Book Title: Jain Adarsh Prasango Part 10
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 46
________________ --------- ----ક્ષ૪૪ --- -------------- વળી, પિતાજી માતુશ્રી પાસે આવ્યા. પૂછ્યું “રાતે ઉંઘ સારી આવી?” માતુશ્રીએ જવાબ આપ્યો “ના જરાય ઉંઘ આવી નથી.' પિતાજી કહે કે તો આખી રાત શું કર્યું? માતુશ્રીએ જવાબ આપ્યો કે આખી રાત જાપ કર્યો. શ્રી નવકાર મહામંત્રની બાધા પારાની સાત માળા ગણી અને તમે પેલો મંત્ર શિખવાડ્યો છે ને “ૐ નમો જિણાણે સરણાર્ણ મંગલાણં લોગુત્તરમાણે હોં હીં હું હું હ હું અસિઆઉસા મૈલોક્ય લલામ ભૂતાય શુદ્રોપદ્રવશમનાય અહત નમઃ સ્વાહા. આ મંત્રની ૧૨ માળા ગણી. “આટલો મોટો મંત્ર ૧૨ વાર કે ૧૨ માળા?'ના... ૧૨ વાર નહી. પ્રત્યેક મણકા ઉપર આખો મંત્ર. તેવી ૧૦૮ વાળી ૧ માળા... તેવી ૧૨ માળા. . પિતાજીએ કહ્યું : આવી ૧ માળા ગણતાં લગભગ ૨૫-૩૦ મિનિટ થાય. તો ૧૨ માળા ગણતાં ૬ કલાક થાય ને? હા... આખી રાત મેં નવકાર અને પરમેષ્ઠિમંત્રનો જાપ જ કર્યો છે.. તને લાગે છે કે પરમાત્માના શાસનના આ મહામંત્રના શ્રધ્ધાપૂર્વકના આ જાપે જ આવો અજબ ચમત્કાર સજર્યો છે? હા... મને પણ ચોક્કસ લાગે છે. આ હતા એ સમયના માતુશ્રીના હૃદયોદ્ગાર. મહામંત્રશ્રી નવકાર અને પરમેષ્ઠિ મંત્રના દઢ શ્રધ્ધાપૂર્વકના જાપનું સર્વોત્તમ ફળ શાશ્વત-શિવપદની પ્રાપ્તિ જ છે. અને તે લક્ષ્ય સંકલ્પપૂર્વક જ આવા મહામંત્રનો જાપ કરવો ઘટે.. પરંતુ સાથે શાશ્વત-શિવપદ-પ્રાપ્તિના માર્ગની આરાધનામાં આવતા વિનોનું વિદારણ પણ કરી આપે છે. ૩૬. મરતા સમરો મુંબઈની એક ચાલીમાં કાંતિ કાકા અને તેમના ધર્મપત્ની - સાધર્મિકનું અપમાન એ સંઘનું અપમાન છે. Jain Education internauona ----------------------- memorary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52