________________
નિવાસી છગનલાલજી પાલરેચા અને એમના ધર્મપ્રેમી દેવગુરુભક્તિપ્રિયા સુ.શ્રાવિકા નારંગીબેન. એમણે શિવગંજમાં પણ જિનમંદિર નિર્માણમાં લાભ લીધેલો છે.
આ ભવના ધનનોદાનકાર્યમાં જિનમંદિર નિર્માણાદિમાં લાભ લઈને ભવોભવના પુણ્યની ફિક્સ ડીપોઝીટ શું તમારે કરવી છે?
૩૩. ભક્તો તારા તને પારે દમયંતીબેન, અમદાવાદ લખે છે કે મારા વર્ષીતપ વખતે પાલિતાણા દાદાની જાત્રા કરવા ગયા પણ ઉપર સખત ગીર્દી હતી. દાદાનો પક્ષાલ સારી રીતે થયો પણ પૂજા થવાની કોઈ શક્યતા ન હતી. સાંજે ૬ વાગે અમારી બસ ઉપડવાની હતી. અમારી સાથેના તપસ્વી પક્ષાલ કરીને નીચે જવા માંડ્યા. જીવ ઘણો બળતો હતો પણ જતાં પહેલાં દાદાના દર્શન કરવા ગઈ એ સમયે એવી ભાવના થઈ કે દાદાની પહેલી પૂજા હું જીવનમાં ક્યારે કરીશ? એ વિચારતાં રડવું આવી ગયું. મારા એવા કેવા કર્મો કે હું તે કરી શકતી નથી. દર્શન કરી બહાર નીકળી હતી તો ત્યાં નાની ઉંમરનું નાસિકનું એક દંપતી સોનાની થાળી વાટકી લઇ બહાર બેઠું હતું. પૂજાનો બધો જ ચઢાવો એમનો હતો. પરણીને પહેલી જાત્રા કરવા આવ્યા હતા. મને જોઈને પૂછયું “બા પૂજા નથી કરવી?” મેં કહ્યું બેટા ગીર્દી બહુ છે. શક્યતા લાગતી નથી. તેમણે મને સાથે બેસાડી સૌથી પહેલી પૂજા મારી પાસે કરાવી. મને કહે મારી મા સાથે હોય તો હું તેમને જ કરાવું ને! તમે મારી મા જેવા જ છો ને! હજુ એ દિવસ અને એ ઘડી નજર સામેથી ખસતા નથી. મને તો એ બંનેના નામની પણ ખબર નથી. જાણે દેવ આવીને પૂજા કરાવી ગયા. દાદા એ થોડી સેકન્ડોમાં જ મારી ઇચ્છા પૂરી કરી.
• દિલ હોય ત્યાં દલીલની જરૂર નથી.
Jain :
Eા
:ERefret
E==ere
were
"Jerrerary.org