Book Title: Jain Dharm Prakash 1952 Pustak 068 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વ્યવહાર કૈશલ્ય @<(૩૫) ફતેહને તમે ગૃહસ્થ માફક મળે પણ અણફતેહને માણસ જેમ મળે. તમારું માથું ફેરવી નાખો નહિ. તમે ફાવ્યા છે તે ગૃહસ્થ બની જાઓ અને કદને અપનાવી લે, પણ એને નિશા ન ચઢવો જોઈએ અને જ્યારે એનો નિશો ચઢે ત્યારે તમે અંતે એક અદના માણસ છે એમ ધારી બેસે અને ગૃહસ્થને છાજે તે રીતે તમે ફતેહ સાથે વર્તે. તમને ફતેહ મળે તેથી તમે નાચવા-કૂદવા મંડી ન જ જશે, પણ જાણે તમે એક ગૃહસ્થ હો એ રીતે તમારી ફત્તેહ સાથે વર્તો. જે નાચવા કુદવાના કે બીજા કોઈ એવા ધાંધલમાં પડી ગયા તે તમે ગૃહસ્થાઈ ચૂકી જશે અને પછી બાળક કે દારડીઆ જેમ તમારી ફતેહ સાથે વર્તશે, એ તમને છાજતું નથી, એમાં તમારો જયવાર નથી અને તમે કાવવાના નથી. અંતે કેણુ ફાથી તે તો નક્કી કરવાનું છે, તે તમારે હાથમાં લેવાનું નથી અને ફેંસલો સાચે, છેવટને, પક્ષપાતરહિતપણે કરનાર, તે કોઈ બીજો જ છે. એ જે હોય તે જોયું જશે અને પડશે તેવા તે વખતે દેવાશે, પણ એ તમારા વિષય નથી, તમારા તાબાને નથી અને તમારા હાથમાં નથી. તમે તે જેવું આવે તેવું સહેવા બંધાયેલા છે, માટે ગૃહસ્થને છાજે તેમ, ફતેહ સાથે વર્તો, અને ખરા ગૃહસ્થ થાઓ, તમારી તાકાત કેટલી છે તે અમે જાણીએ છીએ, શે' પાપડ ભાંગવાની પણ તાકાત તમારામાં નથી. એ તે બધું નક્કી કરેલા નિયમાનુસાર ચાલ્યા કરે છે. અને તમારો પડયે બાલ કાઈ ઊચકનાર નથી, એમાં તમારો અવાજ નથી. પશુ વિપરીત રિથતિ વખતે તમે માણસની જેમ વર્તે અને ખરા માનવી થઈ જાઓ. એ આફતને કેમ કરવી, સહેવી-એ સર્વ તમે માણસ હશો તે જ સમજી શશે. એનાં કારણમાં ન ઊતરતાં એને માણસ તરીકે કેમ સહેવી તે સમજે અને સર્વે સંચામાં મનને કાબુમાં રાખે અને લહેર કરે. આફત અનાદિ અનંત નથી, કાલ સવારે વાદળાં વિખરાઈ જશે, માટે સર્વનાં સવ’ દિવસ સરખા હોતા નથી એમ સમજી માણસ થઈ જાઓ અને આફત પણ તમને ઘટે તે રીતે જ સહન કરી જાઓ. ગોટે ચઢે તે જરા હિંગાષ્ટક લઈ લે અને વધારે પડતો વ્યાધિ થાય તે પણ માણસને શોભે તેમ વર્તી અને સમય જાળવી લે. કાંઈ સહુના સરખાં દિવસ જતા નથી અને જવાના છે એવું ઇચ્છો એ તમારી ગણતરીમાં પણ નથી. તમે બીજાના દિવસે કેમ જાય છે તે સમજી લે અને ઝાડના પાંદડાં ગણે, પણ માણસને છાજે તેવું વર્તન કરો અને મોજમાં રહો. આફતથી ડરે તે માણસ નહિ અને વિપત્તિથી દૂર નાસે તે પણ માણસ નહિ. તમને માણસ તરીકે છાજે તેવું જ વર્તન કરો, કારણ માણસાઇની તમારી કિંમત ત્યારે જ થાય તેમ છે અને તમારામાં ડહાપણને ખજાનો છે, તેને ઉપયોગ પણ એ વખતે જ કરવાનું છે, તમે બરાબર ભાણસાઈને છાજે તેવું વર્તન કરો. Meet success like a gentleman and disaster like a man. -Birkenhead. ( ૧૯૯ ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28