Book Title: Jain Darshan Amulya Tattva Chintan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 11
________________ તત્ત્વનો નિર્ણય આગમજ્ઞાન વગર હોય નહિં અને આગમજ્ઞાન સર્વજ્ઞાને જાણ્યા વગર હોય નહિ. પ્રત્યેક આત્મા સર્વજ્ઞ સ્વરૂપ છે અને સર્વજ્ઞ થઈ શકે છે એ બતાવનાર જૈન દર્શન છે. - આત્માનો સ્વભાવ ત્રિકાળી છે તેમાં જે એક સમય પૂરતી વિકારી પર્યાયતેનું લક્ષ ગૌણ કરીને અખંડ પરિપૂર્ણ સ્વભાવનું દર્શન કરાવવું તે જેનદન. એક સમય પૂરતો વિકાર સ્વરૂપમાં નથી. i જૈન શાસન એટલે શું? • જેન શાસન એટલે વીતરાગતા. • અનેકાન્ત એ જેન શાસનનો આત્મા. સ્યાદ્વાદ એ જૈન શાસનની કથનશૈલી. • જૈન શાસન એટલે યુક્તિ અને અનુભવનો ભંડાર. • જૈન શાસન એટલે દરેક દ્રવ્યોના સ્વરૂપને સંપૂર્ણ અને ત્રિકાળ સ્વાધીન (સ્વતંત્ર) બતાવનાર અનાદિ અનંત ધર્મ. . ધર્મનું સ્વરૂપ શું છે? ધર્મની વ્યાખ્યા ચાર પ્રકારે વિસ્તારથી કરેલ છે. વસ્તુ સ્વભાવરૂપ ધર્મ. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રિરત્ની ધર્મ. ઉત્તમ ક્ષમાદિ દશલક્ષણરૂપ ધર્મ. જીવરક્ષારૂપ અહિંસા ધર્મ. આબધામાં સમ્યફદર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રધાનતા છે. એનિશ્ચય . રત્નત્રયી જ મોક્ષમાર્ગ છે. નિશ્ચયથી સાધવામાં આવેતો ધર્મનો એક જ પ્રકાર છે અને તે ધર્મની શરૂઆત શુદ્ધાત્માની અનુભવરૂપ સમ્યગ્દર્શનપૂર્વક જ થાય છે. સમ્યગ્દર્શન વિના બધી જ ક્રિયાઓ શૂન્ય છે, એકડા વિનાનાં મીંડા છે. ધર્મની શરૂઆત જ ત્યાંથી થાય છે. દરેક જીવ પોતાની અભિપ્રાયની ભૂલને (મિથ્યાત્વને) લીધે જ દુઃખી છે અને અનંત સંસારનું પરિભ્રમણ કરી રહ્યો છે અને પોતે પોતાની ભૂલ સુધારીને અનંત સુખ પ્રાપ્ત કરી શકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 346