________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
પ્રો જેન ધર્મ પ્રકાશ
[ અશાડ
પ્રમાણમાં સુધરે એમ મારું નમ્ર મંતવ્ય છે. આ સાથે સંતતિનિયમનને પ્રશ્ન પણ વિચારવા જેવો છે. તે માટે આપણા શાસ્ત્રકારોએ બ્રહ્મચર્યની જે વિવિધ ભૂમિકાઓ બતાવી છે, તેનું પાલન કરવાની આવશ્યકતા છે. - આરોગ્યની બાબતમાં પણ આપણે ખૂબ જ પછાત છીએ. વિવિધ પ્રકારના વ્યાધિઓ આપણી વારંવાર મુલાકાત લેતા જ હોય છે અને તે આપણી કમાણીનો એક સારા જે ભાગ લઈ જાય છે. વળી રોગી માતાપિતાના સંતાને રાગી કે દુર્બલ થાય છે અને એ કમ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં સારાયે સમાજની અધોગતિ થાય છે. આ સ્થિતિમાં તેમને ઉપચાર ઉપરાંત આરોગ્ય સાચવવાના સિદ્ધાંતનું વારતવિક જ્ઞાન મળે, તે અત્યંત જરૂરનું છે.
આપણી ઉછરતી પ્રજાના શારીરિક બંધારણ પર જ્યારે હું નજર કરું છું ત્યારે વિવાદની ઘેરી લાગણી અનુભવું છું. ફીક્કા ચહેરા, દુર્બલ દેહ અને સૌવને અભાવ, એ જાણે આ૫ણી ખાસિયત થઈ પડી છે. અને તેમ છતાં જાણે કે આ બધાનું કંઇ જ મહત્તવ ન હોય તે રીતે આપણે વર્તીએ છીએ; પણ એ યાદ રાખવું ઘટે છે કે દુર્બળ શરીર માં વિકારી મન વાસ થાય છે અને વિકારી મન આપણી સર્વોત્તમ ભાવનાઓને નાશ કરે છે. વળી તપ, તિતિક્ષા અને વૈયાવૃજ્યના માર્ગે આગળ વધવું હોય તે ત્યાં પણ સારું સ્વારથ અને ખડતલતા જરૂરી છે; તેથી આ વિષયમાં પ્રવર્તતી ઉપેક્ષાવૃત્તિને સત્વર ત્યાગ કરીને તે માટે યોગ્ય પ્રબંધ કરવો જોઈએ. વ્યાયામ, ગાસને, પુષ્ટિકારક ખોરાક અને યોગ્ય પરિચર્યા એ એના અનુભવસિદ્ધ ઉપાયો છે.
આપણુ વાનપ્રસ્થ અને વૃદ્ધ પુરુષો જે રીતે પિતાને સમય ગાળે છે, એમાં પણ ધણ સુધારો કરવા જેવું છે. સામાન્ય પ્રથા એવી હોવી જોઈએ કે વાનપ્રસ્થ થયેલા મનુષ્યોએ આ૫ણી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પોતાનું સ્થાન શોધી લેવુ જોઇએ અને તેને પોતાના અનુભવને બને તેટલો લાભ આપવો જોઈએ. નિરાંત અને નિષ્ક્રિયતા એક નથી, એ વાત આપણે જેટલી વહેલી સમજી લઈએ તેટલે વધુ લાભ છે.
: વૃદ્ધ, અશક્ત અને નિરાધાર સ્ત્રી-પુરુષોની જિંદગી કેવી રીતે સુખી થાય તે માટે અન્ય દેશોમાં અને અન્ય સમાજોમાં ઘણી ઘણી વિચારણા થઈ છે, જ્યારે આપણે ત્યાં થેડા છૂટાછવાયા પ્રયાસ વિના વિશેષ કંઈ પણ થયું નથી. હું ઈચ્છું છું કે આ પ્રશ્ન પર સમાજસુધારકે ગંભીર વિચાર કરે.
આર્થિક પરિસ્થિતિ. આપણા સમાજ એક વાર શ્રીમંત અને સુખી ગણત, પણ આજે તે પરિસ્થિતિએ તદન પલટો લીધો છે. ગરીબાઈ અને બેકારીએ બેકાબૂ બનીને પોતાનું સ્થાન જમાવ્યું છે અને તેની નાગચૂડમાં મધ્યમ વર્ગ ખૂબ ખૂબ ભોંસાઈ રહ્યો છે. આ સ્થિતિ ઉત્પન્ન થવાનું કારણ સરકારની રાજનીતિ ઉપરાંત આ૫ણી અજ્ઞાન અને જડ મનોદશા પણ છે. પરિસ્થિતિમાં અસાધારણ પરિવર્તન થાય તે પણ આપણે આપણી રીતરસમ બદલીએ
For Private And Personal Use Only