Book Title: Hinsashtakam
Author(s): Yakini Mahattara, Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 21
________________ * हिंसाष्टकम् कोणिकवद् नरकफलपूर्वभावि मरणं फलितं (१) अन्यस्य क्रियमाणा-साम्प्रतीना हिंसा साम्प्रतीनं फलं दत्ते, सुन्देनोपसुन्दो हतः, उपसुन्देन सुन्दो हत (इति)वत् (२), कालान्तरे कृता हिंसा कालान्तरे फलति, यथा केनचिन्मारितस्तस्य भ्रातृपुत्रादिना वैरनिर्यातनं कृतमिति (३), आरब्धा हन्तुमुद्यतत्वादप्राणत्यागादकृता हिंसा हिंसानुभावेन दुष्टफलेन फलति, श्रीमहावीरमुत्पाट्य मारितुं धावन् दुष्टाध्यवसायेन पीडां कर्तुमना लोहकारः, – હિંસોપનિષદ્' સાધવાની ઈચ્છાથી ઉઘત થયો અને ધૃષ્ટતાથી ફરી ફરી વૈતાની તમિત્રા ગુફાના દ્વાર ખોલાવવા પ્રયત્ન કર્યો ત્યારે તે ગુફાના અધિષ્ઠાયક દેવ કૃતમાલે તેને ભસ્મીભૂત કરી દીધો. મરીને તો તે છઠ્ઠી નરકે ગયો જ, પણ નરકરૂપી ફળની પહેલા પણ તેને આવી દારુણ રીતે મૃત્યુને ભેટવારૂપ ફળ મળ્યું. (૨) બીજાને હિંસા કરાતી હોય, તે જ સમયે ફળ મળે છે. જેમ કે સુન્દ અને ઉપસુન્દ એ બંને ભાઈઓ યુદ્ધ કરતાં કરતાં પરસ્પરથી હણાઈને મૃત્યુ પામ્યા હતાં. (૩) કાળાન્તરે કરેલી હિંસા કાળાન્તરમાં ફળે છે. જેમ કે કોઈ કોઈને મારી નાંખે અને તેના ભાઈ કે પુત્ર વગેરેથી વેર વાળવામાં આવે. () કોઈ હિંસા કરવા માટે ઉધત થાય, તેથી હિંસાનો આરંભ કરવામાં આવે, પણ જીવનો વધ ન કરી શકવાથી હિંસા કરાઈ ન હોય, તે પણ હિંસાના પ્રભાવે દુષ્ટ ફળને આપનારી થાય છે. જેમ કે એક લુહાર ઘણ ઉપાડીને શ્રીમહાવીરસ્વામિને મારવા માટે દોડ્યો ત્યારે દુષ્ટ પરિણામથી પ્રભુને પીડા ઉપજાવવાનું તેનું મન થયું હતું. તે પ્રભુને મારે તેની પૂર્વે જ ઈન્દ્ર તેના જ ઘણથી તેને હણી નાંખ્યો. ૧. થ-વ-૭- ૦૨મુરમુFાવા ૨. ૪-૭-T-૫-૭- ૦૨ "વ્યાપાટિત: || २४ हिंसाष्टकम् -* परभवे च दु:खभागपि, एवं परभवापेक्षया परिणामवैचित्र्यम् (૪) TI૪TI एकः करोति हिंसां, भवन्ति फलभोगिनस्तथा बहवः। बहवो विदधति हिंसां, हिंसाफलभुग भवत्येकः ।।५।। एक इति। एकः - कश्चिद्धिंसां करोति तत्फलभोक्तारो बहवो जीवाः, पालकवद् बहुजनाः दुःखभाजः, तथा बहवो - હિંસોપનિષદ તેથી તે હિંસા કરી ન શક્યો પણ તેને હિંસાનું ફળ તો તાત્કાલિક મળ્યું. વળી તે પરલોકમાં પણ દુ:ખનો ભાગી થયો. આમ પરલોકની અપેક્ષાએ પરિણામનું વૈવિધ્ય સમજવું જોઈએ. III હિંસાનું ફળ પણ વિચિત્રરૂપે એક તથા અનેકને પ્રાપ્ત થાય છે. તે સ્પષ્ટ કરતાં કહે છે – શ્લોકાર્થ :- એક વ્યક્તિ હિંસા કરે છે. તેનું ફળ ઘણાને મળે છે. અને ઘણા હિંસા કરે છે. તેનું ફળ એક વ્યકિતને મળે છે. પી. કોઈ એક જીવ હિંસા કરે છે. તેનું ફળ ઘણા જીવોને ભોગવવું પડે છે. જેમ કે પાલકે સ્કન્ધકસૂરિને શિષ્યો સહિત ઘાણીમાં પીલીને તેમની હિંસા કરી. તો પરિણામે કુપિત થયેલા સ્કર્ધકસૂરિએ સમગ્ર નગરીના વધનું નિયાણું કર્યું અને દેવ થઈને આખી નગરીને ભસ્મીભૂત કરી દીધી. આમ હિંસા તો માત્ર પાલકે કરી પણ તેનું ફળ સમગ્ર નગરજનોને ભોગવવું પડ્યું. (આ પણ વ્યવહારથી જ સમજવું, વાસ્તવમાં તો પ્રત્યેક જીવ પોતાના પૂર્વકૃત કર્મોનું જ ફળ ભોગવે છે. હા, પાલકે કરેલી હિંસા તે કર્મોના ઉદયમાં નિમિત્ત જરૂર બની હતી.). તથા ક્યારેક ઘણા લોકો હિંસા કરે તેનું ફળ એક વ્યક્તિ ભોગવે છે. જેમ કે પ્રજા જે પાપ કરે તેનો ભાગીદાર રાજા થાય છે

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25