Book Title: Jain Adarsh Prasango Part 10
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 32
________________ -------- ---- --જન૩૦ ના નાના નાના જ સ્વગૃહમંદિરના પ્રભુશ્રી શિતલનાથ સ્વામીના અંગ ઉપર રોજ પાંચ હજાર શ્વેત-પુષ્પ અર્પણ કરે. અને પ્રત્યેક ફુલ ચડાવતા એક નવકાર ગણે. આ રીતે રોજના ૫૦૦૦ ફુલ અને ૫૦૦૦ નવકારનો જાપ તેમણે કર્યો. ૨૧ દિવસ સુધી ચોવીસે કલાકનું સંપૂર્ણ મૌન. અને આયંબિલ પણ ઘરમાં જ કરવાનું. આમ કુલ ૧,૦૮,૦૦૦ વિશિષ્ટ નવકાર જાપ તેમણે કર્યો. “રોજના ૫૦૦૦ શ્વેત પુષ્પ અર્પણપૂર્વક, ૫૦૦૦નો નવકાર જાપ કરનાર, લાખ નવકાર વિધિપૂર્વક ગણે તે તીર્થકર પદ બાંધે” એવા ભાવાર્થવાળો શાસ્ત્રીય શ્લોક વાંચીને ધનંજયભાઈને આવો વિશિષ્ટ જાપ કરવાનો મનોરથ જાગ્યો હતો. આ ૨૧ દિવસ દરમ્યાન એક ચમત્કારિક ઘટના બનવા પામી. જાપના આરંભના દિવસે જ ધનંજ્યભાઈએ શ્રીક્ષેત્રપાળ - દેવ, શ્રી ગણિપીટક યક્ષરાજ અને શ્રી ત્રિભુવન સ્વામિની દેવીની સ્થાપના કરી હતી. તેની બાજુમાં અખંડ-દીપકની પણ સ્થાપના કરી હતી. તે અખંડ-દીપકની ઉપર અડધા ફૂટની ઉપર રહેલ આરસના નીચલો ભાગ અખંડ દીવો સતત ૨૧ દિવસ સુધી અખંડપણે ચાલવા છતાં જરાય “કાળો” થવા ન પામ્યો. સામાન્ય રીતે આ રીતે અખંડ દીવાની જ્યોતનો ઉપરનો ભાગ કાળો-મેશ થઈ જતો હોય છે. પણ અહીં અખંડ દીવાનો ઉપરિભાગ જાપના ૨૧ દિવસોમાં અને તે પછી બીજા ૨૧ દિવસ સુધી કુલ ૪૨ દિવસ સુધી ચાલવા છતાં જરા પણ “કાળો” ન થતાં દર્શન કરનારા અનેક ભાગ્યશાળીઓ આશ્ચર્ય પામ્યા હતાં. એક ગીતાર્થ આચાર્યદેવે કહ્યું કે “ઉત્તમ અને નિર્મળભાવે જાપ થયો હોય, તો દૈવી સાન્નિધ્ય પ્રાપ્ત થયાનો આ શુભસંકેત ગણી શકાય ઘરમાં ગૃહમંદિર કર્યાના આ કેવા મહાન લાભ. જાપ દરમ્યાન પંડિતજીની ચિત્તપ્રસન્નતા અને નિર્મળતા અનુમોદનીય હતી. વહાલા પર જ વહેમીલા, પછી ડંખીલા. Jain S ation International Personel Private Use Onl i nelibery.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52