Book Title: Hinsashtakam
Author(s): Yakini Mahattara, Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 2
________________ - હિંસાZશમ્ ......અgો .દા..... અભિEી ....... ધન્યવાદ.. સુકૃત સહયોગી ? શ્રી લાવણ્ય જૈન સંઘ પાલડી, અમદાવાદ. જ્ઞાનનધિ સધ્યયની ભૂરિ ભૂB અનુમોદના – હિંસાષ્ટમ્ - I ધ્રુવં હિંસા પ્રમાદ્રિનઃ II અનાદિકાલીન ભવભ્રમણનું બીજ હોય તો એ છે હિંસા. પણ એનું સ્વરૂપ શું છે ? એનું કારણ શું છે ? એનું રહસ્ય શું છે ? એના નિવારણનો ઉપાય શું છે ? એ વસ્તુ માત્ર ‘અહિંસા પરમો ધર્મ” ના નારાઓથી જાણી શકાય તેમ નથી. જિજ્ઞાસુ જીવો પર મહાન ઉપકાર કરીને આ ગંભીર જ્ઞાનને પીરસવા માટે ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ સાવચૂરિ હિંસાષ્ટકની રચના કરી છે. હિંસા ન થાય તેના માટે તો કદાચ ઘણા જીવો જાગૃત છે, પણ હૃદય કઠોર ન બને તેના માટેની જાગૃતિ કેટલી ? પ્રમાદભાવ ન આવે તેની તકેદારી કેટલી ? અભિનિવેશનો સ્પર્શ ન થાય તેના માટેની સાવધાની કેટલી ? પૂજ્યશ્રીએ આ પ્રબંધમાં સ્પષ્ટપણે ફરમાવ્યું છે કે જો અહિંસાનો પ્રેમ હોય તો સૌ પ્રથમ તમારા હૃદયને માખણ કરતાં ય કોમળ બનાવી લેજો, હૃદયની ધરતી સદા ય ભીની ભીની લીલીછમ રહે તેવો પ્રયત્ન કરજો, પ્રમાદને તિલાંજલિ આપી દેજો એને આટલું કર્યા પછી પણ જો કદાગ્રહને છોડી ન શકો તો અહિંસક હોવાનું ગુમાન રાખશો મા ! કેવી અદ્ભુત વાત ! એક નાનકડા અષ્ટકમાં જાણે હજારોલાખો શાસ્ત્રોનું નવનીત પીરસી દીધું છે. હિંસાના વિવિધ ભાંગાઓ, દષ્ટાન્તોમાંથી તારવેલો અદભુત નિયોડ, અનેક શાઓની સાક્ષીઓ વગેરે દ્વારા અહીં ગાગરમાં પણ સાગર ઠલવાયો છે. પ્રસન્નચન્દ્ર રાજર્ષિનું દષ્ટાન્ત સુપ્રસિદ્ધ છે, પણ તેમનું મન જ્યારે સંક્લિષ્ટ હતું તે સમયે પણ તેમના હૃદયની દશા કેવી હતી, તેમનું ગુણસ્થાનક કર્યું હતું, તેમનો સંક્લેશ કઈ કક્ષાનો હતો, ઈત્યાદિ ગંભીર વિચારણા અહીં દષ્ટિગોચર થાય છે, જે ખરેખર મંત્રમુગ્ધ કરી દે છે. પૂજ્યશ્રીના અગાધ અભિપ્રાયને માપવામાં બુદ્ધિની ફૂટપટ્ટી ટૂંકી પડ્યા વિના રહેતી નથી. આમ છતાં ‘શુમે યથાશક્તિ યતિતવ્યમ્” એ ન્યાયે આ મહાન છે .......અનુમોદMI...... અભિiEd...... ધન્યવાદ........ • પ્રાપ્તિ સ્થાન : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા, દુ.નં.૬, બદ્રિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ઈ રોડ, મુંબઈ-૨. ફોન : ૨૨૮૧૮૩૯૦, ૨૨૬૨૪૪૭૭ શ્રી ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી, ૬/બી, અશોકા કોપ્લે, પહેલા ગરનાળા પાસે, પાટણ-૩૮૪૨૬૫. (ઉ.ગુ.), મો. : ૯૯૦૯૪૬૮પ૭ર શ્રી બાબુભાઈ સરેમલજી બેડાવાળા, સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. મો. : ૯૪૨૬૫ ૮૫૯૦૪.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 25