Book Title: Jain Adarsh Prasango Part 10
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 24
________________ (૨૨** ગઈ. દાંતમાંથી લોહી નીકળવા માંડ્યું. રાતનો સમય. ચોવિહાર થઈ ગયો હતો. બધા કહે કે ડૉક્ટર પાસે લઈ જાવ. ચોવિહાર દીકરીને તૂટે તેનું પ્રાયશ્ચિત લેવડાવી દેજો. રીતેશ કહે કે મારે દીકરીનો માત્ર આ ભવનો નહી પરભવનો પણ વિચાર કરવાનો છે. દીકરીને પૂછ્યું, “તને સહન થાય તો કાલે સવારે ડૉક્ટર પાસે જઈશું નહિતર અત્યારે. બોલ શું કરવું છે ?” દીકરી કહે કે મેં ચોવિહાર કર્યો છે. રાત્રે મોઢામાં પાણી ન નંખાય. કાલે સવારે જઈશું. ખરેખર દીકરીએ આખી રાત સહન કર્યું. સવારે નવકા૨શી બાદ ડૉક્ટર પાસે ગયા. ત્યારે પણ દાંતમાંથી થોડું લોહી ચાલું હતું. કહેવાય છે કે મોરના ઈંડાને ચીતરવા ન પડે !! એક વાર રીતેશ સાંજનું પ્રતિક્રમણ કરવા નીકળતો હતો. ઓફિસેથી ફોન આવ્યો કે ઓફિસનો એક માણસ ગોડાઉનમાંથી ૧-૨ લાખનો માલ ચોરી કરી ટ્રક ભરીને જાય છે. રીતેશે પેલા માણસને ફોન કરીને કહ્યું કે મને સમાચાર મળી ગયા છે તારે જે લઈ જવું હોય તે લઈ જજે. પરંતુ એટલી વાત નક્કી કે હું તને નોકરીમાંથી છૂટો નથી કરવાનો. તારે નોકરી તો ચાલુ જ રાખવાની છે. ફોન મૂકી રીતેશ પ્રતિક્રમણ કરવા પહોંચી ગયો. “પૈસા જાય તે ચાલશે પરંતુ પ્રતિક્રમણ રહી જાય તે નહી ચાલે.” કેવી દૃઢ ધર્મભાવના !! અનુમોદના !! બીજે દિવસે સવારે ઓફિસે પહોંચ્યો ત્યારે પેલા માણસે બધું પાછું સોંપી દીધું. આજે રીતેશ ઉત્તમ આરાધના કરી રહ્યો છે. સવાર-સાંજ પ્રતિક્રમણ, બિયાસણા, જિનવાણીશ્રવણ, મધ્યાહ્ન કાળની પૂજા આદિ આરાધના સુંદર ચાલે છે. આજુબાજુના અનેક યુવાનોને ચોવિહાર છઠ્ઠુ કરીને સાત Jain duc Dog is a Status & Mother is a destatus. ternational For Personal & Private Use Only www.lainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52