Book Title: Jain Dharm Prakash 1952 Pustak 068 Ank 09 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯ મો] ધર્મનું ધ્યેય :: જીવનની સર્વાગી શુદ્ધિ. ૧૮૫ ગસાધકોને આ વર્ગ જો સવિશેષ ઉન્નતિ પામે તો પ્રભુશ્રી મહાવીરના શાસનને સમમ વિશ્વમાં ઉઘાત થાય કે જે જોવાને લાખ આત્મા તલસી રહ્યા છે. આ દષ્ટિબિંદુને લક્ષમાં રાખી હું બે શબ્દો કહીશ. સર્વવિરતિ ધર્મનું પાલન કરનારાઓનું મુખ્ય કર્તાય સંયમ, જ્ઞાન અને ધ્યાનની ઉપાસના છે, એટલે તેમને વધારેમાં વધારે સમય આ ત્રણ તની સાધનામાં જો જોઈએ. સંયમની સાધનાનો સાદો અને સીધે અર્થ એ છે કે-મન, વચન તથા કાયા પર કાબૂ મેળવે. આ બેય સિદ્ધ થાય તે માટે જ સંસારનો ત્યાગ થાય છે, મહાવ્રત પ્રહણ કરાય છે અને ગુરુકુળવાસનું સેવન થાય છે; એ વાત લક્ષ બહાર જવી જોઈતી નથી. પ્રાચીન સામાચારી પ્રાચીન કાળના નિગ્રંથ મુનિઓની સામાચારીને અભ્યાસ કરતાં જણાય છે કેતેઓ એક પિરિસી જેટલી રાત્રિ બાકી રહે ત્યારે જાગૃત થઈને ધ્યાન ધરતા અને આવશ્યક ક્રિયા કરતા. દિવસની પહેલી પિરિસી મૂત્ર પ્રહણ કરવામાં, બીજી પરિસી અર્થ ગ્રહણ કરવામાં, ત્રીજી પરિસી ગોચરીપાણીમાં, ચોથી પિરિસી પૃછનારૂપ સ્વાધ્યાયમાં તથા આવશ્યક ક્રિયામાં અને રાત્રિની પહેલી પિરિસી પરાવર્તનરૂપ સ્વાધ્યાયમાં ગાળતા તથા રાત્રિની બીજી પિરિસી ધ્યાનમાં વીતાવતા. નવા સાધુઓ આ વખતે સંથારે જતા. એટલે પ્રત્યેક સાધક ઓછામાં ઓછી ચાર પરિસી સ્વાધ્યાયમાં અને એક કે બે પરિસી ધ્યાનમાં ગાળતો. સમયના આવા કાળજીભર્યા સદુપયોગથી જ તેઓ મહાસંયમી, મહાજ્ઞાની અને મહાધ્યાની થઈ શકતા અને એ રીતે પિતાનું તથા પરનું હિત સાધી શકતા. આ સામાચારી કરી અમલમાં આવે તે સંયમ જ્ઞાન અને ધ્યાનની ઉપાસનામાં ઘણી જ પ્રગતિ થાય અને જૈનત્વની થતિને વિશ્વભરમાં પ્રકાશ થાય. જ્ઞાનપાસના નાનપાસનાને અર્થ માત્ર સૂત્ર-સિદ્ધાંતે વાંચી જવા એટલે જ નથી, પણ તેમાં પ્રતિપાદિત કરેલા સિદ્ધાંત પર ઊંડું મનન-ચિંતન કરવાનો છે અને એ મનન-ચિંતન વ્યવસ્થિત તથા તુલનાત્મક અભ્યાસપૂર્વક થાય તે માટે બીજું પણ જે જે સાહિત્ય વાંચવાની જરૂર જણાય તે વાંચવાનું છે. સર્વવિરતિના સાધકોએ કેટલા સમયમાં કેટલો અભ્યાસ કરવો જોઇએ, તે પણ નિયત થવાની જરૂર છે. ધ્યાન ધ્યાનમાં આગળ વધવા માટે યમ-નિયમો ગ્રહણ કરાય છે પણ એક આસને લાંબા સમય સુધી બેસવાની ટેવ, ત્રણ ગુપ્તિરૂપ પ્રાણાયામ અને બાહ્ય ભાવ તરફ ખેંચી જતી પ્રવૃત્તિઓને પ્રત્યાહાર જરૂરી છે. જયાં સુધી બાહ્ય ભાવમાં ખેંચી જતી પ્રવૃત્તિઓ ઓછી ન થાય ત્યાં સુધી ધારણું થઈ શકતી નથી, વ્યાન જામતું નથી અને પરિણામે સમાધિને લાભ થતો નથી. આ બધાને રામબાણ ઉપાય કાયોત્સર્ગનું મૂળ સ્વરૂપ સમજી તેને વધુ ને વધુ વિકસાવવાને છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28