Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah

View full book text
Previous | Next

Page 302
________________ ૨૮૩ ===ો પાંચ જ્ઞા ન ૪ જ્ઞાન એ આત્માને પરમગુણ છે. અને આત્માનું સ્વરૂપ પણ જ્ઞાન જ છે. જ્ઞાન દ્વારાજ વસ્તુતવનો બાધ થાય છે. જ્ઞાન દ્વારાજ આત્મા–પરમાત્માનું, પુણ્ય-પાપનું, આશ્રવસંવરનું, બંધ–ક્ષનું, સ્વર્ગ–નરકનું ભાન થાય છે. આત્માનું વાસ્તવિક હિત અને અહિત કયાં છે તેની પણ ખબર "જ્ઞાન દ્વારા જ પડે છે. મેક્ષનાં અનુષ્ઠાને પણ જ્ઞાનયુક્ત કરવામાં આવે તેજ મોક્ષદાયક બને છે. જ્ઞાનથી સંવેગ અને વૈરાગ્ય જાગ્રત થાય છે, આત્મકલ્યાણની આકાંક્ષા જમે છે, સાંસારિક ભેગે પ્રત્યે વિરક્તભાવ જાગ્રત થાય છે, આત્મા પાપભીરૂ બને છે, પરલેક દષ્ટિ ઉઘડે છે. હું કોણ ? મારૂં શું? અને પરલોકમાં મારું શું થશે? એને હૃદયસ્પર્શી ઉડે વિચાર પ્રાપ્ત થાય છે. જડ અને ચેતનને વિવેક જાગ્રત થાય છે, સ્વ–પરનું વિભાજન કરતાં આવડે છે, મેક્ષના હેતુઓ અને ભવના હેતુઓનું સ્પષ્ટ દર્શન થાય છે, જે સાધના કરવાને ઉત્સાહ જાગ્રત થાય છે, જીવન જીવવાની સાચી દષ્ટિ પ્રાપ્ત થાય છે, ભૌતિક પદાર્થોમાંથી સુખનો વિશ્વાસ ઉઠી જાય છે, આત્મામાંજ સુખનો વિશ્વાસ પ્રગટ થાય છે અને તત્ત્વાતત્ત્વની બાબતને વિપર્યાસ દૂર થાય છે. બીજું ગચ્છનું સુકાન પણ ગીતાર્થ (જ્ઞાની)ના હાથમાં, વ્યાખ્યાન આપવાને અધિકાર પણ ગીતાર્થને, આ રચના (પ્રાયશ્ચિત) આપવાનો અધિકાર પણ ગીતાર્થને, વિહાર પણ ગીતાર્થને શાસ્ત્રોમાં કહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330