________________
નાના નાના નાના ૨૩e ----- જાત્રા, પૂજા, વ્યાખ્યાનાદિમા પ્રેરણા કરી જોડી રહ્યો છે. લાખો ધન્યવાદ છે કે કલિકાલમાં પણ આવા સત્ત્વશાળી આત્માઓ જૈન શાસનને શોભાવી રહ્યા છે. તમે વાંચ્યા બાદ એટલું તો કહી શકશો કે ધર્મક્ષેત્રમાં હમ ભી કીસે સે કમ નહિ !!
૧૭. એક પ્રશ્નથી અજવાળું “પપ્પા! આજે અમને પાઠશાળામાં ગુરૂજીએ સમજાવ્યું કે જે કંદમૂળ ખાય, રાત્રિભોજન કરે તે નરકમાં જાય. જુવો પપ્પા! તમે અને મમ્મી બંને કંદમૂળ ખાવ છો એટલે તમે તો નરકમાં જવાના એ વાત નક્કી !! પરંતુ પછી મારું કોણ? - સાબરમતી, અમદાવાદના એ ભાગ્યશાળી પંકજભાઈ. પત્ની સાથે રાત્રે જમતા હતા ત્યારે ૧૧ વર્ષના દીકરાએ પાઠશાળાએથી પાછા આવીને ઉપરનો પ્રશ્ન કર્યો. આમ તો પંકજભાઈ ના માતા-પિતા ધાર્મિકવૃત્તિવાળા. માતા-પિતા બંનેએ પ્રથમ ઉપધાન પણ કરેલ હતું પરંતુ પંકજભાઈને ધર્મ ગમતો ન હતો, માવાનું વ્યસન પડી ગયેલું એટલે ટેવ છૂટતી ન હતી. સાંજે માતાપિતા ચોવિહાર કરે, રસોઈ વહેલી તૈયાર થઈ જાય, પંકજભાઈને કહે કે જમીને જા, પરંતુ પંકજભાઈને રાત્રે જ ખાવા જોઈએ. પતિપત્ની કંદમૂળ પણ ખાતા.
તપસ્વી આ.શ્રી નવરત્નસાગરસૂરીશ્વરજીનું ચાતુર્માસ સાબરમતીમાં થયું ત્યારે શ્રાવિકાએ પર્યુષણમાં ૯ ઉપવાસ કર્યા, દીકરો ઘણી વાર મ.સા. પાસે જતો. પાઠશાળાથી આવીને જ્યારે કંદમૂળ અને નરકગમનની વાત અંગે પ્રશ્ન કર્યો ત્યારે પંકજભાઈ વિચારમાં પડી ગયા. એક જોરદાર ઝાટકો લાગ્યો. નાનપણમાં અઠ્ઠાઈ કરેલી. નાનપણમાં ધર્મના જે બીજ પડ્યા હતા તે અત્યારે
( ઘરડાઘરમાં મૂકનારનાં મા-બાપે નાનપણમાં અનાથાશ્રમમાં નમૂક્યોતે મોટી ભૂલ. Jain Education International
For Personal & Private Use Only www.jainelibrary.org