________________
મહી નદીમાં ડૂબી જવાથી થયેલ અકાળ અવસાન બાદ ભેટાસી છોડી પાછા સાયલા આવી વસેલા અને છેલ્લા દિવસો સાયલા ખાતે જ રહી ધર્મધ્યાનમાં વિતાવ્યાં.
- પૂ. શ્રી સૌભાગ્યભાઈના વ્યવસાય સંબંધી ઉલ્લેખ પણ પરમકૃપાળુદેવ સાથેના પત્રવ્યવહારને કારણે આપણને સાંપડે છે. સંવત ૧૯૪૯ના બીજા અષાઢ સુદી બારસ મંગળવારના રોજ પરમકૃપાળુદેવ પરના પત્રમાં શ્રી સૌભાગ્યભાઈ જણાવે છે કે, ર00 મણ કપાસ લીધેલ છે. આમ તેઓ કપાસનો વેપાર કરતા તેનો ખ્યાલ આવે છે. ઉપરાંત કપાસ માટે સાયલાથી મોરબી, અંજાર-કચ્છ તરફ જતા તેવો પણ ઉલ્લેખ પત્રોમાં જોવા મળે છે. સંવત ૧૯૫૦ અષાઢ વદ છઠ્ઠ મંગળવારના લખાયેલ પત્રમાં અંજાર-કચ્છનો ઉલ્લેખ કરેલ છે. સંવત ૧૯૫રના માગશર સુદ નોમ સોમવારના પત્રમાં ઉલ્લેખ છે કે, “યંબકે રૂ. ૧૫૦ના આશરનાં મોતી લીધાં અને બીજા રૂ. ૨૦૦નાં લાવશે. વેચવા છે તે ઘાટ આવશે તે વેચશે.” આ વાક્ય પરથી જણાય છે કે, મોતી-ઝવેરાતનો વેપાર પણ ક્યારેક ક્યારેક કરતા હશે. સાયલામાં તેઓની દુકાન હતી. ઉપરાંત અમુક સમય માટે મોરબીમાં જ્યારે સીઝન હોય ત્યારે દુકાન ખોલતા એવું પત્રવ્યવહારના આધારે કહી શકાય. જો કે તેઓની આર્થિક પરિસ્થિતિ નબળી હતી એવો ખ્યાલ આ પત્રવ્યવહારને કારણે જ આવે છે.
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના અનુગ્રહથી આર્થિક વિટંબણા હોવા છતાં સરળ સ્વભાવી શ્રી સૌભાગ્યભાઈએ આધ્યાત્મિક પ્રગતિ સાધી હતી. આ પ્રગતિમાં એમના પિતાશ્રી લલ્લુભાઈ અને માતા લાલમાના સંસ્કારે પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો. પૂ.શ્રી સોભાગભાઈના દિવ્ય જીવનના સંસ્કારો તેમની પછીની પેઢીઓમાં જળવાયેલા રહ્યા છે.
પરમકૃપાળુદેવને મળતાં પહેલાંના શ્રી સોભાગભાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org