયા ચાર.
--
For Private And Personal Use Only