________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
થી ન ધર્મ પ્રાય
[ અશાડ
(૩૦૬). કઈ પણ વાદવિવાદમાં જે ક્ષણે પણે ગુસ્સે થઈ જઈએ ત્યારે સમજવું કે આપણે સત્યશોધનને બદલે આપણી જાત માટે જ
પ્રયત્ન કરીએ છીએ. - આ જીવનમાં વાદવિવાદ તે થાય જ છે, પણ કેટલાક સત્યશોધનની ઇચ્છાથી વાદવિવાદ કરે છે અને સત્યને તારવે છે અને સત્યશોધન માટે પોતે ગમે તે ભેગ આપે છે. એમાં જ્યારે ધર્મના વાદવિવાદ ચાલે ત્યારે પિતાને પક્ષ ખરો કરવા માણસ ગુસ્સે થઈ જાય છે. એ વખત- ગરમ થવાનું નથી, પણું સત્યશાધન ઉપર તે છીણી મૂકે છે અને પોતાની વાતને અને સ્થાપનાને ત્રિરાશીઆ પેઠે એ પિતાની જાતને ગુસ્સે થઈ ગયેલી બતાવે છે અને સામો મણુસ જે નબળાપે હોય તે તેનો ગેરલાભ પણ લે છે. દાખલા તરીકે પરભવ જેવી ચીજ હશે કે નહિ, ત્યાંથી કાઈ સમાચાર લઈ આવતુ નથી. આપણું સગાં જવાબ દેવા કે આપણી ભૂલ સુધારવા આવતા નથી, આપણને પરભવની આગમચેતી થતી નથી વગેરે આમ વાત ચાલે છે ત્યારે સામે ચર્ચા કરનાર ગુસ્સે થઇ અણઘટતું બોલે કે બીજી રીતે પોતાને ગુમસે વ્યકત કરવા લાગે, અથવા હાથપગ પછાડે તે સમજવું કે એના ૫તિસર વાદવિવાદ કરવાની એને ઇચ્છા નથી. એ ગમે તેમ કરી પોતાને વિજય ખરા કરવા ઈચ્છે છે, બાકી વાદવિવાદ કરવાના તર્ક નિયમો છે. તટસ્થની નીમણુંકથી માંડીને પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવું જોઈએ અને તટસ્થ નિર્ણય આખરી માનવે જોઈએ અને વાદવિવાદમાં દાખલાઓ તે જરૂર અપાય, પણ અપ્રસ્તુત વાત દાખલ થવી ન જોઈએ. જે વાદવિવાદના મુખ્ય પ્રશ્ન સાથે અપ્રસ્તુત વાત ભળી તે વાદને છેડે આવે જ નહિ. એ પ્રમાણે ગુસ્સે થઈ જવાય તે સદરપક્ષની સત્યશોધન વૃત્તિ કાબૂમાં નથી, પણ એ પિતાનો એકડે ખરો કરવા માંગે છે એમ સમજવું અને માણસ જ્યારે અમુક વાત સ્પષ્ટ કરવા બેસે અને અસમંજસ બોલે અને ગાળો ભાંડે કે ગુસ્સે થાય ત્યારે તેની સત્યશોધન વૃત્તિને હડતાળ લાગી જાય છે અને તે પોતાનો એકડો ખરો કરવા ગમે તેવા ઘેલાં કાઢે છે એમ સ્પષ્ટ થઈ જાય છે. એટલા ઉપરથો સમજવું કે સત્યશોધનની વાતને બહુ વજુદ આપવાની વાદવિવાદમાં આવશ્યકતા છે અને પોતાના મગજ પર કાબૂ રાખવાની પણ તેટલી જ જરૂર છે. જેઓ સત્ય ખાતર જિંદગી અર્પનાર છે તેઓ પણુ સત્યાસત્યની ચર્ચામાં નિયમને તાબે ન થાય ત્યારે જરૂર આશ્ચર્ય થાય અને સામે ક્રોધી માણસની દયા ખાવા આપણે પ્રેરાઈએ. એ પ્રેરણા સાર્વજનિક છે અને વિશુદ્ધ છે. સારા માણસે આવા ઠોધીની દયા ખાવી, પણ તેની વાતને સ્વીકાર કરવો નહિ, કારણ સત્ય એ જુદી વાત છે. અને ગુસ્સે થવું કે ધમપછાડા કરવા એ દલીલનું દેવાળું છે. સારો વકતા કે વાદી કદી ગુસ્સે થાય નહિ. ગુસ્સે થઇને પોતાની જાત પર કાબૂ મેવો એ એક પ્રકારને વ્યાધિ છે અને વ્યાધિગ્રસ્ત સાથે વાદવિવાદ ન કરે એવો નિયમ છે, સદુપદેશ છે.
સ્વ. મૈક્તિક In any controversy the instant we feel anger we have already ceased striving for truth and have begun striving for ourselves.
-Carlyle.
For Private And Personal Use Only