Book Title: Jain Adarsh Prasango Part 10
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 41
________________ ઉદયે મળેલી લક્ષ્મીનો સદ્વ્યય પણ એવી જ દાનગંગા સાથે વહાવ્યો છે. - સુરતથી શિખરજી મહાતીર્થના સંઘપતિ તો બન્યા સાથે થોડા દિવસ માટે ચુસ્ત યાત્રિકજીવનનો પણ આસ્વાદ લીધો. - કાત્રજ (પૂના) તીર્થમાં ભવ્ય અંજનશલાકા મહોત્સવમાં પ્રભુજીના માતા-પિતા બનવાનો અમૂલ્ય લાભ લીધો. - સં. ૨૦૪૮માં પાલિતાણા મુકામે અસલચાંદીથી ભરેલા નવછોડનું ભવ્ય ઉજમણું પણ કરાવ્યું. ૩૨. પુણ્યની ફિક્સ ડીપોઝીટ જોગેશ્વરી (વેસ્ટ)ના એ પ્લોટ માલિકે પોતાનો પ્લોટ વેચવા કાઢ્યો. પ્લોટમાલિકના ધર્મપત્ની ખૂબ ધર્મપ્રેમી. એમણે પોતાના પતિને ખૂબ વિનમ્ર ભાષામાં જણાવ્યું, “આપણા આ પ્લોટની બાજુમાં જ વીશ જૈનોના ફલેટો છે. આપણે પૈસા કરતાં ધર્મકમાણી કરવા જેવી છે. આ પ્લોટ વેચીએ નહીં અને અહીંજ જિનમંદિર - ઉપાશ્રય બનાવીએ તો કેટલું મઝાનું ? અહીં જિનપૂજન-દર્શન દ્વારા અનેક જીવો સમક્તિની પ્રાપ્તિ-શુદ્ધિ વગેરે કરશે અને અહીં સાધુ-સાધ્વીજી પધારશે તો આપણને એમને વસતી (ઉપાશ્રય) દાનનો મહાન લાભ પણ થશે.” પત્નીની નિષ્ઠાપૂર્વકની વિનંતી પતિને અપીલ કરી ગઈ અને વેચવા કાઢેલા પ્લોટ ઉપર જ એ પરિવારે સુંદર મજાનું જિનમંદિર અને ઉપાશ્રય સ્વદ્રવ્યથી નિર્માણ કર્યા. મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આદિ જિનબિંબો વિધિપૂર્વક બિરાજમાન કરાયા. ભવ્ય જીવો માટે આ આરાધનાની સુંદર પરબ બની ગઈ. મંદિર-ઉપાશ્રયનો સંપૂર્ણ લાભ લેનાર શિવગંજ (રાજસ્થાન) પેટમજૂર છો કે ધનમજૂર? Jain Education internacional ----------------- jamemorary.org


Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52