Book Title: Jain Dharm Prakash 1952 Pustak 068 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪ શ્રી ન ધર્મ પ્રારા. [અશાડ વિડીને સમાજ અને દેશને ઉત્કર્ષ કરવાની પવિત્ર ભાવના સાથ અહીં પધાર્યા છે. આપમાંના ઘણુ ભાઈબહેને સંસ્કારી સાહસિક અને સેવાવૃતિવાળા છે, તે આપ સૌને અને મુંબઈના શાહ સોદાગર, મુરબ્બીઓ અને મિત્રોને એ દૃષ્ટિએ વિચારવા અને શકય તે કરી છૂટવાની આ તકે આગ્રહભરી અપીલ કરું છું. આ મહાન મુંબઈ નગરીની વિશિષ્ટતાએ અનેકવિધ છે. ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાજકીય પ્રશ્નોના ઉદ્દભવમાં, ઉત્થાનમાં અને તેના સુખદ છેવટમાં સફળ સંચાલન કર્યાના એના ઇતિહાસના પાને અનેક દાખલાઓ નેંધાયેલા સાંપડશે. એક જ દાખલો આપું. પરદેશી સરકારની ગુલામીમાંથી દેશને મુક્ત કરીને આઝાદી પ્રાપ્ત કરાવનાર રાષ્ટ્રિય મહાસભાની સ્થાપના આ જ મુંબઈ નગરીમાં આજથી ૬૫ વર્ષ પહેલાં કરવામાં આવી હતી. એ જ આઝાદીની લડતનો છેલ્લો તબક્કો “કરંગે યા મરેંગે'ની-યુદ્ધ ઘેષણ પણ ૧૯૪૨ ની ઓગષ્ટની ૮ મી તારીખે આ મુંબઈ નગરીમાંથી જ કરવામાં આવી હતી. આ છેલા આઝાદી જંગના પરિણામે ૩૫ કરેડની પ્રજા પરદેશી સરકારની ધુંસરીમાંથી મુક્ત બની અને દેશ આઝાદ થશે. જૈન સમાજના ઉત્પાન માટે, હું આશા રાખું છું કે વિષયવિચારિણી સમિતિ, જેની પહેલી બેઠક આજે રાત્રે મળશે તેના માનનીય સભ્યો, સમાજ અને દેશના સર્વાગી વિકાસનું દૃષ્ટિકોણ નજર સમક્ષ રાખીને વિશાળ દૃષ્ટિથી વિચાર-વિનિમય કરી, આ અધિવેશનના વિદ્વાન પ્રમુખ શ્રી અમૃતલાલ દોશીની દેરવણી નીચે યોગ્ય ઠરાવ ઘડી મુંબઈ નગરીની વિશિષ્ટતા સાચવશે. છેવટે જેમણે વર્ષો સુધી કોન્ફરન્સની સેવા કરી છે, અનેક મુશ્કેલીઓમાંથી મામ કાઢય છે, અડચણો વખતે અડગતાથી ઊભા રહ્યા છે અને છેલા સવા બે વર્ષ થયા જેમણે કેન્ફરન્સનું કાર્ય સતત મહેનત લઈ આગળ ધપાવ્યું છે એવા સમાજના એકનિક આગેવાન અને કેન્ફરન્સના નિવૃત્ત થતા પ્રમુખ શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ, જે. પી. ને તેમની અનેકવિધ સેવાઓ માટે આ તકે હાર્દિક અભિનંદન આપું છું. તેઓશ્રી આ કોન્ફરન્સના પ્રમુખ પદેથી જો કે ફારેગ થાય છે, છતાં પણું મને ખાત્રી છે કે તેઓ કેન્ફરન્સની એકધારી સેવા કરતા રહેશે અને તે દ્વારા જૈન સમાજને આગળ ધપાવવામાં હંમેશા મહત્વનો ફાળો આપતા રહેશે. આ રીતે પ્રસંગચિત કેટલાક વિચારો રજૂ કર્યા બાદ આ ઓગણીસમા અધિવેશન માટે વરાએલા પ્રમુખ શ્રી અમૃતલાલ કાલીદાસને મારા તરફથી હાદિક આવકાર આપું છું. શ્રી અને સરસ્વતીને સુયોગ હોય એવી જૈન સમાજની કેટલીક વિરલ વ્યક્તિઓમાંના તેઓ એક છે. વળી આજ સુધી તેમણે જૈનધર્મ અને સાહિત્યની અનેક પ્રકારે સેવા કરી છે. જૈનધર્મ વિષે તેઓ ઊંડી નિષ્ઠા અને શ્રદ્ધા ધરાવે છે. આવા અવસરે કન્ફન્સના સૂત્રધાર તરીકે આવી વ્યક્તિ આપણને પ્રાપ્ત થાય એ હું આપણું મોટું સદભાગ્ય સમજું છું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28